રશિયાએ યુક્રેનના જીતેલા પ્રાંતમાં ચૂંટણી યોજી : 35 લાખનું મતદાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોસ્કો : રશિયાએ યુક્રેનના જીતેલા ચાર પ્રાંતમાં પહેલી જ વખત ચૂંટણી યોજી હતી. યુક્રેનમાં પર હુમલાના સાડા ચાર વર્ષ બાદ તેના જીતેલા પ્રાંતોમાં પહેલી વખત ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. યુક્રેને આ ચૂંટણીનો આકરો વિરોધ કરતાં આ ચૂંટણીમાં બંદૂકની અણીએ બેલેટ નંખાવાયા હોવાનો આક્ષેપ કર્યો છે. તેણે વિશ્વના બીજા દેશોને અપીલ કરી છે કે તે આ ચૂંટણીને કાયદેસરની માન્યતા ન આપે.
રશિયાએ આ ચૂંટણી ડોનેત્સ્ક, લુહાન્ત્સ્ક, ખેરસન અને ઝાપોરિજઝિયા પ્રાંતમાં ચૂંટણી યોજી છે. રશિયાએ સપ્ટેમ્બર ૨૦૨૨માં આ ચારેય પ્રાંતને તેની સાથે જોડી દીધા હતા. આમાના કેટલાક પ્રાંત પર હજી રશિયાનો સંપૂર્ણ કબ્જો નથી. બુધવારના ભાષણમાં પુતિને સ્ટેટ ડુમા માટે આ ચૂંટણી મહત્ત્વની ગણાવી હતી.
આ વિસ્તારના રહેવાસીઓનું રશિયા સાથે જોડાણ થયા પછી તે પહેલી વખત ડુમા સાથે મતદાન કરશે. ઉપરાંત ૨૦૧૪માં રશિયાએ તેની સાથે જોડેલા ક્રીમિયા માટે પણ વોટિંગ થયું હતું.
યુક્રેનના સત્તાવાળાઓએ આ વિસ્તારમાં થયેલા મતદાનને ગેરકાયદેસર ગણાવ્યું છે અને વિદેશી સરકારો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને વનંતી કરી છે કે તેને માન્યતા ન આપે. તેઓએ આ ચૂંટણીમાં ભાગ લેનારા યુક્રેનિયનોને ચેતવણી આપી છે કે તેઓ વાસ્તવમાં ફોજદારી કૃત્ય કરી રહ્યા છે. યુરોપીયન પંચના વડા ક્રિશ્ચન વિગેન્ડે જણાવ્યું હતું કે રશિયાના અંકુશવાળા યુક્રેનના પ્રાંતમાં આ પ્રકારનું મતદાન આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે. રશિયાની સેન્ટ્રલ ઇલેકટોરલ કમિટીએ જણાવ્યું હતું કે ૩,૮૦,૦૦૦થી પણ વધુ ચૂંટણી નિરીક્ષકોએ આ ચૂંટણી પ્રક્રિયા જોઈ હતી. આ ઉપરાંત કુલ ૧૩૩ દેશોમાંથી ૧,૧૨૬ આંતરરાષ્ટ્રીય ચૂંટણી નિરીક્ષકો અને ચૂંટણી નિષ્ણાતો હતા તથા ૧૩ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ હતા.
રશિયાના વિપક્ષ યાબ્લોકો પાર્ટીએ જણાવ્યું હતું કે તેના નિરીક્ષકોમાંથી એકની સેન્ટ પીટર્સબર્ગ પોલિંગ સ્ટેશને પોલીસે ધરપકડ કરી ત્યારે તે બેભાન થઈ ગયો હતો.
શુક્રવારે શરૂ થયેલી આ ચૂંટણી પ્રક્રિયાનો અંત રવિવારે આવશે. યાબ્લોકો રશિયાનો એકમાત્ર એવો રાજકીય પક્ષ છે જેણે યુક્રેન સાથેના યુદ્ધનો વિરોધ કર્યો હતો, જો કે તે પુતિન પર સીધા પ્રહાર કરવાથી બચતા રહે છે.




