World

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રિકેટરોને મળ્યા : ઉપસ્થિત ભારતીયો ભાવુક બન્યા

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન મોદીએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યુવા ક્રિકેટરો સાથે સંવાદ કર્યો. તેમણે ભારત-ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ્સ કોલોબરેશન રોડમેપ સમજાવ્યો, જેમાં ક્રિકેટ ઉપરાંત અન્ય રમતો, તાલીમ અને ટેકનોલોજીનો સમાવેશ થશે. મોદીએ કહ્યું કે ક્રિકેટ બંને દેશોમાં ભાવનાત્મક જોડાણ છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બાનીઝ પણ ઉપસ્થિત હતા. આ મુલાકાત દરમિયાન પરમાણુ ઊર્જા અને દુર્લભ ધાતુઓના વેચાણ અંગે પણ કરારો થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રિકેટરોને મળ્યા : ઉપસ્થિત ભારતીયો ભાવુક બન્યા

વડાપ્રધાને ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા સ્પોર્ટસ કોલોબરેશન રોડ મેપ સમજાવતા કહ્યું : આ ક્રિકેટ પૂરતો નથી અન્ય રમતોને પણ લાગુ પડે છે
નવી દિલ્હી, મેલબોર્ન : મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાન ક્રિકેટરો સાથે વાતચીત કરી. આ વાતચીત દરમ્યાન ઉપસ્થિત ભારતીયવંશીય યુવા ક્રિકેટરો તેઓના હસ્તાક્ષરો લેવા ગયા ત્યારે કેટલાક ભાવુક બની ગયા હતા.
વડાપ્રધાને કહ્યું મેચમાં હાર જીત કરતાં મેચની ઝણઝણાટી (થ્રીલ) વધુ મહત્વની છે. બંને દેશોમાં (ભારત અને ઓસ્ટ્રેલિયામાં) ક્રિકેટ માત્ર રમત જ નથી રહ્યું તે ભાવનાત્મક બની રહ્યું છે.
વડાપ્રધાને ક્રિકેટની પરિણામમાં આ યુવાન ક્રિકેટરો સાથે વાતચીત કરતાં કહ્યું અમારે આપની ઉપર લાસ્ટ ઓવર ફીનીશ જેવું દબાણ નથી. રમતનો આનંદ છે, મૈત્રીની ઉષ્મા છે. ભવિષ્યની ચેમ્પીયન્સ માટે ઊર્જા પણ રહેલી છે.
આ સમયે વડાપ્રધાને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમત ગમત ક્ષેત્રે સાંધવામાં આવેલાં સહકારનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમાં અન્ય રમત ગમત માટેની તાલિમ રમત વિજ્ઞાાન ટેકનોલોજી તે તમામ બાબતો આવરી લેવામાં આવશે.
આ સમયે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ પણ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર નરેન્દ્ર મોદી સાથે ઉપસ્થિત હતા. તેઓ તરફ જોઇને નરેન્દ્ર મોદીએ કહ્યું જ્યારે જ્યારે મને મારા મિત્ર એન્થની અલ્બાનીઝને મળવાનું થયું છે ત્યારે ત્યારે ક્રિકેટ અમારા બન્ને વચ્ચે નેચરલ કનેક્ટિંગ પોઇન્ટ બની રહ્યું છે. અમે અમદાવાદનું સ્ટેડીયમ પણ સાથોસાથ જોયું હતું. આજે હું અહીં આવ્યો છું ત્યારે સ્પોર્ટિંગ સ્પિરિટની અનુભૂતિ થાય છે. વિશેષત: તો સ્ટીવ વૉઘ અને લીસા સ્થાબેકર જેવાં ક્રિકેટ લેજન્ડ અહીં હાજર છે ત્યારે સ્પોર્ટિંગ સ્પિરિટ વધુ અનુભવાય છે.
વડાપ્રધાન મોદીની ઓસ્ટ્રેલિયાની આ ત્રિદીવસીય યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે પરમાણુ ઊર્જાના રચનાત્મક ઉપયોગ વહાણવટા સલામતી તેમજ અલભ્ય ધાતુઓ (યુરેનિયમ) ભારતને વેચવા અંગે પણ કરારો થયા હતા.