World

ગાઝા-યોજના નહીં સ્વીકારાય તો લોહીની નદીઓ વહેશે : ટ્રમ્પે હમાસ, ઇઝરાયેલને ગંભીર ચેતવણી આપી

By GS TEAM
6 Oct 20252 mins read
ગાઝા-યોજના નહીં સ્વીકારાય તો લોહીની નદીઓ વહેશે : ટ્રમ્પે હમાસ, ઇઝરાયેલને ગંભીર ચેતવણી આપી

- ઇજિપ્તમાં સોમવારે સાંજે ઇઝરાયેલ-હમાસ મંત્રણા યોજાવાની છે : અમેરિકી પ્રમુખે કહ્યું : જલ્દી કરો નહીં તો વ્યાપક વિનાશ સર્જાઈ જશે

વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે, ઇઝરાયેલ અને હમાસને જલ્દીમાં જલ્દી, સમાધાન ઉપર આવવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, 'જલ્દી કરો, નહીં તો લોહીની નદીઓ વહેશે.' તેઓએ ગાઝામાં શાંતિ સ્થાપવા રજૂ કરેલી યોજના વહેલામાં વહેલી તકે અમલી કરવાનો બંને પક્ષોને અનુરોધ કરતાં કહ્યું કે, 'જલ્દી કરો, નહીં તો લોહીની નદીઓ વહેશે.'

ઇઝરાયેલ-હમાસ આજે (સોમવારે) સાંજે ઇજીપ્તમાં શાંતિ મંત્રણા માટે મળવાના છે, તે પૂર્વે અમેરિકાના પ્રમુખે બંને પક્ષોને ચેતવણી આપતા આ પ્રમાણે કહ્યું હતું.

તેઓએ કહ્યું કે, 'આ માટે પહેલો તબક્કો તો આ સપ્તાહે પૂરો થઈ જશે. તેમ મને કહેવામાં આવ્યું છે. તેથી હું દરેકને જલ્દીમાં જલ્દી સક્રિય બનવા જણાવી રહ્યો છું. હું આ સૈકાઓથી ચાલી રહેલા સંઘર્ષ ઉપર સતત નજર રાખી રહ્યો છું. તેથી સમય સમય જ તેનો અર્ક છે. નહીં તો લોહીની નદીઓ જ વહેશે, જે બને તેમ કોઈ ઇચ્છતું નથી. તેમ ડૉનાલ્ડ ટ્રમ્પે તેઓના ટ્રુથ સોશ્યલ ઉપર લખ્યું.

એક રીપબ્લિકન નેતાએ જણાવ્યું હતું કે (ટ્રમ્પની) ગાઝા-શાંતિ યોજના અંગે હમાસ અને અન્ય દેશો સાથે થયેલી પૂર્વ મંત્રણામાં રચનાત્મક પ્રતિભાઓ મળ્યા હતા. તેમાં આરબ અને મુસ્લિમ દેશો પણ સમાવિષ્ટ હતા. આ સપ્તાહના અંતે (હમાસ) બંધકોને છોડવાના છે તે સાથે ગાઝા યુદ્ધ સમાપ્ત થશે. પરંતુ તેથી એ વધુ મહત્વની વાત તો, મધ્યપૂર્વમાં કાયમી શાંતિ જાળવવાની છે. જો આ શાંતિ યોજના સ્વીકારાશે અને તે યોજના સફળ થશે તો ઇજીપ્તમાં ટેકનીકલ ટીમ્સ સોમવારે જ મળશે, અને આખરી વિગતો સ્પષ્ટ કરી દેશે.

રિપબ્લીકન નેતાએ આગળ જણાવ્યું હતું કે 'ગાઝા શાંતિ યોજના'ના પહેલા તબક્કામાં તો અપહૃતોની મુક્તિ હશે.

ઉલ્લેખનીય છે કે હમાસે શુક્રવારે જ ટ્રમ્પની ગાઝા-શાંતિ-યોજનાના કેટલાક ભાગ સ્વીકાર્યા હતા. જેમાં યુદ્ધ બંધ કરવા, ઇઝરાયેલને પાછા હટવા, બંધકોને મુક્ત કરવા અંગેની વિગતો સમાવિષ્ટ છે.

આ સાથે ગાઝા-પટ્ટીમાં તત્કાળ સહાય મોકલવાની અને તેનાં પુન:નિર્માણની બાબતો સમાવિષ્ટ છે.

હમાસે તો આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે અને ઇઝરાયેલે આગામી દિવસોમાં દરેક અપહૃત બંધકોને મુક્ત કરવામાં આવશે.

તેઓએ ઇઝરાયેલી નાગરિકોને પાઠવેલા વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે 'મારા ભાઈઓ, બહેનો અને ઇઝરાયેલના નાગરિકો આપણે એક મહાન સિદ્ધિની કગાર ઉપર પહોંચ્યા છીએ. જોકે હજી તે આખરી નથી, અમે સલુકાઈપૂર્વક આગળ વધીએ છીએ. સાથે આશા છે કે આપણા તહેવાર દરમિયાન જ હું જીવંત કે મૃત તેવા તમામ બંધકોની મુક્તિની જાહેરાત કરી શકીશ. આ સાથે તે પણ જણાવું છું કે ઇઝરાયેલ સેના તો ગાઝા-પટ્ટીમાં રહેશે જ.' તેઓએ આ મેસેજ હીબુ્ર ભાષામાં પાઠવ્યો હતો. આ સાથે તેઓએ હમાસને નિ:શસ્ત્ર કરવા શપથ પણ લીધા હતા.