- ઇરાન યુદ્ધમાં રશિયા, ચીન સક્રિય રહ્યાં છે ગુપ્ત રીતે
- આ યુદ્ધ વહેલામાં વહેલી તકે પૂરૂં થાય તેમ ચીન પણ ઇચ્છે છે કારણ કે આ યુદ્ધથી તેના ઊર્જા પૂરવઠા ઉપર સીધી અસર પડી રહી છે
નવી દિલ્હી : અમેરિકાનાં જાસૂસી તંત્રે જણાવ્યું હતું કે ચીન ઇરાનને આર્થિક સહાય કરશે. તેમજ મિસાઇલ્સના છૂટા ભાગો પણ પહોંચાડશે.
ઇરાન યુદ્ધ ઉપર સતત નજર રાખી રહેલા વિદ્વાનોને ટાંકતાં સીએનએને આ માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે મધ્યપૂર્વમાં અમેરિકાનાં લશ્કરી થાણાં ઉપરાંત અમેરિકાનાં યુદ્ધ જહાજો કઇ જગ્યાએ ઊભાં છે તે વિષે રશિયા ઇરાનને સતત જાસૂસી માહિતી આપ્યા જ કરે છે. ઇરાનનાં યુદ્ધ વિમાનો વિષે પણ અમેરિકા પાસે પાકી માહિતી છે. આ સાથે કેટલાંક સાધનો તેમ પણ જણાવે છે કે આ યુદ્ધ વહેલામાં વહેલી તકે બંધ થાય તેમ ચીન ઇચ્છે છે. કારણ કે આ યુદ્ધથી તેના ઊર્જા પૂરવઠા ઉપર સીધી અસર પડે છે.
જો કે અમેરિકાના સંરક્ષણ સચિવ પેટ હેગ સાથે આ અહેવાલોને નગણ્ય કહેતાં જણાવ્યું હતું કે રશિયા કે ચીન ઇરાન યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવતાં નથી. જો કે પેટ હેગરેથનાં આ વિધાનો અમેરિકાનાં સંરક્ષણ મંત્રાલયે અકળ મૌન સેવ્યું છે. તેવી જ રીતે અમેરિકાની બહુ ચર્ચિત અંતરરાષ્ટ્રીય જાસૂસી સેવા સીઆઈએ આ તબક્કે તો રશિયા કે ચીન દ્વારા ઇરાનને કશી મદદ પહોંચાડી હોય તેવી કોઈ માહિતી નથી.
રશિયાએ બંને પક્ષોને શાંતિ રાખવાનું એલાન કરતાં યુદ્ધ વહેલામાં વહેલી તકે બંધ કરવા કહ્યું છે. બીજી તરફ અમેરિકાનાં મધ્યપૂર્વ સ્થિત લશ્કરી થાણાં કે યુદ્ધ વિમાનો કે યુદ્ધ જહાજોનાં સ્થાન વિષે રશિયા ઇરાનને માહિતી આપી રહ્યું છે કે કેમ તેવા પ્રશ્નોનો અમેરિકા સ્થિત દૂતાવાસે કશો ઉત્તર આપ્યો ન હતો.


