Get The App

ટ્રમ્પને 'દુર્લભ ખજાનો' દર્શાવતા અસીમ મુનીરને 'ગજબનો સેલ્સમેન' કહી તેની ઠેકડી ઉડાડવામાં આવી

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પને 'દુર્લભ ખજાનો' દર્શાવતા અસીમ મુનીરને 'ગજબનો સેલ્સમેન' કહી તેની ઠેકડી ઉડાડવામાં આવી 1 - image

- ટ્રમ્પને 'રેર અર્થસ' દર્શાવતા મુનીરનો ફોટો વાયરલ થયો છે

- ખૈબર પખ્તુનવાના સાંસદ એમ.વી. વલીખાને મુનીરની ઠેકડી ઉડાડયા પછી પૂછ્યું : 'કયા આધારે, કઈ સત્તા નીચે, કયા કાનૂન પ્રમાણે તેણે આ દુષ્કૃત્ય કર્યું છે ?'

ઇસ્લામાબાદ : અહીં મળેલી સમવાય તંત્રી સંસદની બેઠકમાં ખૈબર પખ્તુનવાના સાંસદ એમ.વી. વલી ખાને મુનીરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પાકિસ્તાનમાં પ્રાપ્ત થતા દુર્લભ ખનિજ દર્શાવતી તસ્વીર ઉપરથી ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની ભારે ઠેકડી ઉડાડતા કહ્યું હતું કે, 'તેઓ જ્યારે ટ્રમ્પને રેર- અર્થસ દર્શાવી રહ્યા હતા ત્યારે પ્રમુખ ટ્રમ્પ જરા નીચા નમી તે લાલ પીળા પથ્થરો ઝીણવટપૂર્વક જોઈ રહ્યા હતા અને વડાપ્રધાન શહબાઝ શરીફ આ નાટકના મેનેજર હોય તેમ તે સમગ્ર ઘટના જોઈ રહ્યા હતા.

સેનેટર એમ.વી. વલી ખાને કહ્યું હતું કે, 'મુનીર બ્રીફ કેસમાં આ દુર્લભ ખનિજો લઈ ગયા હતા અને ટ્રમ્પને દેખાડતા હતા ત્યારે તેઓ એક ગજબનાક સેલ્સમેન જેવા લાગતા હતા તે ફોટો ઉપરથી જોઈ શકાય છે તેટલું જ નહીં પરંતુ તેમની બાજુમાં ઉભેલા શરીફ કોઈ સ્ટોર મેનેજર હોય તેમ તે ઘટના ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હતા.'

ખૈબર પખ્તુનવાના આ સેનેટરે જ્યારે આમ કહ્યું ત્યારે સેનેટમાં હાસ્યનું મોજું ફેલાઈ રહ્યું.

આ હાસ્યનું મોજું શમ્યા પછી 'ખુલ્લી તલવારે' મુનીર અને શરીફ ઉપર તૂટી પડતા હોય તેમ એમ.વી. વલી ખાને આક્રમક બની કહ્યું કે, 'કઈ સત્તા નીચે, કયા અધિકાર કે કયા કાનુન પ્રમાણે આ કૃત્ય મુનીરે કર્યું તે જણાવો તેમને આમ કરવાનો અધિકાર કોણે આપ્યો છે ?' તેઓએ સંસદની મંજૂરી પણ તે માટે લીધી ન હતી.

આ સાથે ફરી કટાક્ષ કરતા તેઓએ કહ્યું : 'પાકિસ્તાનના લશ્કરી વડા હાથમાં બ્રિફકેસ લઈને તેમાં રહેલા લાલ, પીળા, ખનીજના ટુકડાઓ લઈ દુનિયામાં ઘૂમતા રહે તે કેટલું શરમજનક છે ? મને કહેતા દુ:ખ થાય છે કે દુનિયામાં કોઈએ ક્યાંય આવું જોયું છે ? આ લોકશાહી નથી, સરમુખત્યારશાહી છે આ શું સંસદની અવમાનના નથી ? આ સમયે સંસદની પાટલીઓ પર હાથ પછાડી સૌ કોઈ મોટા ભાગના સેનેટર્સે ખાનને વધાવી લીધા હતા. સરકાર પક્ષની પાટલીઓ પર બેઠેલાઓના મુખ ઉપર ભોંઠપ દેખાતી હતી.

Tags :