Get The App

'ભારત-ચીન સ્વાભિમાની દેશ, ટ્રમ્પનો ટેરિફ નિષ્ફળ રહેશે', પુતિને US-યુરોપ પર કર્યા પ્રહાર

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
'ભારત-ચીન સ્વાભિમાની દેશ, ટ્રમ્પનો ટેરિફ નિષ્ફળ રહેશે', પુતિને US-યુરોપ પર કર્યા પ્રહાર 1 - image
Image Source: IANS

Russia Issues Blunt Warning to Trump: રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ગુરૂવારે યુરોપિયન નેતા પર આકરા પ્રહાર કર્યા અને આરોપ લગાવ્યો કે તેઓ 'યુદ્ધનો ઉન્માદ' ફેલાવી રહ્યા છે અને NATO પર રશિયાના આક્રમણની ખોટી આશંકાઓ બનાવી રહ્યા છે. તેમણે તેને 'હવામાંથી નિકળેલી બકવાસ' ગણાવ્યો અને ચેતવણી આપી કે કોઈ પણ ઉકસાવા પર રશિયાની પ્રતિક્રિયા આકરી અને નિર્ણાયક હશે. આ દરમિયાન પુતિને કહ્યું કે, 'ભારત પર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તરફથી લગાવવામાં આવેલા ટેરિફ નિષ્ફળ જશે. સાથે જ કહ્યું કે, ભારત અને ચીન એવા દેશ છે, જે સ્વાભિમાની છે.'

પુતિને સ્પષ્ટ કહ્યું કે, 'રશિયાના અમેરિકન નેતૃત્વ વાળા NATO પર હુમલો કરવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ જો યુરોપે ઉકસાવ્યા તો જવાબ નિશ્ચિત અને કઠોર હશે. અમે 2 વખત NATOમાં સામેલ થવાનો પ્રયાસ કર્યા, પરંતુ અમે ઠુકરાવી દીધો. તેમણે જર્મની સેનાને ફરીથી યુરોપની સૌથી શક્તિશાળી સેના બનાવવાની હાલની ચર્ચાઓનો હવાલો આપતા કહ્યું કે, રશિયા યુરોપના વધતા સૈન્યકરણ પર આકરી નજર રાખી રહ્યા છે.'

પુતિને કહ્યું કે, 'રશિયા પોતાની સુરક્ષા અને સંપ્રભુતાથી નહીં કરે અને જો યુરોપ ઉકસાવશે તો રશિયાની પ્રતિક્રિયા ખૂબ જ આકરી અને પ્રભાવી હશે. અમે યુરોપના વધતા સૈન્યકરણને નજરઅંદાજ નથી કરવા ઈચ્છતા. આ અમારી સુરક્ષાનો સવાલ છે. જર્મનીમાં કહેવાય રહ્યું છે કે તેની સેનાને ફરીથી યુરોપની સૌથી શક્તિશાળી સેના બનાવાશે. અમે ધ્યાન આપી રહ્યા છીએ અને સાંભળી રહ્યા છીએ. યાદ રહે કે રશિયા પોતાની પ્રતિક્રિયામાં મોડું નહીં કરે અને આ ખુબ જ પ્રભાવી હશે.'

આ પણ વાંચો: ઇલોન મસ્કની સંપત્તિ 500 બિલિયન ડૉલર્સ પહોંચી : ટૂંક સમયમાં જ ટ્રિલિયન થઈ જશે

'અમને ઉકસાવ્યા તો જડબાતોડ જવાબ મળશે'

સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર, રશિયાના રાષ્ટ્રપ્રમુખએ કહ્યું કે, 'જો કોઈ અમને સૈન્ય સ્તરે ટકરાવાનો પ્રયાસ કરશે તો તે કરી શકે છે, પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે-જ્યારે રશિયાની સુરક્ષા, નાગરિકોની શાંતિ, અમારી સંપ્રભુતા અને અસ્તિત્વને ખતરો પેદા થયો છે, ત્યારે અમે તુરંત જડબાતોડ જવાબ આપ્યો છે. અમને ઉકસાવવાની જરૂર નથી, એવું ક્યારેય નથી થયું કે ઉકસાવનારા માટે તેનો અંત ખરાબ ન હોય. રશિયાએ ક્યારે સૈન્ય ટકરાવની પહેલ નથી કરી, પરંતુ અમને નબળાઈ ન બતાવવામાં આવે. નબળાઈ બીજાને પ્રોત્સાહન આપે છે કે રશિયા પર પ્રેશર લાવીને સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. આ ક્યારેય સંભવ નહીં બને.'

પુતિનના પશ્ચિમ દેશો પર આકરા પ્રહાર

રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિને પશ્ચિમી દેશો પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, 'પશ્ચિમ વારંવાર રશિયાને કાલ્પનિક દુશ્મન માને છે અને યુરોપને પોતાના જ હિતો વિરુદ્ધ નીતિઓ અપનાવવા મજબૂર કરે છે. યુરોપના લોકો સમજી નથી શકતા કે રશિયા એટલો મોટો ખતરો કેવી રીતે હોય કે તેને પોતાની કમરકસવી પડે અને પોતાની હિતોની બલી આપવી પડે, પરંતુ યુરોપિયન નેતા સતત હિસ્ટીરિયા ફેલાવવા જઈ રહ્યા છે. તેઓ વારંવાર કહે છે કે, રશિયા સાથે યુદ્ધ થવાનું છે. શું તેમને આ વાત પર ખુદ પણ ભરોસો છે? શું રશિયા NATO પર હુમલો કરવાનું છે? આ સંપૂર્ણ રીતે અસંભવ છે. અથવા તો આ લોકો અયોગ્ય છે, અથવા તો જાણીજોઈને ખોટું બોલી રહ્યા છે જેથી પોતાના નાગરિકોને ગુમરાહ કરી શકે. હું યુરોપને કહેવા ઈચ્છું છું કે શાંત થઈ જાઓ, આરામથી રહો અને પોતાની સમસ્યાઓ પર ધ્યાન આપો.'

આ પણ વાંચો: ટ્રમ્પને 'દુર્લભ ખજાનો' દર્શાવતા અસીમ મુનીરને 'ગજબનો સેલ્સમેન' કહી તેની ઠેકડી ઉડાડવામાં આવી

Tags :