World

ચીનનું 100 મિસાઈલ બનાવવા જેટલું કેમિકલ સાથેનું જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
ઇન્ડોનેશિયાના નૌકાદળે બાંગ્લાદેશ જઈ રહેલા ચીનના જહાજમાંથી 405 ટન સોડિયમ પરક્લોરેટ ભરેલા 15થી વધુ કન્ટેનરો જપ્ત કર્યા છે. જાકાર્તા નજીક શંકાસ્પદ રીતે ફરતા આ જહાજને 7 નવેમ્બરે રોકવામાં આવ્યું હતું. આ જથ્થામાંથી 100 જેટલા મિસાઈલ અને રોકેટ પ્રોપેલન્ટ્સ બનાવી શકાય છે, જે ભારત વિરુદ્ધ ચીનના નવા કાવતરાનો પર્દાફાશ કરે છે. જહાજ ચીનના લિયાનયુગાંગ બંદરથી નીકળી બાંગ્લાદેશના મોંગલા પોર્ટ પર જવાનું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનનું 100 મિસાઈલ બનાવવા જેટલું કેમિકલ સાથેનું જહાજ ઇન્ડોનેશિયામાં જપ્ત
  • ભારત વિરુદ્ધ ચીનના વધુ એક 'કાવતરાં'નો પર્દાફાશ
  • બાંગ્લાદેશ જતાં ચીનના જહાજમાંથી ૪૦૫ ટન સોડિયમ પર્કોલેટ ભરેલા ૧૫થી વધુ કન્ટેનરો જપ્ત કરવામાં આવ્યા

જાકાર્તા : ઇન્ડોનેશિયાના નૌકાદળે બાંગ્લાદેશ જતું ૪૦૫ ટન સોડિયમ પર્કોલેટના જથ્થાવાળુ શંકાસ્પદ જહાજ જપ્ત કર્યુ છે. સોડિયમ પર્કોલેટના આટલા જથ્થાની મદદથી ૧૦૦ જેટલા મિસાઇલ બનાવી શકાય છે અને રોકેટ પ્રોપેલન્ટ્સ તથા અન્ય ખાસ પ્રકારના વિસ્ફોટકો બનાવી શકાય છે. બાંગ્લાદેશ પાસે પોતાની મિસાઇલ સાઇટ્સ સુદ્ધા નથી ત્યારે આ પ્રકારનો જથ્થો બાંગ્લાદેશ કેમ જઈ રહ્યો છે તે સવાલ સર્જાયો છે. તેથી ઇન્ડોનેશિયાએ આ જહાજને જપ્ત કર્યુ છે. આ જહાજ ઇન્ડોનેશિયન સમુદ્રમાં બેલાવન નામના સ્થળ નજીક નિર્ધારિત રુટથી દૂર જઈને શંકાસ્પદ રીતે ફરતું હોવાના લીધે ઇન્ડોનેશિયન નેવીના હાથમાં આવ્યું હતું.
ઇન્ડોનેશિયાના નેવીએ સાતમી નવેમ્બરના રોજ આ જહાજ જપ્ત કર્યુ હતુ. આ જહાજ બેલવાનમાં રિફ્યુલિંગ માટે રોકાયું હતું. ઇન્ડોનેશિયન નૌકાદળને તેની હિલચાલ શંકાસ્પદ લાગતા તેને ચકાસવાનો નિર્ણય લીધો.
ઇન્ડોનેશિયન નેવીના રિજનલ કોમરેડ એડમિરલ ડેની સેપ્ટિયાનાએ આ જપ્ત કરેલા જહાજની વિગતો આપી હતી.નૌકાદળના પેટ્રોલ વેસલ કેઆરઆઈ સિગલુ-૮૫૭એ નિર્ધારિટ રુટથી અલગ રુટે જતાં આ જહાજને શંકાસ્પદ સ્થિતિમાં ફરતું જોયું હતું. પેટ્રોલિંગ ટુકડીએ ચકાસણી માટે જહાજનો સંપર્ક કર્યો હતો. તેના પછી ચકાસણી દરમિયાન તેના દસ્તાવેજો અને કાર્ગોમાં વિસંગતતા જોવા મળતાં તેને જપ્ત કરવામાં આવ્યું હતું.
ઇન્ડોનેશિયન નૌકાદળ મુજબ આ જહાજ કુલ ૧૬ કન્ટેનર લઈને જઈ રહ્યું હતું. તેમા ૧૫ તો સોડિયમ પરક્લોરેટના હતા. તેનો કુલ જથ્થો ૪૦૫ ટનનો હતો. આ કેમિકલ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ ધરાવતું સ્ટ્રેટેજિક ઓક્સીડાઇસિંગ એજન્ટ છે. તેનો ઉપયોગ રોકેટના ઉત્પાદનમાં અને મિસાઇલ પ્રોપેલન્ટ બનાવવા કરી શકાય છે.
રીયર એડમિરલ ડેનીએ જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલા જથ્થામાંથી કમસેકમ ૧૦૦ મિસાઇલ સરળતાથી બનાવી શકાય છે. નૌકાદળે આ ઉપરાંત ૫૪ પેલેટ્સ પણ જપ્ત કરી હતી, તેમા લાખોની સંખ્યામાં અનરજિસ્ટર્ડ ફોર-જી એલટીઇ બ્લેન્ક સિમકાર્ડ હતા. આ જહાજ ચીનના લિયાનયુગાંગ બંદર પરથી બાંગ્લાદેશના મોંગલા પોર્ટ પર જવા નીકળ્યું હતું. તે ૮મી નવેમ્બરના રોજ મોંગ્લા પહોંચવાનું હતું, પરંતુ તેણે ઇન્ડોનેશિય સમુદ્રમાં અનશેડયુલ્ડ સ્ટોપ લીધું હતું. આ કાર્ગોના આયાતકારની ઓળખ હજી સુધી પ્રસ્થાપિત થઈ નથી. આ જહાજ બાંગ્લાદેશ પહોંચે તે પહેલા જ તેને આંતરી લેવાયું છે. આ જહાજના દસ્તાવેજોમાં પણ વિસંગતતા જોવા મળી છે. તેના દસ્તાવેજો ૮ ઓક્ટોબર ૨૦૨૭ સુધી અધિકૃત હતા, પરંતુ તેની અધિકૃતતાનો દરજ્જો સસ્પેન્ડેડ બતાવે છે. હવે જહાજનો એડમિનિસ્ટ્રેટિવ રેકોર્ડ ચકાસાઈ રહ્યો છે. તેની નેવિગેશન પરમિટની અધિકૃતતાની અને જોખમી માલસામગ્રીનું પરિવહન કરવાની તેને છૂટ છે કે નહીં તેની ચકાસણી થઈ રહી છે.