World

હુથીઓએ છેક રિયાધ સુધી હુમલા કરતા સાઉદી અરેબિયામાં ઇમરજન્સી જાહેર

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
રિયાધ : સાઉદી અરેબિયા વિચારતું થઈ ગયુ હશે કે તેણે ક્યાં હુથીઓ સાથે લડવાનું વિચાર્યુ અને યમનની સરકારી સેનાને સમર્થન આપ્યુ. આ હુથીઓનું સાઉદી સામે આક્રમણ ફક્ત યમન પૂરતું સીમિત રહ્યુ નથી, તે હવે સાઉદી અરેબિયામાં છેક રિયાધ સુધી હુમલા કરવા લાગ્યા છે. આમ યમનનું ગૃહયુદ્ધ હવે સાઉદી અરેબિયાના ઘરઆંગણે આવીને ઊભું રહ્યું હોય તેવી સ્થિતિ છે. હુથીઓએ સાઉદી અરેબિયાના યમનના રણમાંપછાડવા માટે કોઈ ભારેભરખમ વાહન નહીં પરંતુ ટોયોટાની પિકઅપ ટ્રકનો ઉપયોગ કર્યો. ધ ટાઇમ્સના રિપોર્ટ મુજબ યમનમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન ટોયોટાની લગભગ ૪૦,૦૦૦ જેટલી પિકઅપ ટ્રક પહોંચી. તેમા પણ ખાસ કરીને ગયા વર્ષે તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. તેમા પણ ટોયોટાના લેન્ડક્રુઝર મોડેલની હુથીઓમાં ભારે માંગ છે. સોશિયલ મીડિયા પરના વિડીયોમાં પણ હુથીઓ હજારો ટોયોટા ગાડીઓની સાથે યુદ્ધનું એલાન કરતાં જોવા મળ્યા છે. તેની ખાસિયત એ છે કે તે આ પ્રકારની પિક અપ ગાડીઓ મજબૂત બનાવટવાળી હોય છે, તેનો પાછળનો હિસ્સો ખુલ્લો હોય છે. તેના પર ભારે મશીનગન કે રોકેટ લોન્ચર લગાવી શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હુથીઓએ છેક રિયાધ સુધી હુમલા કરતા સાઉદી અરેબિયામાં ઇમરજન્સી જાહેર

રિયાધ : સાઉદી અરેબિયા વિચારતું થઈ ગયુ હશે કે તેણે ક્યાં હુથીઓ સાથે લડવાનું વિચાર્યુ અને યમનની સરકારી સેનાને સમર્થન આપ્યુ. આ હુથીઓનું સાઉદી સામે આક્રમણ ફક્ત યમન પૂરતું સીમિત રહ્યુ નથી, તે હવે સાઉદી અરેબિયામાં છેક રિયાધ સુધી હુમલા કરવા લાગ્યા છે. આમ યમનનું ગૃહયુદ્ધ હવે સાઉદી અરેબિયાના ઘરઆંગણે આવીને ઊભું રહ્યું હોય તેવી સ્થિતિ છે.
હુથીઓએ સાઉદી અરેબિયાના યમનના રણમાંપછાડવા માટે કોઈ ભારેભરખમ વાહન નહીં પરંતુ ટોયોટાની પિકઅપ ટ્રકનો ઉપયોગ કર્યો. ધ ટાઇમ્સના રિપોર્ટ મુજબ યમનમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન ટોયોટાની લગભગ ૪૦,૦૦૦ જેટલી પિકઅપ ટ્રક પહોંચી. તેમા પણ ખાસ કરીને ગયા વર્ષે તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો. તેમા પણ ટોયોટાના લેન્ડક્રુઝર મોડેલની હુથીઓમાં ભારે માંગ છે. સોશિયલ મીડિયા પરના વિડીયોમાં પણ હુથીઓ હજારો ટોયોટા ગાડીઓની સાથે યુદ્ધનું એલાન કરતાં જોવા મળ્યા છે. તેની ખાસિયત એ છે કે તે આ પ્રકારની પિક અપ ગાડીઓ મજબૂત બનાવટવાળી હોય છે, તેનો પાછળનો હિસ્સો ખુલ્લો હોય છે. તેના પર ભારે મશીનગન કે રોકેટ લોન્ચર લગાવી શકાય છે.
અમેરિકા-ઇરાન સંઘર્ષના પગલે સાઉદી અરેબિયામાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન લગભગ સાડા ત્રણ દાયકાના તળિયે પહોંચ્યું છે. ફેબુ્રઆરી ૨૦૨૬માં યુદ્ધ શરુ થયા પછી સાઉદી અરેબિયાના ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં પહેલાની તુલનાએ ૩.૮૬ મિલિયન બેરલ (એમબી-ડી)નો ઘટાડો થયો. નવેમ્બર ૨૦૨૫થી ફેબુ્રઆરી ૨૦૨૬ ની વચ્ચે ઉત્પાદન પ્રતિ દિન ૧૦.૧ એમબી-ડી પર સ્થિર હતુ.તે માર્ચમાં ઘટીને પ્રતિ દિન ૭.૭૬ એમબી-ડી થઈ ગયુ હતુ. ઓગસ્ટમાં વધુ ઘટીને ૬.૨૪ એમબી-ડી થયું હતું. આ ૧૯૯૦ પછીનું સૌથી નીચલું સ્તર છે.
આ દરમિયાન ઇરાને તેને ત્યાં ઇઝરાયેલ વતી જાસૂસી કરીને તેના સંવેદનશીલ મથકોની માહિતી આપનારા પેદ્રમ નામની એક વ્યક્તિને ફાંસીએ લટકાવી દીધો છે.
ઇઝરાયેલના ગાઝા પરના હુમલામાં બેના મોત થયા છે. હાલમાં ગાઝાનો ૭૦થી ૭૫ ટકા હિસ્સો ઇઝરાયેલ પાસે છે અને તેના સંરક્ષણ પ્રધાન કાત્ઝના જણાવ્યા મુજબ લગભગ ૨૦ લાખ ગાઝાવાસીઓને બળજબરીથી આ જમીન પરથી કાઢી મૂકાશે અને તેના પર ઇઝરાયેલ સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપશે. જો કે ઇજિપ્ત તેનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત ગાઝામાં નિરાશ્રિતોના કેમ્પમાં ૨,૮૦,૦૦૦ બાળકો યુએનના ટેન્ટમાં અભ્યાસ કરે છે.
ચીનના પ્રીમિયર શી જિનપિંગની કાબેલિયતભરી સૂઝબેઝને વિશ્વને ઉર્જા કટોકટીમાંથી બચાવ્યું હોવાનું અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પોતે કબૂલ્યુ છે. ઇરાન પર હુમલો થયો ત્યારે જ નિષ્ણાતો કહેતા હતા કે ક્રૂડના ભાવ ગયા વર્ષની ૬૯ ડોલરની સરેરાશ સામે બમણા થઈ જશે અને એક સમયે ક્રૂડના ભાવ ૧૨૬ ડોલર થતાં તેવું લાગ્યુ પણ હતુ. આ સંજોગોમાં ચીને પોતાનો લાંબા સમયતી સંઘરેલો સ્ટ્રેટેજિક રિઝર્વ ઉપયોગમાં લેવાનું શરુ કરીને તેનું ઓઇલ ડાયેટ કરતાં વિશ્વસ્તરે ક્રૂડના ભાવ ૧૦૦ ડોલરની આસપાસ રાખવામાં સફળતા મળી છે.