World

યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકાએ યુકેના RAF ફેરફોર્ડ એરબેઝ પરથી તેના તમામ લાંબા અંતરના બોમ્બર વિમાનો પાછા અમેરિકા બોલાવી લીધા છે. ઈરાની ષડયંત્ર અને નવી ધમકીને પગલે આ મોટું પગલું ભરવામાં આવ્યું છે. અમેરિકી સંરક્ષણ અધિકારીએ પુષ્ટિ કરી કે સુરક્ષા કારણોસર વિમાનોને તાત્કાલિક હોમ બેઝ પર મોકલાયા છે. નિષ્ણાતો આને અસામાન્ય પગલું માની રહ્યા છે. બ્રિટિશ પોલીસે આ મામલે 5 લોકોની ધરપકડ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ

US Recalls Bombers From UK: યુકે સ્થિત એરબેઝને નિશાન બનાવવાના કથિત ઈરાની ષડયંત્ર વચ્ચે એક નવી અને અજાણી ધમકી મળ્યા બાદ અમેરિકાએ મોટું પગલું ભર્યું છે. અમેરિકાએ બ્રિટનના RAF ફેરફોર્ડ એરબેઝ પર તેના તહેનાત તમામ લાંબા અંતરના બોમ્બર વિમાનોને તાત્કાલિક પાછા અમેરિકા સ્થિત હોમ બેઝ પર બોલાવી લીધા છે. એક રિપોર્ટ પ્રમાણે એક અમેરિકી સંરક્ષણ અધિકારીએ આ ઘટનાક્રમની પુષ્ટિ કરી છે.

વિમાનોને પાછા હોમ બેઝ પર મોકલ્યા

એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે, 'અમે પુષ્ટિ કરીએ છીએ કે RAF ફેરફોર્ડમાં તહેનાત તમામ અમેરિકી બોમ્બર વિમાનોને પાછા તેમના હોમ બેઝ પર મોકલી દેવામાં આવ્યા છે.' જોકે, અધિકારીએ સુરક્ષા કારણોનો હવાલો આપતા ધમકીના ચોક્કસ સ્વરૂપ કે વિમાનોને અચાનક હટાવવાના મુખ્ય કારણનો ખુલાસો નથી કર્યો.

એક સૂત્રએ તેને અત્યંત ગંભીર અને એક વાસ્તવિક ઘટના ગણાવી છે. નિષ્ણાતોનું માનવું છે કે બોમ્બર્સને ક્ષેત્રના કોઈ અન્ય યુરોપિયન બેઝ પર મોકલવાને બદલે સીધા અમેરિકા બોલાવવા એ એક અસામાન્ય અને અસાધારણ પગલું છે.

વ્યૂહાત્મક સ્થળ છે RAF ફેરફોર્ડ

RAF ફેરફોર્ડ અમેરિકી ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડનું એક અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થળ છે. તેનો ઉપયોગ લાંબા અંતરના હુમલા અને ઈરાન સામેના અભિયાનોમાં સામેલ અમેરિકી B-1 બોમ્બર વિમાનોની તહેનાતી માટે કરવામાં આવતો રહ્યો છે.

આ કાર્યવાહી એરબેઝની સુરક્ષામાં ગાબડું પાડવાના કથિત ઈરાની ષડયંત્રના સિલસિલામાં થયેલી ધરપકડોના તરત જ બાદ સામે આવી છે. બ્રિટિશ પોલીસે 27 સપ્ટેમ્બરે RAF ફેરફોર્ડ પાસે આતંકવાદ અને વિસ્ફોટક ગુનાઓના શંકાના આધારે 23 થી 25 વર્ષની વયના પાંચ બ્રિટિશ નાગરિકોની ધરપકડ કરી હતી. પાછળથી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા, જેની અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આકરી ટીકા કરી હતી.

આ ઉપરાંત ગુરુવારે આ જ ષડયંત્રના સિલસિલામાં 25 વર્ષીય એક બ્રિટિશ-ઈરાની બેવડી નાગરિકતા ધરાવતા વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી.

બીજી તરફ, ઈરાને આ સમગ્ર મામલે પોતાની કોઈપણ પ્રકારની ભૂમિકાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે અને આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. આ તણાવ વચ્ચે તહેરાને ત્યાં તહેનાત બ્રિટિશ રાજદૂતને પણ તેડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.