World

સ્પેનમાં ગંભીર ટ્રેન અકસ્માત : ટોલેડો નજીક બે ટ્રેનો અથડાતા 46નાં મૃત્યુ : સેંકડોને ઈજાઓ

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
સ્પેનના એન્ડાલુસિયા વિસ્તારમાં બુધવારે સવારે 9 વાગ્યા આસપાસ રેનફે અને ઇરીયો કંપનીની બે હાઈસ્પીડ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે અને સેંકડો ઘાયલ થયા છે. માડ્રિડ તરફ જતી ટ્રેનોના પાટા પરથી ઉતરી જવાને કારણે બોગીઓને ભારે નુકસાન થયું હતું. હાલ ટ્રેન સેવાઓ સ્થગિત કરાઈ છે અને તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્પેનમાં ગંભીર ટ્રેન અકસ્માત : ટોલેડો નજીક બે ટ્રેનો અથડાતા 46નાં મૃત્યુ : સેંકડોને ઈજાઓ
  • રેનફે અને ઇરીયો ટ્રેન કંપનીઓની હાઇસ્પીડ ટ્રેનો અથડાયા પછી બંને કંપનીઓએ હાઇસ્પીડ ટ્રેનો થોડા સમય પૂરતી વિલંબિત કરી દીધી

માડ્રીડ : બુધવારે સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલા એન્ડાલુસિયા વિસ્તારમાં બે ટ્રેનો અથડાતા ઓછામાં ઓછા ૪૬ના મૃત્યુ થયા છે અને સેંકડોને ઈજાઓ થઈ છે તેમ એક અધિકારી એડીફે પત્રકારોને અહીં જણાવ્યું હતું.
બુધવારે સવારે ૯ વાગ્યા આસપાસ રેનફે- ટ્રેન કંપની અને ઇરિયો ટ્રેન કંપનીની બંને હાઇસ્પીડ ટ્રેનો પાટનગર માડ્રિડ તરફ અત્યંત ઝડપે જતી હતી ત્યાં એન્ડાલુસિયા વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. સત્તાવાળાઓ આ અકસ્માતનું કારણ શોધી રહ્યા છે તેમજ કેટલાને ઈજાઓ થઈ છે તે શોધી રહ્યા છે.
આ અકસ્માત પછી માડ્રિડ અને એન્ડાલુસિયા વિસ્તારમાં ટ્રેન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. ઘટના એમ બની હતી કે એક ટ્રેન બીજી ટ્રેનના પાછળના ભાગે અથડાઈ પડી હતી તેથી કેટલીયે બોગીઓ પાટા ઉપરથી ઉતરી પણ પડી હતી.
આ માહિતી આપતા અધિકારી એડીફે 'એક્સ' પોસ્ટ ઉપર બુધવારે જણાવ્યું હતું કે, ટી.વી. બ્રોડકાસ્ટર કેસ્ટીલ્લા લા મન્યાએ ટી.વી. ઉપર જણાવ્યું હતું કે આ ટ્રેનની બોગીઓ પૈકી એક બોગી તો બીજી બોગી ઉપર ચઢી ગયેલી જોવા મળે છે. આ બંને ટ્રેનના મેટલ (પતરા) પણ વળ ખાઈ ગયેલા દેખાય છે, તેની પેનલ્સ તૂટી ગઈ હતી અને બોગીઓના અન્ય ટુકડાઓ અહીં તહીં રેલ ટ્રેકની બંને બાજુએ વિખરાયેલા જોવા મળે છે.
આ અકસ્માત પછી તુર્ત જ ઇમર્જન્સી સર્વિસીઝ કામે લગાડવામાં આવી હતી. તે પેસેન્જર્સને તત્કાળ ભાંગેલી બોગીઓમાંથી સાચવીને બહાર કાઢી એમ્બ્યુલન્સમાં સુવડાવી દીધા હતા. સાથે આ ટીમો કેટલી હદ સુધી નુકસાન થયું છે. તેનો અંદાજ લગાવી રહી હતી.
આ પૂર્વે પણ ટોલીડોમાં આવેલા ઉર્દા પાસે પણ (સ્પેન)માં ટ્રેન અકસ્માત થયો હતો. તેમાં ૩૯નાં મૃત્યુ થયા હતા.
હવે બંને કંપનીઓએ તેમની હાઇસ્પીડ ટ્રેનો થોડાક સમય પૂરતી તો બંધ જ કરી દીધી છે.