Get The App

મહારાણી ગાયત્રી દેવીના ઐતિહાસિક ખગોળીય કમ્પ્યુટરની યુકેમાં હરાજી થશે

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
મહારાણી ગાયત્રી દેવીના ઐતિહાસિક ખગોળીય કમ્પ્યુટરની યુકેમાં હરાજી થશે 1 - image

- નક્ષત્ર યંત્ર જહાંગીરના સમયકાળમાં બનાવાયું હતું

- હરાજીમાં 17મી સદીના નક્ષત્ર યંત્રના 15 થી 25 લાખ પાઉન્ડ ઉપજવાની આશા

નવી દિલ્હી : જયપુરના મહારાણી ગાયત્રી દેવાના કલેકશનના હિસ્સો બનેલા ૧૭મી સદીના કાંસાના નક્ષત્રયંત્રની આગામી સપ્તાહે સોથબી દ્વારા લંડનમાં હરાજી થશે. આ યંત્રને ૧૭મી સદીનું ખગોળીય કોમ્પ્યુટર પણ માનવામાં આવે છે. આ હરાજીમાં નક્ષત્રયંત્રના લાખો પાઉન્ડ ઉપજે તેમ માનવામાં આવે છે.  ઇસ્લામિક આર્ટનો આ અદભુત નમૂનો મનાતું આ નક્ષત્રયંત્ર લીલામીમાં કેન્દ્રસ્થાને રહેશે. 

સપ્તાહના અંતે થનારી હરાજીમાં તેના કમસેકમ ૧૫થી ૨૫ લાખ પાઉન્ડ આવે તેમ મનાય છે. આ નક્ષત્રયંત્રને ૧૬૧૨માં લાહોરમાં મુઘલ સામ્રાજ્યના બે ભાઈઓ બનાવ્યું હોવાનું માનવામાં આવે છે. આ જટિલ સાધન મહારાજા સવાઈ માનસિંહ બીજા અને તેમના વારસદાર તથા જયપુરના રાજમાતા ગાયત્રી દેવીના કલેકશનનો હિસ્સો હતું. તેના પછી તે પ્રાઇવેટ કલેકશનનો હિસ્સો બન્યું હતું.

હરાજીની નોંધમાં જણાવાયું હતું કે આનો પ્રારંભ અકા અફઝલથી થાય છે, તે મુઘલ બાદશાહ જહાંગીરના શાસનકાળમાં લાહોરનું વહીવટીતંત્ર સંભાળતો હતો અને આ નક્ષત્રયંત્ર તેના હોદ્દાને અનુરુપ હતુ અને શોભતુ હતુ. 

આ એવું અદભુત પ્રાચીન નક્ષત્રયંત્ર છે, જેની કારીગરી અસાધારણ છે. તેમા  ૯૪ શહેરાના  અક્ષાંસ અને રેખાંશ, ફૂલની વેલની ડિઝાઇનની જેમ જોડાયેલા ૩૮ સ્ટાર પોઇન્ટર અને  પાંચ અત્યંત બારીકાઈથી બનાવાયેલી પ્લેટ અને એકદમ ઝીણી ડિગ્રીઓ (અંશ) રેખાંકિત કરેલા છે. 

આ નક્ષત્રયંત્રમાં તારાઓના પર્સિયન ભાષામાં અને સંસ્કૃત ભાષામાં દેવનાગરીલીપીમાં નામ પ્લેટ પર લખવામાં આવ્યા છે. તેમા મક્કા, બીજાપુર, અજમેર, કાસ્મીર અને લાહોરના સ્થળો દર્શાવાયા છે. કાંસાના આ પ્રાચીન ઉપપકરણનો ઉપયોગ સમય, તારાના નકશા, સૂર્યની સ્થિતિની ગણતરી કરવા, મક્કાની દિશા શોધવા અને દિશાશોધન માટે કરવામાં આવતો હતો. તાજેતરમાં પૂરા થયેલા આર્ટેમિસ ટુ સ્પેસ મિશન પછી ખગોળીય ઉપકરણો પર બધાની નજર પડી છે ત્યારે તેનો સારામાં સારો ભાાવ બોલાય તેમ માનવામાં આવે છે. આ યંત્ર કલા અને વિજ્ઞાાનનો ઉત્તમ નમૂનો છે. 

આ નક્ષત્રયંત્રને લાહોર સ્કૂલ નામની જાણતી ખગોળ લેબમાં બનાવવામાં આવ્યુ હતુ. આ કલા એક જ કુટુંબ પાસે હતી અને તે પિતા દ્વારા પુત્રોે ચાર પેઢીઓ સુધી આપવામાં ાવી હતી. આમાના બે ભાઈ કઈમ મુહમ્મદ અને મુહ્મદ મુકિમે આ યંત્ર બનાવ્યું હતું. તેઓ આ સ્કૂલના અત્યંત સન્માનનીય અને સુપ્રસિદ્ધ કારીગર હતા. તેઓ જીવ્યા ત્યાં સુધી ઘણા બધા નક્ષત્રયંત્ર બનાવ્યા, પરંતુ બંનેએ ભેગા મળીને બનાવ્યું હોય તેવું આ એકમાત્ર સાધન હતુ. બંનેએ બનાવેલી બીજું નક્ષત્રયંત્ર ઇરાકના નેશનલ મ્યુઝિયમમમાં છે. તેનો વ્યાસ ૧૨ સેન્ટિમીટર છે. આમા હરાજીમાં અન્ય બીજી મહત્ત્વની હરાજી જહાંગીરના પેઇન્ટિંગની છે અને તેના દોઢથી બે લાખ પાઉન્ડ મળશે તેમ મનાય છે અને ભારતના ૧૯મી સદીના પેઇન્ટિંગના ૮૦ હજાર પાઉન્ડ મળે તેમ મનાય છે.