Get The App

યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઈલ છોડી

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
Russia Massive Drone Missile Attack on Ukraine


Russia Massive Drone Missile Attack on Ukraine: 7 ફેબ્રુઆરી, 2026ના રોજ મોડી રાત્રે રશિયાએ યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર ભીષણ હવાઈ હુમલો કર્યો હતો. પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયાએ આ હુમલામાં 400થી વધુ ડ્રોન અને 40 મિસાઇલોનો ઉપયોગ કર્યો છે. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના પાવર ગ્રીડ, વીજ ઉત્પાદન કેન્દ્રો અને સબસ્ટેશનોને નુકસાન પહોંચાડીને દેશને અંધકારમાં ધકેલી દેવાનો હતો. આ ભીષણ હુમલાને કારણે યુક્રેન સરકારને તાત્કાલિક અસરથી સમગ્ર દેશમાં ઈમરજન્સી પાવર કટ(વીજ પુરવઠો બંધ) કરવાની ફરજ પડી છે.

રાજદ્વારી તક ગુમાવતું રશિયા: યુક્રેનનો ગંભીર આક્ષેપ

વોલોદિમિર ઝેલેન્સ્કીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જણાવ્યું હતું કે, રશિયા પાસે રાજદ્વારી રસ્તો પસંદ કરવાની તક હતી, પરંતુ તેણે ફરી એકવાર હિંસાનો માર્ગ પસંદ કર્યો છે.

જ્યાં પણ સુરક્ષાની સ્થિતિ અનુકૂળ છે, ત્યાં રશિયન હુમલાના સ્થળોએ બચાવ અને સમારકામની કામગીરી સતત ચાલી રહી છે. ગઈકાલ રાત્રે થયેલા આ હુમલામાં 400થી વધુ ડ્રોન અને લગભગ 40 અલગ-અલગ પ્રકારની મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રશિયાના મુખ્ય નિશાન પર યુક્રેનના એનર્જી ગ્રીડ, વીજ ઉત્પાદન મથકો અને વિતરણ સબસ્ટેશનો હતા.

હુમલાની વ્યાપક અસર: અનેક પ્રદેશોમાં ભારે નુકસાન

વોલિન, ઇવાનો-ફ્રેન્કિવસ્ક, લ્વીવ અને રિવને પ્રદેશોમાં મોટાપાયે નુકસાનના અહેવાલો છે. રિવનેમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગને પણ નુકસાન પહોંચ્યું છે, જ્યારે વિનિત્સિયા પ્રદેશના લેડીઝિનમાં ડ્રોન હુમલામાં એક એગ્રીકલ્ચરલ કોલેજની વહીવટી ઇમારતને નિશાન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત કિવ અને ખાર્કિવમાં પણ હુમલા થયા છે અને કેટલાક વિસ્તારોમાં હજુ પણ એર ડિફેન્સની કામગીરી ચાલુ છે.

આ પણ વાંચો: ટ્રમ્પે ઓબામા દંપતીને 'વાંદરા' બતાવ્યા બાદ પોસ્ટ ડિલીટ કરી પણ ભૂલ ન સ્વીકારી!

વૈશ્વિક અપીલ: 'રશિયાની હિંસા સામે અવાજ ઉઠાવો'

રશિયા પાસે દરરોજ સાચી મુત્સદ્દીગીરી કે વાતચીત પસંદ કરવાનો વિકલ્પ હોય છે, પરંતુ તે તેના બદલે નવા હુમલાઓ કરવાનું પસંદ કરે છે. જે લોકો ત્રિપક્ષીય વાટાઘાટોને સમર્થન આપે છે, તેઓ આ હુમલાઓ સામે અવાજ ઉઠાવે તે ખૂબ જ જરૂરી છે. યુક્રેન વિરુદ્ધ કડકડતી ઠંડીને હથિયાર તરીકે વાપરવાની મોસ્કોની આ શક્તિને આપણે ખતમ કરવી જ પડશે. આ માટે આપણને પેટ્રિયોટ(Patriot), નાસામ્સ(NASAMS) અને અન્ય સિસ્ટમો માટે મિસાઇલોની જરૂર છે. સાધન-સામગ્રીની દરેક ડિલિવરી આપણને આ શિયાળો સુરક્ષિત રીતે પસાર કરવામાં મદદ કરશે. હું એ તમામ ભાગીદાર દેશોનો આભાર માનું છું જેઓ આ પરિસ્થિતિને સમજે છે અને ખરા અર્થમાં અમને મદદ કરી રહ્યા છે.

યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઈલ છોડી 2 - image