World

ઇટાલીમાં 80 કરોડનાં દુર્લભ ચિત્રોની ચોરી, ગાર્ડઝ અને એલાર્મ છતાં ચોરો સિફતથી ચિત્રો ઉઠાવી ગયા

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
ઇટાલીમાં ચોરોએ ફિલ્મી ઢબે 800 કરોડના ઐતિહાસિક ચિત્રોની ચોરી કરી છે. મેસિના શહેરના મ્યુઝિયમમાંથી એન્તોનેલો દ' મેસીનાના 1473ના 'સાન ગ્રેગોરિયો પોલીપ્ટિક'ના ત્રણ અને 'પિએટા'નું એક ચિત્ર ચોરાયા. સિક્યોરિટી ગાર્ડ્સ અને એલાર્મ સિસ્ટમને થાપ આપી, તહેવારની ભીડનો લાભ ઉઠાવી ચોરો ફરાર થયા. આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવા મુશ્કેલ હોવા છતાં આ ઘટના ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇટાલીમાં 80 કરોડનાં દુર્લભ ચિત્રોની ચોરી, ગાર્ડઝ અને એલાર્મ છતાં ચોરો સિફતથી ચિત્રો ઉઠાવી ગયા
  • 1473ના 'સાન ગ્રેગોરિયો પોલીપ્ટિક'નાં તમામ પાંચ પેઇન્ટિંગ્સ તેની ફ્રેમમાંથી કાઢી લેવાયાં પરંતુ નાસતા સમયે બે પેઇન્ટિંગ્સ દિવાલ પાછળ મૂકી દીધા

રોમ : ઇટાલીમાં ચોરોએ એક બહુ મોટુ કાંડ કરી નાખ્યું છે. એકદમ ફિલ્મી ઢબે મની-હીટસ જેવી ચોરી કરી છે. એલાર્મ અને સિક્યોરીટી ગાર્ડઝને પણ થાપ આપી ૮૦૦ કરોડનો ચૂનો લગાડી દીધો છે.
સીસીવીનાં મેસિના શહેરનાં એક મ્યુઝિયમમાંથી ખ્યાતનામ ચિત્રકાર એન્તોનેલો દ' મેસીનાના ચાર બહુમૂલ્ય ચિત્રો ચોરાઈ ગયા છે. ચોરી તે સમયે થઇ હતી કે જયારે શહેરમાં પરંપારિક તહેવાર ઉજવવા મોટી સંખ્યામાં લોકો સડકો ઉપર નાચ-ગાન કરી રહ્યા હતા. વાજિંત્રો વાગતા હતાં.
ઇટાલીના સાંસ્કૃતિક અધિકારીઓ અને મિડીયાએ રવિવારે પત્રકારોને આ માહિતી આપી હતી. આ ચોરી શનિવારે સાંજે થઇ હતી. ચોરોએ મ્યુઝિયમમાં એલાર્મ તથા સુરક્ષા ગાર્ડઝને પણ થાપ આપી હતી. તેઓ ૧૪૭૩ ઇ.સ.માં રચાયેલા સૈન ગ્રેગોરિયો પોલિપ્ટિકનાં બચી ગયેલા પાંચ પેઇન્ટિંગ્સમાંથી ત્રણ ચોરી ગયા. તે ઉપરાંત પિએટા નામક એક એવું પેન્ટિંગ ચોરી ગયા હતા કે જેમાં પવિત્ર માતા વર્જિન મેરી પોતાના પુત્ર ઇસા મસીહને પોતાના ખોળામાં લઇ બેઠેલા દેખાય છે. આ માહિતી ન્યૂઝ એજન્સી લા પ્રેસ દ્વારા આપવામાં આવી હતી.
વાસ્તવમાં આ ચિત્રો એક સુરક્ષિત ડિસ્પ્લે બોક્સમાં રાખવામાં આવ્યા હતા. ચોરોએ તે ચોરી લીધા.
મ્યુઝિયમના કયુરેટર મારીસા મર્ક્યુરીઓએ કહ્યું કે ચોરી આશરે રાત્રે ૧૦ વાગે થઇ હશે કે તે પહેલા થોડા સમયે થઇ હશે. ત્યારે એલાર્મ સિસ્ટીમ પણ સક્રિય હતી, ગાર્ડઝ પણ હાજર હતા. છતાં ચોરાઇ ગયા તે આશ્ચર્યજનક છે. જોકે તેમણે તેમ પણ કહ્યું કે તે વેચવા સરળ નથી કારણ કે તે પેઇન્ટિંગ્સ તો જગવિખ્યાત છે. સૌ કોઇ જાણે છે. તે વેચવા જાય તો તુર્ત જ પકડાઇ જાય.
તે જે હોય તે અત્યારે તો તે અલભ્ય ચિત્રો ચોરાઇ ગયા છે તે ઘણું દુ:ખદ છે.