World

12 વર્ષમાં પહેલીવાર વડાપ્રધાન મોદી ન્યૂઝીલૅન્ડની મુલાકાતે, મહત્ત્વપૂર્ણ કરારો થવાની શક્યતા

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પૂર્ણ કરી ન્યૂઝીલૅન્ડ પહોંચ્યા છે. ઓકલૅન્ડ ઍરપૉર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થયું. 4 દાયકામાં આ પ્રથમ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલૅન્ડ મુલાકાત છે. PM મોદી ન્યૂઝીલૅન્ડના PM ક્રિસ્ટોફર લક્સન સાથે ભારત-ન્યૂઝીલૅન્ડ સંબંધોના તમામ પાસાઓ પર ચર્ચા કરશે. તેઓ ઓકલૅન્ડમાં ભારતીય સમુદાયને પણ સંબોધશે, જેનો ઉદ્દેશ્ય વેપાર, ઊર્જા અને સંરક્ષણ સંબંધોને મજબૂત કરવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

12 વર્ષમાં પહેલીવાર વડાપ્રધાન મોદી ન્યૂઝીલૅન્ડની મુલાકાતે, મહત્ત્વપૂર્ણ કરારો થવાની શક્યતા

India New Zealand Relations: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ઓસ્ટ્રેલિયાની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ કરીને 12 વર્ષમાં પહેલીવાર ન્યૂઝીલૅન્ડ પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે સિવિલ ન્યુક્લિયર એનર્જી, દરિયાઈ સુરક્ષા અને ક્રિટિકલ મિનરલ્સ ક્ષેત્રે ઘણા મહત્વના કરારો થયા હતા.

ન્યૂઝીલૅન્ડના ઓકલૅન્ડમાં ઍરપૉર્ટ પર સ્વાગત બદલ વડાપ્રધાન મોદીએ PM ક્રિસ્ટોફર લક્સનનો આભાર માનતા કહ્યું કે-

આ મુલાકાત ઐતિહાસિક છે, કારણ કે છેલ્લા ચાર દાયકામાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ ન્યૂઝીલૅન્ડ મુલાકાત છે. હું વડાપ્રધાન લક્સન સાથે વાતચીત કરવા અને ભારત-ન્યૂઝીલૅન્ડ મિત્રતાના તમામ પાસાઓ પર ચર્ચા કરવા માટે ઉત્સુક છું. હું આવતીકાલે ઓકલૅન્ડમાં એક સામુદાયિક કાર્યક્રમને પણ સંબોધિત કરીશ.

ત્રણ દેશોના પ્રવાસનો હેતુ

વડાપ્રધાન મોદી હાલમાં ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડના ત્રણ દેશોના પ્રવાસે છે, જેનો હેતુ વેપાર, ઊર્જા અને સંરક્ષણ સંબંધોને મજબૂત કરવાનો છે. પોતાના આ પ્રવાસના અંતિમ ચરણમાં પીએમ મોદી ન્યૂઝીલૅન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનના આમંત્રણ પર ઓકલૅન્ડ પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયામાં થયેલા મોટા કરારો બાદ હવે ન્યૂઝીલૅન્ડમાં પણ તેમનો કાર્યક્રમ ઘણો વ્યસ્ત રહેવાનો છે.

ન્યૂઝીલૅન્ડ પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ

પીએમ મોદીના ન્યૂઝીલૅન્ડ પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ પર નજર કરીએ તો શનિવારે ભારતીય સમય અનુસાર સવારે 3:00 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી તેઓ ગવર્નમેન્ટ હાઉસ ઓકલૅન્ડમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. ત્યારબાદ સવારે 5:30થી 8:45 વાગ્યા સુધી વાયાડક્ટ બિઝનેસ સેન્ટરમાં રમતગમત અને વેપાર સંબંધિત કાર્યક્રમો યોજાશે. બપોરે 1:00થી 2:00 વાગ્યા સુધી તેઓ ભારતીય સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે 2:50 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે.

રવિવાર 12 જુલાઈએ ભારતીય સમય અનુસાર સવારે 6:40 વાગ્યે વડાપ્રધાન મોદી નવી દિલ્હી પહોંચશે અને આ સાથે જ તેમનો આ ત્રણ દેશોનો પ્રવાસ પૂર્ણ થઈ જશે. નોંધનીય છે કે પીએમ મોદીનો આ પ્રવાસ ભારતની વિદેશ નીતિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ જેવા દેશો સાથે વધતી નિકટતાથી ભારતને વેપાર, ઊર્જા સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે નવી તકો મળવાની અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયામાં થયેલા કરારો ખાસ કરીને ક્રિટિકલ મિનરલ્સ અને ન્યુક્લિયર એનર્જી સેક્ટરમાં ભારત માટે લાંબા ગાળાના ફાયદાકારક માનવામાં આવે છે.