અમેરિકાના યુક્રેન 'પીસ પ્લાન' અંગે પુતિનને સવિસ્તર માહિતી અપાઈ

- રશિયા આગળ કાર્યવાહી વિચારી રહ્યું છે
- અમેરિકાની રશિયા તેમજ યુક્રેન બંને સાથે મંત્રણા ચાલે છે પ્રાદેશિક બાંધછોડ અને 'નાટો'નું સભ્યપદ અવરોધ બન્યા છે
મોસ્કો : યુક્રેન વિષે સંભવિત શાંતિ- સમજૂતી અંગે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે રજૂ કરેલી દરખાસ્તો અંગે બુધવારે ટ્રમ્પના દૂતોએ પ્રમુખ પુતિનને સંપૂર્ણ વિગતો જણાવી હતી તે ઉપરથી હવે પછી શી કાર્યવાહી કરવી તે વિષે રશિયા વિચારી રહ્યું છે.
ટ્રમ્પ કહે છે કે તેઓ ઇતિહાસમાં શાંતિ-દૂત તરીકે ખ્યાતનામ બનવા માંગે છે.
ટ્રમ્પ વારંવાર કહેતા આવ્યા છે કે, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી યુરોપમાં થયેલા આ સૌથી વિનાશક યુદ્ધમાં શાંતિ- સ્થાપવાના તેમના પ્રયાસો તેમને સતત હાથતાળી આપી રહ્યા છે.
યુક્રેન અને તેના યુરોપીય સાથીઓની ચિંતા છે કે, ટ્રમ્પ કદાચ યુક્રેનને પડતું મૂકી રશિયાને લાભ થાય તેવા વિધેયકને સમર્થન આપવા ટ્રમ્પ કદાચ યુરોપીય દેશોને દબાણ કરશે.
બીજી તરફ રશિયન દળો રોજે રોજ ૪-૬થી ૬-૬ ચોરસ માઇલ જેટલો યુક્રેનનો પ્રદેશ દબાવતા જાય છે.
ક્રેમ્લીનના પ્રવક્તા દીમાત્રી પેસ્કોવે કહ્યું હતું કે, ટ્રમ્પના વિશષ દૂત કીરીવ દીમીત્રીએવે, પુતિનને ટ્રમ્પની દરખાસ્તો વિષે સંપૂર્ણ માહિતી આપી હતી આ અંગે રશિયાના શા પ્રતિભાવો હશે તે વિષે તેમણે કશું કહ્યું ન હતું તેમજ તે શાંતિ દરખાસ્તોનો નિશ્ચિત ફોર્મેટ શો છે તે પણ જણાવ્યું ન હતું.
એક તરફ યુ.એસ. અને રશિયા શાંતિ દરખાસ્તો સંબંધે નજીક આવી રહ્યા છે ત્યારે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, તે શાંતિ દરખાસ્તો અંગે યુક્રેન અને અમેરિકા કોઈ સમાન ભૂમિકા શોધી શક્યા નથી. યુક્રેનની માંગણી છે કે, તે ડૉનવાસ વિસ્તાર જેની ઉપર અત્યારે રશિયાનો કબ્જો છે તે રશિયાને સોંપી દેવા તૈયાર નથી તેમના રશિયન દળો જેની ઉપર કબ્જો જમાવી બેઠા છે તે ઝાપોર્ઝિયા ન્યૂક્લિયર પાવર પ્લાંટ યુક્રેનને પાછો મળવો જોઈએ ઉલ્લેખનીય છે કે, તે વિદ્યુત મથક અત્યારે રશિયાના હાથમાં હોવાથી યુક્રેનની નાતાલની રજાઓ, અત્યારથી જ અંધકારભરી દેખાઈ રહી છે. તા. ૨૫થી ૫મી જાન્યુઆરી સુધીનો 'અંધકાર' તો અસહ્ય બને તેમ છે.
છતાં યુક્રેનના ડૉનવાસ કે કીવીમાં આ અંગે બાંધછોડ કરવા તૈયાર નથી.









