Get The App

ટ્રેડ ડીલમાં છાનામાના અમેરિકાએ કર્યો મહત્ત્વપૂર્ણ સુધારો, ભારત માટે આવ્યા 'બિગ ગુડ ન્યૂઝ'

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
India-US Trade Deal


India-US Trade Deal Factsheet : ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડીલને લઈને જાહેરાત કર્યા બાદ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર અમેરિકન રાષ્ટ્રપ્રમુખે સાઈન કરી લીધી છે. જ્યારે આ મામલે જાહેર કરાયેલી ફેક્ટશીટમાં છાનામાના અમેરિકાએ એક દિવસ પહેલા મહત્ત્વપૂર્ણ સુધારા કર્યા છે, જે ભારત માટે ગુડ ન્યૂઝ સાબિત થશે. સૌથી મોટો મુદ્દો એ છે કે, આ ડીલ હેઠળ ભારત દ્વારા 500 અબજ ડોલરના મૂલ્યના યુએસ માલની ખરીદીને પ્રતિબદ્ધતાથી બદલીને ઇરાદા અથવા યોજનામાં ફેરવવામાં આવી છે. મતલબ કે, તે બંધનકર્તા નથી.

ટ્રેડ ડીલમાં છાનામાના અમેરિકાએ કર્યો મહત્ત્વપૂર્ણ સુધારો

વ્હાઈટ હાઉસ દ્વારા ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફેક્ટશીટ જાહેર કર્યાના એક દિવસ પછી ડીલની શરતો અને શબ્દોમાં સુધારો કર્યો છે. જેમાં ભારત દ્વારા 500 અજ અમેરિકન ડોલરથી વધુના કિંમતના યુએસ ઉત્પાદનો ખરીદવાની શરત પહેલા 'પ્રતિબદ્ધ' તરીકે વર્ણવવામાં આવી હતી, પરંતુ હવે આ શબ્દ બદલીને 'ખરીદી કરવાનો હેતુ'માં કરવામાં આવ્યો છે, જેના કારણે આ ડીલ ભારત માટે વધુ રાહતકારક છે.

અગાઉ જાહેર કરાયેલી ફેક્ટશીટમાં શું હતું?

ઉલ્લેખનીય છે કે, ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું માળખું જાહેર કર્યા પછી, વ્હાઇટ હાઉસે મંગળવારે એક ફેક્ટશીટ બહાર પાડી હતી. જેમાં ટ્રેડ ડીલની મુખ્ય શરતો પ્રકાશિત કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, ભારત તમામ યુએસ ઔદ્યોગિક માલ અને યુએસ ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની બહોળી રેન્જ પરના ટેરિફને દૂર કરશે અથવા ઘટાડશે.

આ સાથે તેમાં કહેવામાં આવ્યું કે, ભારતે અમેરિકન પ્રોડક્ટ્સ ખરીદવા અને 500 અબજ ડોલરથી વધુ અમેરિકન ઉર્જા, આઈટી, કૃષિ, કોલસો સહિતના અન્ય ઉત્પાદનો ખરીદવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે. આમ હવે આ શરતને બદલવામાં આવી છે. 

આ પણ વાંચો: કેનેડામાં સ્કૂલમાં નાના ભૂલકાંઓ પર અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત, હુમલાખોર પણ ઠાર

કેટલીક વસ્તુઓ લિસ્ટથી બહાર કરાઈ

યુએસ વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ, અમેરિકાએ વધુ એક મોટો સુધારો કર્યો છે જે ભારત માટે રાહત સમાન છે. જેમાં ડીલ હેઠળ લાગુ પ્રોડક્ટ્સ કેટેગરીમાંથી કૃષિ શબ્દેને હટાવાયો છે. જ્યારે કેટલીક વસ્તુઓમાં કઠોળનો પણ સમાવેશ થાય છે, જેને 'ટ્રાફિક કટ' લિસ્ટ માંથી દૂર કરી દેવાયા છે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફેક્ટશીટના પહેલાના સંસ્કરણમાં જણાવાયું હતું કે, ભારત તમામ યુએસ ઔદ્યોગિક માલ અને યુએસ ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની બહોળી રેન્જ પરના ટેરિફને દૂર કરશે અથવા ઘટાડશે. જેમાં સૂકા ડિસ્ટિલર્સના અનાજ(DDG), લાલ જુવાર, બદામ, તાજા અને પ્રોસેસ્ડ ફળો, ચોક્કસ કઠોળ, સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટ અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ભારતીયોને મોટો ઝટકો આપવાની અમેરિકાની તૈયારી, H-1B વિઝા પ્રોગ્રામ બંધ કરવા બિલ રજૂ

નવી અને સુધારેલી ફેક્ટશીટમાં બીજો એક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરાયો છે, જેમાં પહેલાની જેમ કહેવામાં આવ્યું નથી કે, ભારત તેનો ડિજિટલ સર્વિસ ટેક્સ નાબૂદ કરશે. જોકે, આની જગ્યાએ જેમાં જણાવાયું છે કે ભારત મજબૂત દ્વિપક્ષીય ડિજિટલ ટ્રેડ નિયમોના સમૂહ પર વાટાઘાટો કરવા માટે પ્રતિબદ્ધ છે. જ્યારે અગાઉના સંસ્કરણમાં કહેવામાં આવ્યું હતું કે,ભારત તેનો ડિજિટલ સર્વિસ ટેક્સ નાબૂદ કરશે.