World

11 યુક્રેનિયન ડ્રોન તોડી પડાયા પછી રશિયાએ તેનાં ચાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ કર્યાં

By GS TEAM
23 Feb 20262 mins read
11 યુક્રેનિયન ડ્રોન તોડી પડાયા પછી રશિયાએ તેનાં ચાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ કર્યાં

- રશિયાની વિવિધ એવીએશન એજન્સી રોઝાવિઆસ્તીઆએ જણાવ્યું છે કે ડોમોડેડોવો, વેનુકોવો, ઝુકોવસ્કી અને શેરેમેટિએવો એરપોર્ટ્સ બંધ કરાયાં છે

મોસ્કો : પાટનગર મોસ્કોમાં ચારેચાર આંતરરાષ્ટ્રીય વિમાન જાહેર સલામતીની દ્રષ્ટિએ બંધ કરવામાં આવ્યાં છે. યુક્રેન દ્વારા કરાયેલા ડ્રોન હુમલા પછી આ પગલું લેવામાં આવ્યું છે. તેમ રશિયન સિવિલ એવિએશન એજન્સી રોઝાવિઆસ્તીઆએ એક સત્તાવાર નિવેદન દ્વારા જણાવ્યું હતું. તે નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મોસ્કોનાં ચારેચાર આંતરરાષ્ટ્રીય વિમાન ગૃહો તત્કાળ અસરથી બંધ જાહેર કરાયાં છે. તે વિમાનગૃહોનાં નામ છે ડોમોડેડોઓ, વેનુકોઓ, ઝકોવસ્કી અને શેરેમેટીએવો ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ

આ માટે કારણ દર્શાવતાં ઉક્ત એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે મેયર સજીયે સોબીયાનીએ તેની સત્તાવાર મેક્ષ ચેનલ ઉપર જણાવ્યું હતું કે મોસ્કો તરફ આવી રહેલાં અનમેન્ડ એરિયલ ૧૧ વ્હીકલ મોસ્કો તરફ આવતાં રેડાર ઉપર જોવા મળતાં તેને તોડી પાડવામાં આવ્યાં હતાં.

૨૪ ફેબુ્રઆરીએ રશિયા યુક્રેન યુદ્ધની ચોથી એનીવર્સરી છે. માટે રશિયાના અધિકારીઓએ દાવો કર્યો હતો કે યુક્રેનનાં ડ્રોનો કેટલાયે વિસ્તારોને નિશાન બનાવ્યા છે. પાટનગર મોસ્કોને પણ નિશાન બનાવ્યું છે. જ્યારે રશિયા એ પણ ડ્રોન અને મિસાઈલ્સ હુમલા ચાલુ રાખ્યા છે.

રશિયાએ યુક્રેનનાં પાટનગર કિવ ઉપર જ મિસાઈલ હુમલા શરૂ કરી દીધા છે. અને રશિયન મિસાઈલ્સ કીવનાં ઉપનગરો ઉપર પણ ત્રાટક્યાં છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ રવિવારે રાત્રે ૨૯૭ ડ્રોન્સ અને ૫૦ મિસાઈલ્સથી હુમલો કર્યો હતો. પરંતુ તે પૈકી ૨૭૪ ડ્રોન્સ અને ૩૩ મિસાઈલ્સ તોડી પડાયાં હતાં કે નકામા કરી દેવામાં આવ્યા હતા.