World

યુક્રેનના એક સાથે નવ શહેરો પર રશિયાના ભીષણ હુમલા: અનેકનાં મોત

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
રશિયાએ યુક્રેનના 9 શહેરો પર મિસાઈલ હુમલા કરતા કીવ સહિત અનેક સ્થળોએ ભારે નુકસાન થયું. યુક્રેનનો દાવો છે કે રશિયાએ નાગરિકોને નિશાન બનાવ્યા, જેમાં 16 માળની ઇમારત ધરાશાયી થઈ અને 2 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા. જોકે, રશિયાએ લશ્કરી મથકો પર હુમલા કર્યાનું જણાવ્યું. યુક્રેને પણ વળતો પ્રહાર કરી રશિયાના 17 પ્રાંતોને ડ્રોન અને મિસાઈલથી નિશાન બનાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

યુક્રેનના એક સાથે નવ શહેરો પર રશિયાના ભીષણ હુમલા: અનેકનાં મોત
  • યુક્રેનના લશ્કરી મથકોને નિશાન બનાવીને હુમલા કર્યાં : રશિયા
  • નાગરિકોને નિશાન બનાવીને થયેલી રશિયાની સ્ટ્રાઈકથી અનેક મકાનો ધરાશાયી, બે ડઝનથી વધુ નાગરિકો ઘાયલ : યુક્રેન
  • યુક્રેને વળતો જવાબ આપતા રશિયાના ૧૪ પ્રાંતોને ટાર્ગેટ બનાવીને અનેક મિસાઈલો અને ડ્રોનથી હુમલા કર્યા

કીવ : રશિયાએ યુક્રેનને નિશાન બનાવીને મિસાઈલમારો કર્યો હતો. એક સાથે નવ શહેરોને ટાર્ગેટ કરીને થયેલા આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. યુક્રેનના ડિફેન્સ વિભાગે દાવો કર્યો હતો કે રશિયાએ નવેસરથી મિસાઈલો તૈનાત કરીને મોટાં હુમલા શરૂ કર્યા છે. તેનાથી નાગરિકોની સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે. એક ૧૬ માળની રેસિડેન્શિયલ બિલ્ડિંગ અને બે શિક્ષણ સંસ્થાઓને ખૂબ નુકસાન થયું છે. બીજી તરફ રશિયાએ નાગરિકો પર હુમલા કર્યા ન હોવાનું જણાવ્યું. હુમલા લશ્કરી ફેસિલિટી પર થયા હોવાનો બચાવ કર્યો હતો.
છેલ્લાં થોડા દિવસથી રશિયા-યુક્રેન વચ્ચે ફરીથી સામ-સામા હુમલા વધ્યા છે. યુક્રેને રશિયાના હાઈ પ્રોફાઈલ ટાર્ગેટને નિશાન બનાવ્યા પછી હવે રશિયાએ યુક્રેનના પાટનગર કીવ સહિત એકસામટા નવ શહેરો પર હુમલા કરીને કચ્ચરઘાણ વાળ્યો હતો. યુક્રેને તેને ભયાનક હુમલો ગણાવ્યો હતો અને નાગરિકોને નિશાન બનાવીને થયેલા હુમલામાં અનેક ઈમારતોને નુકસાન પહોંચ્યું હોવાનું કહ્યું હતું. જેટ પાવર્ડ ડ્રોનથી હુમલા વધ્યા હોવાનું પણ યુક્રેને કહ્યું હતું. યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયાએ મિસાઈલોની સંખ્યા વધારવામાં મોટું રોકાણ કર્યું છે. યુદ્ધ રોકવા કરતાં આગળ વધે તે માટે રશિયા બધા જ પ્રયાસો કરે છે. તેના કારણે યુક્રેને વધારે મજબૂતાઈથી લડાઈ લડવી પડશે. ઝેલેન્સ્કીએ પાડોશી દેશ મોલ્ડોવાની મુલાકાત જવાના છે તે પહેલાં જ આ હુમલા થયા હતા. રશિયાએ નાગરિકો પર થયેલા હુમલાની વાત નકારી હતી અને કહ્યું હતું કે યુક્રેનના લશ્કરી મથકો અને ડિફેન્સ ફેસિલિટીને જ શહેરોમાં નિશાન બનાવાયા હતા. તે ઉપરાંત યુક્રેનની ઓઈલ રિફાઈનરી, ઈન્ડસ્ટ્રીયલ ફેસિલિટીને પણ ટાગેટ કરાયા હતા. આ એટેકના પગલે યુક્રેનમાં ૧૭ કલાકથી ઘણા શહેરોમાં રેલવેની સર્વિસ ખોરવાઈ ગઈ છે.
વળતો જવાબ આપતા યુક્રેનના લશ્કરે પણ રશિયાના ૧૭ પ્રાંતોને ટાર્ગેટ કરીને સેંકડો મિસાઈલો અને ડ્રોન છોડયા હતા. રશિયાએ સ્વીકાર્યું હતું કે યુક્રેન તરફથી આવેલા ૨૬૭ ડ્રોન હુમલા નાકામ કરાયા હતા.