World

બ્રિટનમાં ફેલાઈ રહ્યું છે, સાલ્મોનેલા સંક્રમણ, એકનું મોત, દર્દીઓની સંખ્યા 200ને પાર! ઈંડું બન્યું કારણ

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
બ્રિટનમાં આયાતી ઈંડામાંથી ફેલાયેલા સાલ્મોનેલા વાયરસને કારણે 200થી વધુ લોકો બીમાર પડ્યા છે અને 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. UKHSAના રિપોર્ટ મુજબ, ઓગસ્ટ 2026 સુધીમાં 207 લોકો સંક્રમિત થયા છે. આ ચેપ દૂષિત ઈંડા ખાવાથી લાગ્યો હોવાનું જણાયું છે, જેમાંથી ઘણા કેફે અને રેસ્ટોરન્ટમાં ખાવામાં આવ્યા હતા. આ મામલે તપાસ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિટનમાં ફેલાઈ રહ્યું છે, સાલ્મોનેલા સંક્રમણ, એકનું મોત, દર્દીઓની સંખ્યા 200ને પાર! ઈંડું બન્યું કારણ

UK Salmonella Outbreak One Dead Over 200 Sick: બ્રિટનમાં સાલ્મોનેલા વાયરસથી થતી બીમારીને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે, અને 200 થી વધુ લોકો બીમાર પડી ગયા છે. બ્રિટનની હેલ્થ એજન્સીના મતે આ બીમારી ઈંડામાં રહેલા સંક્રમણથી ફેલાઈ છે, જે બહારથી આયાત કરવામાં આવ્યા હતા. બ્રિટનમાં સાલ્મોનેલા (Salmonella Enteritidis) નામના એક ખતરનાક બેક્ટેરિયાના કારણે 200 થી વધુ લોકો બીમાર છે. બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) એ પોતાના તાજેતરના અને સત્તાવાર રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઓગસ્ટ 2026 સુધી આ ગંભીર ફૂડ પોઈઝનિંગના કારણે 1 વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે, અને 207 લોકો સંક્રમિત મળ્યા છે. સ્વાસ્થ્ય અધિકારીઓની શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે, આ સંક્રમણ લોકોમાં ઈંડા ખાવાના કારણે ફેલાયું, જે બ્રિટનની બહારથી આયાત કરવામાં આવ્યા હતા.

આયાતી ઈંડાને કારણે સંક્રમણ!

બ્રિટનની UK હેલ્થ સિક્યોરિટી એજન્સી, જે આ કેસની તપાસ કરી રહી છે, તેણે જણાવ્યું કે, આ વાયરસથી 207 લોકો પ્રભાવિત થયા છે, જેમની ઉંમર એક વર્ષથી લઈને 90 વર્ષ સુધીની છે. એજન્સીઓના મતે, જે લોકો આ બીમારીની ઝપેટમાં આવ્યા છે, તેમણે દૂષિત ઈંડા ઘર પર નહીં, પરંતુ કેફે અને રેસ્ટોરન્ટમાં ખાધા હતા. UKHSA આ કેસમાં યુરોપીય દેશોની કેટલીક અન્ય એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે, જેથી આ સંક્રમણની શરૂઆત કેવી રીતે થઈ તે અંગે જાણકારી સામે આવી શકે છે. બીજી બાજુ એજન્સીના મતે મરનાર વ્યક્તિ અને તેની કંડિશન અંગેની કોઈ માહિતી આપી શકતી નથી, કારણ કે આ કેસની તપાસ હજુ ચાલી રહી છે.

વાયરસથી બ્લડસ્ટ્રીમમાં સંક્રમણ

એજન્સીએ જણાવ્યું કે, સાલ્મોનેલાથી થનારી બીમારી સાલ્મોનેલોસિસથી ઓછામાં ઓછા 34 લોકો એ હદ સુધી બીમાર પડી ગયા કે, તેમને હોસ્પિટલમાં ઈલાજ માટે ભરતી કરાવવા પડ્યા હતા. આ વાયરસથી બે લોકોને બ્લડસ્ટ્રીમમાં સંક્રમણ થઈ ગયું હતું. અધિકારીઓએ હોલ-જીનોમ સિક્વન્સિંગ દ્વારા એ તપાસ કરી છે કે, તમામ 207 કેસ સાલ્મોનેલાના એક જ સ્ટ્રેનથી જોડાયેલા છે. પહેલો કેસ 11 ઓગસ્ટ 2025 ના રોજ સામે આવ્યો હતો.

કિંગ્સ કોલેજ લંડનના રિસર્ચ તબીબોનું કહેવું છે કે, 'આ કોઈ અલગ ઘટના નથી. આ આઉટબ્રેક 2025 માં થયેલી એ ઘટના સાથે જોડાયેલો છે, જેમાં બહારથી મંગાવેલા ઈંડાને કારણે લોકોને અસર થઈ હતી, ગત વર્ષે અને આ વર્ષે પણ વાયરસનું સંક્રમણ એકસમાન છે.