Get The App

ઇલોન મસ્કની સંપત્તિ 500 બિલિયન ડૉલર્સ પહોંચી : ટૂંક સમયમાં જ ટ્રિલિયન થઈ જશે

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
ઇલોન મસ્કની સંપત્તિ 500 બિલિયન ડૉલર્સ પહોંચી : ટૂંક સમયમાં જ ટ્રિલિયન થઈ જશે 1 - image

- મસ્ક વિશ્વના સૌથી પહેલા ટ્રિલિયનર બનશે

- 'ફોર્બ્સ'ના રીયલ ટાઇમ બિલિયનર્સની યાદી જણાવે છે કે, પ્રમુખ ટ્રમ્પના પૂર્વ સલાહકાર મસ્ક 500.1 બિલિયનની સંપત્તિ સાથે વિશ્વમાં સૌથી શ્રીમંત છે

ન્યૂયોર્ક : વિશ્વના સૌથી પહેલા 'હાફ ટ્રિલિયનર' એલન મસ્કની સંપત્તિ ટેસ્લા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના સ્ટાર્ટઅપ, ઠ-છૈં અને રોકેટ કંપની સ્પેસ- ઠ સહિત તેમની કેટલીય કંપનીઓનું વેલ્યુએશન છેલ્લા કેટલાક મહિનાઓમાં વધી રહ્યું છે. 'ફોર્બ્સ'ના રીયલ ટાઇમ બિલિયનર્સની યાદી જણાવે છે કે, પ્રમુખ ટ્રમ્પના પૂર્વ સલાહકાર મસ્ક ૫૦૦.૧ બિલિયનની સંપત્તિ સાથે વિશ્વમાં સૌથી શ્રીમંત વ્યક્તિ બની રહ્યા છે. તેઓની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા અને તેઓના અન્ય બિઝનેસની કિંમત વધી ગઈ છે.

બીબીસી જણાવે છે કે, આટલી બધી સંપત્તિ તેઓ એટલે ઉભી કરી શક્યા છે કે તેઓ જે રોકાણ કરે છે તે ભવિષ્યમાં કેટલું ફળદાયી નિવડશે તેની પાકી પૂર્વ ગણતરી બાંધી તે પ્રમાણે મૂડીરોકાણ કરે છે અને દરેક કંપનીના દરેક કર્મચારીઓ, કારીગરો અને મેનેજર્સ પણ દિલ દઈને કામ કરે છે.

દક્ષિણ આફ્રિકામાં જન્મેલા આ અબજોપતિની આવકનું મુખ્ય સ્ત્રોત ટેસ્લા ઇલેક્ટ્રિક કાર છે ૧૫ સપ્ટેમ્બર સુધી તેની કમાણીમાં ૧૨.૪ ટકા હિસ્સો હતો. કંપનીના સ્ટોક ૧૪ ટકા વધી ગયા હતા. બુધવારે તેમાં પાછો ૪ ટકાનો વધારો થયો આથી મસ્કની સંપત્તિમાં ૯.૩ બિલિયન ડૉલરનો ઉમેરો થયો. પીચ બુકના આંકડા પ્રમાણે જુલાઈ સુધીમાં ઠછૈ નું વેલ્યુએશન ડૉલર ૭૫ બિલિયન હતું સી.એન.બી.સી. જણાવે છે કે હવે તેથી તેઓ ૨૦૦ અબજ ડૉલર પર નજર રાખી. જુલાઈમાં એવો રિપોર્ટ પ્રસિદ્ધ થયો છે કે, 'સ્પેસ- ઠ ૪૦૦ બિલિયન ડોલરના સોદામાં પૈસા લગાડવા અને આંતરિક શેર વેચવાની યોજના પર વિચાર થઈ રહ્યો છે.'

Tags :