રશિયાએ કીવ પર ખતરનાક હથિયારો વડે હુમલા શરૂ કર્યા, યુક્રેનની વળતા પ્રહારની ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia Ukraine War Kyiv Missile Attack July 2026: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. ગુરુવારે વહેલી સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કિવને નિશાન બનાવીને બેલિસ્ટિક મિસાઈલોથી મોટો હુમલો કર્યો છે. હુમલા દરમિયાન કિવ શહેર શક્તિશાળી વિસ્ફોટોના અવાજોથી ધણધણી ઉઠ્યું હતું. જ્યારે યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમ રશિયન મિસાઈલોને હવામાં જ તોડી પાડવા માટે સતત કાર્યરત જોવા મળી હતી. યુક્રેનની વાયુસેનાએ પાટનગર કિવ પર હજુ પણ વધુ મિસાઈલ હુમલા થવાની ચેતવણી જાહેર કરી છે અને નાગરિકોને સુરક્ષિત બંકરોમાં જ રહેવા માટે કડક અપીલ કરી છે. ચાલુ જુલાઈ મહિનામાં રશિયા તરફથી કિવ પર કરવામાં આવેલો આ 7મો મોટો અને ઘાતક હુમલો છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છે.
કિવના મેયરે નુકસાની અંગે આપી માહિતી
કિવના મેયર વિતાલી ક્લિટ્સ્કોએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, શહેરના પશ્ચિમી બહારના વિસ્તારમાં આવેલું એક મોટું ગોડાઉન આ મિસાઈલ હુમલાની ચપેટમાં આવી ગયું છે. બીજી તરફ, યુક્રેનિયન સેના દ્વારા તોડી પાડવામાં આવેલી રશિયન મિસાઈલોનો કાટમાળ ડ્નીપ્રો નદીના પૂર્વી કિનારે આવેલા રહેણાંક વિસ્તારોમાં પડ્યો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, રશિયાએ કિવ તરફ ઓછામાં ઓછી 8 બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી.
મિસાઈલ સાથે ઘાતક શાહેદ ડ્રોનનો પણ મારો
યુક્રેનની વાયુસેનાના જણાવ્યા અનુસાર, રશિયાએ માત્ર મિસાઈલો જ નહીં પરંતુ ઈરાન નિર્મિત ઘાતક શાહેદ ડ્રોન વડે પણ યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવ્યા છે. ઉત્તર-પૂર્વીય શહેર ખાર્કિવમાં પણ ડ્રોન હુમલા બાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત વિનિત્સિયા સહિત યુક્રેનના અન્ય કેટલાય પ્રાંતોમાં પણ એર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે અત્યંત ચોંકાવનારી વાત એ છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુક્રેનમાં સંરક્ષણ મંત્રી માયખાઈલો ફેદોરોવને પદ પરથી હટાવવાને કારણે મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. તેમના હટ્યાના ગણતરીના કલાકોમાં જ રશિયાએ આ મોટો પ્રહાર કર્યો છે.
જુલાઈ મહિનામાં રશિયાના હુમલાઓએ મચાવી ભારે તબાહી
14 જુલાઈ: મિસાઈલ અને ડ્રોન હુમલામાં 7 લોકોના મોત થયા હતા અને 78 લોકો ઘાયલ થયા હતા. રાજધાનીની એક સ્કૂલ અને ઈન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ સહિત 16 સ્થળોને ભારે નુકસાન થયું હતું.
6 જુલાઈ: રશિયન હુમલામાં કિવ અને આસપાસના વિસ્તારોમાં ઓછામાં ઓછા 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
2 જુલાઈ: રશિયાના ભીષણ હુમલામાં 30 થી વધુ લોકોના મોત અને 100 થી વધુ નાગરિકો ઘાયલ થયા હતા.









