World

રશિયાના જાસૂસી સેટેલાઇટે હુથીઓને સાઉદી અરબ પર હુમલામાં મદદ કરી

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
દુબઈ: સાઉદી અરેબિયા પર હુથીઓના 40 મિસાઇલ અને ડ્રોન હુમલા પાછળ રશિયાની મદદ હોવાનો સનસનાટીભર્યો દાવો સામે આવ્યો છે. એક ખાનગી જિયોસ્ટેશનરી જાસૂસી કંપનીના વિશ્લેષણ મુજબ, હુમલા પહેલા અને પછી રશિયન સરકારી-લશ્કરી ઉપગ્રહોની શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. આ દાવો આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવી રહ્યો છે, જે દર્શાવે છે કે રશિયા ઈરાન અને હુથીઓને સાઉદીના મહત્ત્વના સ્થળોને નિશાન બનાવવામાં મદદ કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયાના જાસૂસી સેટેલાઇટે હુથીઓને સાઉદી અરબ પર હુમલામાં મદદ કરી
  • ખાનગી જિયોસ્ટેશનરી જાસૂસી કંપનીના દાવાના કારણે ખળભળાટ
  • હુથીઓએ પાઇપલાઇન, સંરક્ષણ મંત્રાલય, ઓઇલ ડેપો, લક્ઝરી બેઝ પર ચોકસાઇપૂર્વક કરેલા હુમલાથી સાઉદી સ્તબ્ધ

દુબઈ : સાઉદી અરેબિયાના ઓઇલ એકમો અને લશ્કરી બેઝ પર થયેલા હુમલામાં હવે રશિયાની મદદ હોવાનો આરોપ લાગ્યો છે. આ ઘટસ્ફોટે આંતરરાષ્ટ્રીય રાજકીય અને કૂટનીતિક વર્તુળોમાં ધમાલ મચાવી દીધી છે. રશિયાના સરકારી અને લશ્કરી જાસૂસી ઉપગ્રહોએ ઇરાન સમર્થિત હુથીઓ અને ક્ષેત્રમાં સક્રિય અન્ય આતંકી સંગઠનોને સાઉદી અરેબિયાના મહત્ત્વના સ્થળો પર જાણકારી પૂરી પાડવામાં મદદ કરી.
એક ખાનગી જિયોસ્ટેશનરી જાસૂસી કંપનીએ વિશ્લેષણમાં દાવો કર્યો છે કે સાઉદી અરેબિયા પર થયેલા ૪૦ મિસાઇલ અને ડ્રોન હુમલા પહેલા અને પછી સંલગ્ન વિસ્તારો પર સેટેલાઇટની એક્ટિવિટી દેખાઈ હતી. ગયા મહિને ઇરાન સમર્થિત હુથી મિલિશિયાએ ચોકસાઇપૂર્વકનો હુમલો કર્યો. તેમા સાઉદી અરેબિયાની મહત્ત્વની ઓઇલ પાઇપલાઇનના પમ્પિંગ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું. તેના કેટલાક દિવસો પછી સાઉદી અરેબિયાના એક લશ્કરી એરબેઝ પર વધુ એક હુમલો થયો. તેમા હેન્ગરની અંદર ઉભેલું ઇટાલિયન લડાકુ વિમાન ક્ષતિગ્રસ્ત થઈ ગયું.
આ હુમલા એકદમ ચોકસાઇપૂર્વકના હતા અને સફળ પણ રહ્યા. આ હુમલાની આટલી જબરદસ્ત ચોકસાઈ પાછળ સ્પેસમાં ચાલતી એક્ટિવિટી સૌથી મહત્વનું કારણ હતી. આ અંગે દાવો કરવામાં આવ્યો છે કે હુમલાના ઘણા દિવસ પહેલા રશિયાના કેટલાય જાસૂસી ઉપગ્રહોએ જાસૂસી કરીને જાણકારી મેળવી હતી. આ માટે તે સાઉદી અરેબિયાની પાઇપલાઇન અને તેના એરબેઝ પર છેક સ્પેસમાંથી ડેરો જમાવ્યો હતો.
એક ખાનગી જિયોસ્પેશ્યલ ઇન્ટેલિજન્સ ફર્મેે જણાવ્યું હતું કે પહેલી જુલાઈથી ૧૯ ઓક્ટોબર સુધી વચ્ચે યમનના ઇરાન સમર્થિત હુથી બળવાખોરો અને ઇરાકમાં ઇરાન સમર્થિત આતંકી સમૂહોએ સાઉદી અરેબિયા પર કરેલા ૪૦ મિસાઇલ અને ડ્રોન હુમલાની તપાસ કરી. ફર્મને દરેક મામલામાં એકસરખી પેટર્ન જોવા મળી. આ હુમલાના કેટલાય દિવસ પહેલા અને પછી તે વિસ્તારો પર રશિયન સરકારની સરકારી અને લશ્કરના સેટેલાઇટ ચક્કર લગાવી રહ્યા હતા.
જિનિવા સ્થિત ઓરોરા જિયોસિગ્નલ ઇન્ટેલિજન્સના સ્થાપક નવાફ ઓબૈદે દાવો કર્યો છે કે અમને જે મળ્યું છે તે સેટેલાઇટની પ્રવૃત્તિઓ અને હુમલા વચ્ચે ૧૦૦ ટકા મેળ ખાય છે. આ પરિણામ દર્શાવે છે કે રશિયા ઇરાન અને હુથીઓની મદદ કરી રહ્યું છે, જેથી તે સાઉદી અરેબિયાના ક્રૂડ ઓઇલ અને લશ્કરી માળખાને નિશાન બનાવી શકે. આ હુમલાના લીધે વિશ્વસ્તરે ઉર્જાની કિંમત વધી ગઈ છે. ત્રણ અધિકારીઓએ જણાવ્યું હતું કે હુથીઓ અને ઇરાનના સહયોગીઓને રશિયાની જાસૂસી જાણકારી અને ચીનની ટેકનોલોજીનો ફાયદો મળ્યો છે. ઇરાનના સલાહકારોએ સ્થળ પર જ જાણકારીનું વિશ્લેષણ કર્યુ અને તેને સ્થળ પર પહોંચાડી.
સાઉદીના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ંઇરાન અને હુથીઓને રશિયા તથા ચીનના કેટલાક તત્વો પાસેથી જાસૂસી જાણકારી મળી છે. તેમા ક્યારેક-ક્યારેક કોમર્સિયલ તત્વ પણ હોય છે. અમે ચીન અને રશિયા સાથે નિયમિત રીતે વિવિધ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ અને આગળ પણ આમ કરવાનું જારી રાખીશું.