World

રશિયાનું યુદ્ધજહાજ 'મર્કરી' સમુદ્રમાં ડૂબ્યું! યુક્રેને 7 સી-ડ્રોનથી લિબિયા પોર્ટ પર કર્યો ભીષણ હુમલો

By GS Team
23 Nov 20262 mins read
TukuTouch Logo
યુક્રેને રશિયા સામે લિબિયાના દરિયાકાંઠે મોટી કાર્યવાહી કરી છે. 22 નવેમ્બરે, 7 સી ડ્રોન વડે રશિયન યુદ્ધ જહાજ 'મર્કરી' ને બેનગાઝી બંદર પર ડુબાડી દીધું. આ હુમલામાં Ka-27 હેલિકોપ્ટર પણ નષ્ટ થયું. યુક્રેની સેનાએ હથિયારોની હેરાફેરી કરતા જહાજ 'MV Angara' ને પણ નિશાન બનાવ્યું. ઝેલેન્સકીએ વિડીયો જાહેર કરી પુષ્ટિ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયાનું યુદ્ધજહાજ 'મર્કરી' સમુદ્રમાં ડૂબ્યું! યુક્રેને 7 સી-ડ્રોનથી લિબિયા પોર્ટ પર કર્યો ભીષણ હુમલો
ફાઈલ તસવીર

Ukraine Sea Drones Sink Russian Warship Merkury: યુક્રેને રશિયા સામે પોતાની સૈન્ય કાર્યવાહીનો વ્યાપ વધારતા આફ્રિકન દેશ લિબિયાના દરિયાકાંઠે રશિયન જહાજોને નિશાન બનાવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સકીએ ટેલિગ્રામ પર જાણકારી આપતા દાવો કર્યો છે કે, યુક્રેની સેનાએ 7 દરિયાઈ ડ્રોન (Sea Drones) ની મદદથી લિબિયાના બેનગાઝી (Benghazi) બંદર પર રશિયન નૌકાદળના યુદ્ધ જહાજ (Corvette) 'મર્કરી' (Merkury) પર હુમલો કરીને તેને દરિયામાં ડુબાડી દીધું છે. આ કાર્યવાહીમાં રશિયન સેનાનું Ka-27 ફાઈટર હેલિકોપ્ટર પણ નષ્ટ થઈ ગયું છે.

હથિયારોની હેરાફેરી કરતા MV Angara જહાજને પણ બનાવ્યું નિશાન

22 નવેમ્બરે થયો હુમલો: ઝેલેન્સકીના જણાવ્યા અનુસાર, 22 નવેમ્બરના રોજ લિબિયાના દરિયાકાંઠા પાસે થયેલા આ હુમલામાં યુક્રેની સેનાએ રશિયા સાથે જોડાયેલા અન્ય એક જહાજ 'MV Angara' ને પણ નિશાન બનાવ્યું હતું, જેનો ઉપયોગ રશિયા હથિયારોની હેરાફેરી કરવા માટે કરતું હતું.

સેટેલાઈટ તસવીરો અને વીડિયોથી પુષ્ટિ: ઝેલેન્સકીએ ટેલિગ્રામ પર હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં દરિયાઈ ડ્રોન બંને જહાજો સાથે અથડાતા અને જહાજોમાંથી આગ તથા ધુમાડાના ગોટેગોટા ઉઠતા જોવા મળે છે. રોયટર્સ (Reuters) એ વીડિયોમાં દેખાતા જહાજોની ઓળખ 'મર્કરી' અને 'MV Angara' તરીકે કરી છે. સેટેલાઈટ તસવીરોથી 22 નવેમ્બરે બેનગાઝી પોર્ટમાં મર્કરીને નુકસાન થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે લિબિયન નેશનલ આર્મીના ફૂટેજ મુજબ MV Angara પરનો હુમલો બેનગાઝીના દરિયાકાંઠાથી આશરે 6 કિલોમીટર દૂર થયો હતો.

રશિયા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નહીં
ફિનલેન્ડની ખાડી બાદ વધુ એક કાર્યવાહી: આ બંને ઘટનાઓ અને હેલિકોપ્ટર નષ્ટ થવા અંગે રશિયાના સંરક્ષણ મંત્રાલય તરફથી તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ફિનલેન્ડની ખાડીમાં રશિયા સાથે જોડાયેલા એક માલવાહક જહાજ પર ડ્રોન હુમલાના થોડા જ સમય બાદ યુક્રેને આ મોટી કાર્યવાહી કરી છે.