રશિયા-યુક્રેન યુધ્ધ વિરામ માટે સહમત આગામી મહિને શાંતિ મંત્રણા શરૂ થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પના પ્રયત્નો સફળ રહ્યા
- રશિયાના અને યુક્રેનના પ્રતિનિધિઓ રશિયન કબજા નીચેનાં યુક્રેનનાં શહેર ઓલેસ્કીમાં મળ્યા : ૨૭મીથી યુધ્ધ વિરામ : સ્વિત્ઝર્લેન્ડ કે અબુધાબીમાં નવે.ના પહેલા પખવાડીયે મંત્રણા
નવી દિલ્હી : રશિયા અને યુક્રેન યુધ્ધ વિરામ માટે સહમત થયા છે. રશિયન કબજા નીચેના યુક્રેનના શહેર ઓલેશ્કીમાં બંને દેશોના પ્રતિનિધિઓ મળ્યા હતા. સાથે નાગરિકોને સલામત સ્થળે લઇ જવા તથા તેઓને તમામ પ્રકારની માનવીય સહાય મળી રહે તે માટે તા. ૨૭મી ઓકટોબરથી યુધ્ધ વિરામ કરવા તેઓ સહમત થયા છે. આ સમજૂતી માટે અમેરિકાનાં ફર્સ્ટલેડી મેલાનિયા ટ્રમ્પે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળ્યું છે.
યુક્રેનના પ્રમુખ વોલોડોમીર ઝેલેન્સ્કીએ શુક્રવારે કહ્યું હતું કે, યુક્રેન, રશિયા અને અમેરિકાના વિષ્ટીકારો તે અંગે પણ સહમત થયા હતા કે, ટેકનિકલ લેવલની ટોક નવેમ્બરના પહેલા પખવાડીયામાં અબુધાબી કે સ્વિત્ઝર્લેન્ડમાં યોજવામાં આવશે.
ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, હું આશા રાખું છું કે, તે મંત્રણાઓ બંને દેશોના નેતાઓ વચ્ચે યોજાનારી મંત્રણા માટે માર્ગ ખુલ્લો કરશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના નેતૃત્વ નીચે ફેબુ્રઆરીમાં યોજાયેલી મંત્રણાનો પહેલો જ રાઉન્ડ કશી પણ પ્રગતિ સાધ્યા સિવાય જ પૂરો થયો હતો. કારણ કે રશિયાની સતત માગણી રહી હતી કે, કીવે સમગ્ર ડોન-બાસ વિસ્તાર રશિયાને સોંપી દેવો જોઈએ. તેમાં રશિયાએ કબજે કરેલા તથા હજી સુધી રશિયાના કબજા નીચે ન આવેલા વિસ્તારો પણ સમાવિષ્ટ થવા જોઈએ. રશિયાની આ માગણી યુક્રેને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, ડોન બાસનો જે વિસ્તાર તેના કબજા નીચે છે, તે વિસ્તાર તેઓ રશિયાને સોંપવા તૈયાર નથી.
ઓલેશ્કી નગર ફેબુ્રઆરી ૨૦૨૨ થી રશિયાના હાથમાં છે. પરંતુ ત્યાં માનવીય કટોકટી સર્જાઈ રહી છે. ખાધા-ખોરાકીની ભયંકર તંગી છે. રશિયાનાં કબજા નીચેનાં શહેર ઓલેશ્કીમાં તો ખાદ્યાન્ન કટોકટી અતિ ગંભીર બની છે. આ શહેર ખ્રેસન પાસેથી વહેતી નદી નીપ્રોનાં તટે વસેલું છે.
વ્હાઇટ હાઉસમાંથી પ્રસિધ્ધ થયેલું નિવેદન જણાવે છે કે, બંને દેશો ઓલેશ્કીમાં વચગાળાનો યુધ્ધ- વિરામ કરવા સહમત થયા છે. જેથી ત્યાં માનવીય સહાય પહોંચી શકે. સાથે નિશ્ચિત કરેલા સલામત માર્ગેથી નાગરિકો સલામત સ્થળે પહોંચી શકે.
રશિયન મિલીટરી ચીફ વેલેરી ગેરાસીવોએ કહ્યું હતું કે, રશિયન દળો, ઓકટોબર ૨૭ના દિવસના બપોરના ૪ વાગ્યાથી (સ્થાનિક સમય પ્રમાણે) (બપોરના ૧.૦૦ ગ્રીનીસ ટાઇમ), ફાયર બંધ કરી દેશે.આ સાથે યુક્રેનના ચીફ ઓફ જનરલ સ્ટાફે પણ કહ્યું હતું કે તે સમયે જ અમે પણ શસ્ત્ર વિરામ કરી દેશું જેથી ઓલેશ્કીના રહેવાસીઓને માનવીય સહાય સરળતાથી મળી શકે.
યુક્રેનના માનવ અધિકાર નેતા દીમીત્રો લુબીનેત્સે પત્રકારોને જણાવ્યું હતું કે, હવે જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમાં ઓલેશ્કી તરફ જતા માર્ગો ઉપરથી બારુદી-સુરંગો દૂર કરવાનું કાર્ય સૌથી પહેલા હાથ ધરાશે. વ્હાઈટ હાઉસ માને છે કે તે ૨૪૦૦૦ની વસ્તી ધરાવતા શહેરમાં અત્યારે ૧૭૦૦ થી ૨૦૦૦ લોકો રહ્યા હશે.
મુખ્ય વાત તે છે કે ઝેલેન્સ્કીએ અમેરિકાના વિષ્ટિકારો વિટકોફ અને જારેડ કુશનરને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે પશ્ચિમે કરારબદ્ધ રીતે યુક્રેનની સલામતીની ગેરેન્ટી આપવી જોઈએ અને આવતાં ૧૦ વર્ષ સુધી તેને લશ્કર માટે સહાય કરવી જોઈએ.
સ્ટારલિંક સીસ્ટીમ પર હજી સ્પીડ રીસ્ટ્રીકશન્સ છે. તેવી પણ યુક્રેની અધિકારીએ ફરિયાદ કરી હતી. જ્યારે ટ્રમ્પે કહ્યું હતું કે, સ્ટાર લિંક સેવા તો પૂરેપૂરી શરૂ થઇ ગઇ છે.
આવી નાની બાબતો એક તરફ રાખી કહી શકાય કે, આગામી મહિને શરૂ થનારી શાંતિ-મંત્રણા સફળ થવાની પૂરી આશા છે.




