World

યુરોપના આ દેશમાં બુરખા પર પ્રતિબંધની તૈયારી, ૩ લાખ રુપિયાના દંડની જોગવાઇ હશે

By GS TEAM
9 Oct 20251 min read
યુરોપના આ દેશમાં બુરખા પર પ્રતિબંધની તૈયારી,  ૩ લાખ રુપિયાના દંડની જોગવાઇ હશે

મિલાન,૯ ઓકટોબર,૨૦૨૫,ગુરુવાર 

ઇટાલીના મહિલા વડાપ્રધાન જયોર્જીયા મેલોની સરકારે પોતાના દેશમાં બુરખા પ્રથા પર પ્રતિબંધ લાવવાની તૈયારી શરુ કરી દીધી છે. મેલોનીની સત્તારુઢ પાર્ટી બ્રધર્સ ઓફ ઇટાલીએ જાહેર કર્યુ છે કે દેશના તમામ જાહેર સ્થળોએ બુરખા અને નકાબથી ચહેરો અને શરીર ઢાંકવા પર પ્રતિબંધ અંગેનું એક વિધેયક લાવવાની યોજના બની રહી છે. પ્રતિબંધ હેઠળ દુકાનો, સ્કૂલો અને ઓફિસોમાં મહિલાઓેને ચહેરો ઢાંકી શકશે નહી. 

જો આ પ્રતિબંધનું ઉલંઘન કરશે તેમને ૩ લાખ રુપિયા સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. ઇટાલીની જયોર્જિયા મેલોની સરકારે દેશમાં વધતા જતા ઇસ્લામીકરણનો આરોપ લગાવ્યો છે અને ઇસ્લામી પ્રતિકોને સાર્વજનિક પ્રદર્શનને સાંસ્કૃતિક અલગાવવાનું સ્વરુપ ગણાવ્યું છે. મેલોનીયાની પાર્ટીએ આને ઇસ્લામી અલગાવવાદ  વિરુધનું વિધેયક ગણાવ્યું છે. આ અંગેની જાણકારી વિધેયકના આયોજનકારોમાંના એક સાંસદ એંડિયા ડેલમાસ્ત્રોએ બુધવારે એક ફેસબુક પોસ્ટમાં શેર કરી હતી.ધાર્મિક સ્વતંત્રતા એક પવિત્ર છે પરંતુ તેનો પ્રયોગ ખુલ્લેઆમ અમારા સંવિધાન અને ઇટાલીના સિધ્ધાંતોનું પૂર્ણ સન્માન થવું જરુરી છે.