World

દક્ષિણ આફ્રિકામાં ઘરમાં ચાલી રહેલી પાર્ટીમાં ગોળીબાર : 11નાં મોત

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
દક્ષિણ આફ્રિકાના ક્વામાખુથા ટાઉનશીપમાં એક પાર્ટીમાં 3 હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરતા 11 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ છે. અન્ય 3 લોકો ઘાયલ થયા છે. પોલીસે હુમલાખોરોને શોધવા કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. દક્ષિણ આફ્રિકામાં હિંસક ગુનાઓનું પ્રમાણ વધ્યું છે, જ્યાં એપ્રિલથી જૂન વચ્ચે 5427 હત્યાઓ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણ આફ્રિકામાં ઘરમાં ચાલી રહેલી પાર્ટીમાં ગોળીબાર : 11નાં મોત
  • મૃતકોમાં ગર્ભવતી મહિલા પણ સામેલ : ત્રણ ઘાયલ
  • દક્ષિણ આફ્રિકામાં જૂનથી એપ્રિલ વચ્ચે ૫૪૨૭ હત્યાઓ થઇ : દૈનિક સરેરાશ હત્યાનો દર ૬૦થી વધુ
  • ત્રણ હુમલાખોરો ગોળીબાર કરીને ફરાર

કેપટાઉન : દક્ષિણ આફ્રિકામાં એક ઘરમાં ચાલી રહેલી પાર્ટીમાં કરવામાં આવેલા હુમલામાં ત્રણ હુમલાખોરોએ ઓછામાં ઓછા ૧૧ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. મૃતકોમાં એક ગર્ભવતી મહિલા હોવાની પણ શંકા છે.
ડરબન શહેરથી લગભગ ૩૦ કિલોમીટર દક્ષિણમાં ક્વામાખુથા ટાઉનશીપમાં મંગળવાર રાતે થયેલા માસ શુટિંગમાં અન્ય ત્રણ લોકો ઘાયલ પણ થયા છે.
પોલીસે જણાવ્યું હતું કે લોકો પાર્ટી માટે એક ઘરમાં એકત્ર થયા હતાં. આ ઘરમાં હુમલાખોરો ઘૂસી ગયા હતાં અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગર્ભવતી મહિલા સહિત ૧૦ લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતાં. અન્ય એક વ્યકિતને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધી કોઇ ધરપકડ કરવામાં આવી નથી અને પોલીસ હુમલાખોરાને શોધી રહી છે. હુમલો કરવા પાછળનો હેતુ પણ જાણી શકાયો નથી.
તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં માસ શૂટિંગની અનેક ઘટનાઓ જોવા મળી છે. જૂન મહિનામાં જોહનિસબર્ગનાં એક ગરીબ વિસ્તારમાં કેટલાક હુમલાખોરોેએ ૧૨ લોકોની હત્યા કરી હતી.
ડિસેમ્બરમાં બે સપ્તાહનાં અંતરે થયેલ માસ શૂટિંગની બે ઘટનાઓમાં ૨૧ લોકોનાં મોત થયા હતાં. દક્ષિણ આફ્રિકામાં હિંસક ક્રાઇમનો દર ખૂબ જ વધારે છે.
પોલીસનાં સત્તાવાર આંકડા અનુસાર એપ્રિલથી જૂનની વચ્ચે ૫૪૨૭ હત્યાઓ થઇ છે. એટલે કે દરરોજ સરેરાશ ૬૦ હત્યા થઇ છે. કેટલાક વિસ્તારોમાં હિંસક ક્રાઇમને રોકવા માટ આર્મીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.