World

કતારનાં દોહામાં અમેરિકા-ઇરાન મંત્રણાનો રાઉન્ડ સંપન્ન : હોર્મુઝ તથા ઇરાનની મિલ્કતો છૂટી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું

By GS Team
2 Jul 20263 mins read
TukuTouch Logo
ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા-ઇરાન વચ્ચે દોહામાં પરોક્ષ મંત્રણાનો રાઉન્ડ પૂર્ણ થયો. કતારના વિદેશ મંત્રાલય મુજબ, આ મંત્રણામાં હોર્મુઝ સમુદ્રધૂનિ અને ઇરાનની જપ્ત મિલકતો પર ચર્ચા થઈ, પરંતુ પરમાણુ કાર્યક્રમનો મુખ્ય મુદ્દો બાકી રહ્યો. 9 જુલાઈના આયાતોલ્લાહના અંતિમ સંસ્કાર બાદ ફરી મંત્રણા થવાની શક્યતા છે, જોકે કાયમી શાંતિની ખાતરી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

કતારનાં દોહામાં અમેરિકા-ઇરાન મંત્રણાનો રાઉન્ડ સંપન્ન : હોર્મુઝ તથા ઇરાનની મિલ્કતો છૂટી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું

ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે મંત્રણા બાકી છે
આ પરોક્ષ મંત્રણા પછીયે લાંબા ગાળાની શાંતિ સ્થપાશે તેવી કોઇ ખાતરી નથી : 9 મી જુલાઈના આયાતોલ્લાહના અંતિમ સંસ્કાર પછી ફરી મંત્રણા શરૂ થવાની શક્યતા

દોહા/દુબઈ/વર્જીનિયા બીચ : ઇરાન-અમેરિકા વચ્ચેની અપ્રત્યક્ષ ચર્ચાનો રાઉન્ડ સંપન્ન થયો પરંતુ બુધવારે મોડી સાંજ સુધી ચાલેલી આ મંત્રણામાં કાયમી શાંતિ માટેનો કોઈ માર્ગ શોધી શકાયો નથી. આ મંત્રણામાં મુખ્યત્વે હોર્મુઝ સમુદ્રધૂનિ તથા ઇરાનની જપ્ત કરાયેલી મિલ્કતો ઉપર જ બે દિવસ સુધી ચર્ચા ચાલી હતી. પરંતુ મુખ્ય બાબત ઇરાનનો પરમાણુ કાર્યક્રમ તે વિષે તો ચર્ચા હજી બાકી જ રહી છે.
હવે પછીની મંત્રણાનો રાઉન્ડ ઇરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારો પછી યોજાશે તેમ માનવામાં આવે છે. આ માહિતી કતારનાં વિદેશ મંત્રાલયે આપી હતી. કતારનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક્સ પોસ્ટ ઉપર જણાવ્યું હતું કે જુનમાં અટકેલી મંત્રણા પછી આ મંત્રણામાં સર્જનાત્મક પ્રગતિ થઈ છે. સ્વિત્ઝર્લેન્ડમાં યોજાયેલી આ મંત્રણા શિખર પરિષદ સમાન બની રહી હતી.
વોશિંગ્ટનમાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે બંને પક્ષે ઇરાનના પરમાણુ કાર્યક્રમની મર્યાદા વિષે હવે પછી મંત્રણા કરશે. વાસ્તવમાં ઇરાન સાથેનાં અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધનું આ મુખ્ય કારણ હતું. તેથી તો યુદ્ધ થયું. જો કે ઇરાનનાં ડી-ન્યુક્લિયરાઈઝેશન અંગે પણ મંત્રણા ચાલી રહી હતી. પરંતુ હવે પછી તેની ઉપર સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરી મંત્રણા થવાની છે. આ મંત્રણાથી માહિતગાર સાધનોએ જણાવ્યું હતું કે ભલે પ્રમુખ ટ્રમ્પ કહે કે ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે પણ ચર્ચા થઈ હતી. પરંતુ વાસ્તવિકતા તે છે કે તે વિષે ચર્ચા થઈ જ નથી.
જ્યારે અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી.વાન્સે પત્રકારોને કહ્યું હતું કે સહજ રીતે જ અમે પરમાણુ મુદ્દા અંગે ચિંતિત છીએ. અમે તે અંગે મંત્રણા (હવે પછી) કરીશું. કતારમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકન અને ઇરાની મંત્રણાકારોએ કતારી અને પાકિસ્તાની મધ્યસ્થીઓ સાથે અલગ અલગ મંત્રણા કરી હતી.
ટ્રમ્પના જમામૃ જાડેર કુશનેર અને અમેરિકાના વિશેષ રાજદૂત સ્ટીવ વિટકોફને વ્હાઈટ હાઉસે આ ઉચ્ચ સ્તરીય મંત્રણા માટે દોહા મોકલ્યા હતા. પરંતુ તેમણે સીધી રીતે આ મંત્રણામાં ભાગ લીધો ન હતો. તેમ એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ નામ ન જણાવવાની શરતે પત્રકારોએ કહ્યું હતું.
ઇરાનનાં પ્રતિનિધિમંડળના નેતા નાયબ વિદેશમંત્રી, કાઝેન, ધરીબાબાદીએ કહ્યું હતું કે મંત્રણા તો પૂરી થઈ છે પરંતુ બેમાંથી એક પણ પક્ષે ખાઈ ઉપરનો (મતભેદો વચ્ચેનો) પૂલ બાંધવા પ્રયત્ન પણ કર્યો ન હતો.
સમજૂતીના પહેલા તબક્કામાં અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેઈટ્સમાંથી જહાજો ફરી પસાર થવા દેવાની માગણી કરી હતી. બીજી તરફ દુનિયાના તેલ ભંડારોનો પાંચમો ભાગ જે સ્ટ્રેઈટ્સમાંથી પસાર થાય છે તેની ઉપરનો કાબુ છોડવા ઇરાન તૈયાર નથી. હજી પણ તે સ્ટ્રેઈટ્સમાંથી બહુ થોડો ટ્રાફિક ચાલે છે. કારણ કે સૌ કોઈને હુમલાની કે ફરી યુદ્ધ ફાટી નીકળવાની ભીતિ છે. આમ છતાં પ્રમુખ ટ્રમ્પ કહે છે કે અમે મંત્રણામાં ઘણી પ્રગતિ કરી છે.