World

ચીનમાં સુપર સોલ્જર બનાવવાની તૈયારી : હાવર્ડના પૂર્વ પ્રોફેસર માનવીનાં મગજમાં ચિપ લગાવવાના કાર્યક્રમમાં વ્યસ્ત

By GS Team
1 May 20262 mins read
ચીનમાં સુપર સોલ્જર બનાવવાની તૈયારી : હાવર્ડના પૂર્વ પ્રોફેસર માનવીનાં મગજમાં ચિપ લગાવવાના કાર્યક્રમમાં વ્યસ્ત

- દુનિયાનો દિગ્ગજ નેનો સાયંટિસ્ટ ચાર્લ્સ લિબર અત્યારે ચીનનાં શેન ઝોનની આધુનિક લેબમાં માનવીનાં મગજમાં ચીપ લગાડી સુપર સોલ્જર બનાવવા પ્રયત્નો કરી રહ્યા છે

નવી દિલ્હી : ચીને ભવિષ્યનાં યુદ્ધો અને ચિકિત્સા વિજ્ઞાાનમાં પોતાની રાજાશાહી કાયમ રાખવા માટે એક નવો દાવ ખેલ્યો છે. હાવર્ડ યુનિ.ના પૂર્વ પ્રોફેસર અને દુનિયાના દિગ્ગજ નેનો સાયન્ટિસ્ટ ચાર્લ્સ લિવર ચીનનાં શેનઝેનમાં પોતાની અત્યાધુનિક લેબ ચલાવી રહ્યા છે. તેઓ માનવીનાં મગજમાં ચિપ લગાડવાનું મિશન ચલાવી રહ્યા છે. આ લિબરને ચીન સાથે ગુપ્ત સંબંધો રાખવા માટે સજા કરવામાં આવી હતી. લિબરનું મિશન માનવીનાં દિમાગમાં ચીપ લગાડવાનું છે. આ ટેકનિકને બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ (બીસીઆઈ) કહેવાય છે. તેનો હેતુ ચિકિત્સા સાથે સુપર સોલ્જર બનાવવાનો છે.

૬૭ વર્ષના ચાર્લ્સ લિવર નેનો ટેકનોલોજી અને ન્યૂરો સાયન્સ ક્ષેત્રના ટોચના વિજ્ઞાાનીઓ પૈકીના એક માનવામાં આવે છે. ૨૦૧૧માં તેમને દશકના સર્વશ્રેષ્ઠ રસાયણશાસ્ત્રી નિર્વાચિન કરાયા હતા. હવે તેઓ ચીનના સરકારી ફંડથી ચાલતી આઈ બ્રેઇન (ઇન્સ્ટીટયુટ ફોર બ્રેઇન રીસર્ચ એડવાન્સ્ડ ઇન્ટરફેસ એન્ડ ન્યૂરોટેકનોલોજીઝ)ના સંસ્થાપક ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

લિબરનો ઇતિહાસ વિવાદાસ્પદ બની રહ્યો છે. ડીસેમ્બર ૨૦૨૧માં એક અમેરિકન જ્યુરીએ તેને ચીની સરકારના થાઉઝન્ડ ટેલન્ટસ પ્રોગ્રામમાંથી રકમ મેળવવા બદલ એફબીઆઈએ તેના પર ખોટું બોલવાના એન ટેક્સ ચોરીના આક્ષેપો કર્યા હતા.

તેને બે દિવસની જેલની સજા પણ કરવામાં આવી હતી, છ મહિના ઘરમાં નજર બંધ રખાયા હતા. ત્યારે તેમના વડીલોએ કહ્યું કે તેઓ લા-ઇલાજ તેવા કેન્સર (લિમ્ફોમા)થી પીડાઈ રહ્યા છે. પરંતુ જેમ તેમની ઉપર લગાડાયેલી સજા પૂરી થઇ કે તુર્ત જ તેવો ચીન ચાલ્યા ગયા.

ચીને લીબરને સંસાધનો આપવામાં કોઈ કમી રાખી નથી.હાવર્ડમાં લિબર જે ઉપકરણો વાપરતા હતા. તેવાં જ ઉપકરણો તેમને આપવામાં આવ્યાં. તેમની પાસે પોતાનું અલ્ટ્રાપાયોલેટ લિથોગ્રાફી મશીન પણ છે. જે અત્યાધુનીક ચિપ બનાવવામાં કામ આવે છે. તે ઉપરાંત તેમને ૨,૦૦૦ વાંદરા (પ્રાઈમેટસ)ની એક વિશાળ રીસર્ચ ફેસીલીટી પણ આપવામાં આવી છે. માણસનાં મગજ ઉપર તે ચીપ લગાડવાને બદલે પહેલાં તે વાનરોના મગજમાં ચીપ લગાડવામાં આવશે. જો કે આ ટેકનિકનો પ્રાથમિક હેતુ પેરેલિસિસ કે.એએલએસ નવી બિમારીઓ દૂર કરવા માટે છે પરંતુ તેની સેનાકીય સંભાવનાએ પેન્ટાગૉનની ચિંતા વધારી દીધી છે.