World

રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો, 37નાં મોત, અનેક ઘાયલ

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
રશિયાએ યુક્રેનની રાજધાની કિવ નજીક હુમલા તેજ કર્યા છે. આ હુમલામાં દિવ્યાંગોના કેર હોમ સહિત 50થી વધુ ઇમારતોનો નાશ થયો છે અને 37 લોકો માર્યા ગયા છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ રશિયા પર લોંગ રેન્જ મિસાઇલ હુમલા વધારવાની જાહેરાત કરી, જેમાં દરરોજ 1000થી વધુ ડ્રોન છોડવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો, 37નાં મોત, અનેક ઘાયલ
  • રશિયાએ યુક્રેનના આર્થિક મથકોનો નાશ કરતા હુમલા વધાર્યા
  • રશિયાના હુમલામાં દિવ્યાંગોના કેર હોમ સહિત 50થી વધુ ઇમારતોનો નાશ, 370થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા

Russia vs Ukrain war Updates: રશિયા દ્વારા યુક્રેનની રાજધાની કિવ નજીક ફરી હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે આ હુમલામાં કુલ 37 લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક સૈન્ય અધિકારીએ કહ્યું હતું કે રશિયાના આ હુમલામાં યુક્રેનની 50 રહેણાંક ઇમારતોને ભારે નુકસાન થયું છે. એટલુ જ નહીં આગ લાગવાથી અનેક મકાનો અને રેસ્ટોરન્ટ તેની લપેટમાં આવી ગયા હતા.
યુક્રેનના પ્રમુખ વોલોડીમર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આ હુમલો રાજધાની કિવની નજીક બુચા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારના એક વેરહાઉસમાં આગ લાગી હતી. આ વિસ્તારમાંથી આશરે 370 જેટલા લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તાજેતરમાં યુક્રેનની રાજધાની કિવ પર કે તેની આસપાસ રશિયાએ હુમલા વધારી દીધા છે. આ હુમલા મુખ્યત્વે યુક્રેનને આર્થિક રીતે નુકસાન થાય તે રીતે કરવામાં આવી રહ્યા છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ વધુમાં કહ્યું હતું કે રશિયાએ દિવ્યાંગોના કેર હોમને પણ નિશાન બનાવ્યું જેને કારણે આ કેર હોમ પણ નાશ પામ્યું છે. આ સાથે જ યુક્રેન પ્રમુખે રશિયા પર લોંગ રેન્જ મિસાઇલો દ્વારા હુમલા શરૂ રાખવાની પણ જાહેરાત કરી હતી. રાષ્ટ્રને સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે અમે રશિયા પર હુમલા વધારવા જ રહ્યા છીએ, દરરોજ એક હજારથી વધુ ડ્રોન છોડવામાં આવશે. હાલમાં માત્ર ૩૦૦ કે તેની આસપાસ જ લોંગ રેન્જ ડ્રોન છોડીએ છીએ હવે આ સંખ્યા ત્રણગણી વધી જશે. રશિયાના અનેક ઓનલાઇન રિટેલર્સ, કોમર્શિયલ ઇમારતોને નિશાન બનાવીને યુક્રેન હુમલા કરતુ આવ્યું છે, એવામાં રશિયાએ પણ યુક્રેનના આર્થિક મથકોનો નાશ થાય તે રીતે હુમલા વધારી દીધા છે.