World

કંગાળ પાકનો ઇસ્લામિક નાટોના બ્હાને સાઉદી-તુર્કીને નીચોવી લેવાનો કારસો

By GS Team
8 Aug 20263 mins read
TukuTouch Logo
રિયાધમાં પાકિસ્તાન, તૂર્કી અને સાઉદી અરબે 'મક્કા એગ્રીમેન્ટ' હેઠળ સંરક્ષણ કરારો કર્યા છે. આ કરારોથી એક દેશ પર હુમલો એટલે ત્રણેય પર હુમલો ગણાશે. જોકે, સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ ડીલથી ભારત પર કોઈ અસર નહીં થાય. કંગાળ પાકિસ્તાન ફંડિંગ માટે ઇસ્લામિક નાટોનું ગાજર લટકાવી રહ્યું છે, પણ ભારત સંરક્ષણ ક્ષેત્રે ત્રણેયથી આગળ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કંગાળ પાકનો ઇસ્લામિક નાટોના બ્હાને સાઉદી-તુર્કીને નીચોવી લેવાનો કારસો
  • પાક.ને રુપિયા આપીને ચીન જેવું ચીન પણ થાકી ગયું
  • ત્રણે દેશોએ ડીફેન્સ એક્ટ તો કર્યા છે જે 'મક્કા એગ્રીમેન્ટ' તરીકે વિખ્યાત છે : ભારત પર કોઈ અસર નહીં થાય : ડીફેન્સ એક્સપર્ટ
  • પાક.ના ડિફેન્સ એગ્રીમેન્ટના લીધે અમેરિકાની મધ્ય એશિયામાં ભૂમિકા મર્યાદિત બનશે તેવો પાક સંરક્ષણ નિષ્ણાતોનો મત

રિયાધ : પાકિસ્તાન, તૂર્કી અને સઉદી અરબે સંરક્ષણ કરારો કર્યા છે જે 'મક્કા એગ્રીમેન્ટ' તરીકે જાણીતા થયા છે. તે પ્રમાણે જો, ત્રણમાંથી એક દેશ ઉપર પણ હુમલો થાય તો હુમલો બીજા બે ઉપર પણ થયા બરાબર ગણાશે. કંગાળ પાકિસ્તાને ઇસ્લામિક બંધુત્વ, ઇસ્લામિક નાટોના સથવારે સાઉદી અરેબિયા અને તુર્કીને નીચોવી લેવાનો કારસો ઘડયો છે. પાક.ને બધેથી મળતું ફંડિંગ બંધ થવા માંડયું છે. ચીન જેવું ચીન પણ તેને રુપિયા આપીને થાકી ગયું છે. સીપેક કોરિડોર સામે બલુચિસ્તાનનો પ્રશ્ન મોં ફાડીને ઊભો છે આ સંજોગોમાં પાકિસ્તાન પાસે રુપિયા મેળવવાનો એકમાત્ર ઉપાય ડરેલા ખાડી દેશોને ઇસ્લામિક નાટોનું ગાજર લટકાવીને રુપિયા ઉસેટવાનો છે, જેથી પાક.ના ખખડી ગયેલા અર્થતંત્રને પાટા પર લાવી શકાય.
હવે સવાલ તે ઉભો થાય છે કે, ભારત ઉપર તેની શી અસર થશે ? પાકિસ્તાન તેથી મજબૂત થશે ? જો ભારત સાથે પાકિસ્તાનને યુદ્ધ થાય તોબીજા બે સાથીઓ તેની સહાયમાં આવશે ? ભારત માટે, તે કેટલું ચિંતાજનક બની શકશે ?
આ અંગે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના સ્પેશ્યલ સેન્ટર ફોર નેશનલ સિક્યોરિટીઝ સ્ટડીઝના એસોસીએટ પ્રોફેસર અમિત સિંહે જણાવ્યું હતું કે, 'આ ડીફેન્સ ડીલથી ભારત ઉપર કોઈ અસર થવા સંભવ નથી. કારણ કે સઉદી અરબ તો પહેલેથી જ કહેતું આવ્યું છે કે, પાકિસ્તાન અમારું મહત્ત્વનું સાથી છે. પરંતુ, ભારત સાથે જ્યારે જ્યારે પાકિસ્તાનને યુદ્ધ થયું ત્યારે એક પણ વખત સઉદીએ પાકિસ્તાનને મદદ કરી નથી. તેટલું જ નહીં પરંતુુ 'ઓપરેશન સિંદૂર' સમયે કે તે પછી પણ સઉદીએ પાકિસ્તાનને મદદ કરી ન હતી, કે તેની વિરુદ્ધ કોઈ નિવેદન પણ કર્યું ન હતું.
જો કે પ્રોફેસર સિંહે તેમ પણ કહ્યું કે તૂર્કીની વાત જુદી છે છતાં તે પાકિસ્તાનને સીધી રીતે સહાય કરી શકે તે સહજતાથી માની શકાય તેમ નથી. તે સ્વીકાર્ય છે કે પાકિસ્તાન અને તૂર્કીને પહેલેથી જ સારા સંબંધો છે હવે તે વધુ ગાઢ પણ બન્યા છે. પરંતુ તેથી ભારતે ગભરાવાની જરૂર નથી કારણ કે સંરક્ષણ ક્ષેત્રે તે ત્રણેથી આગળ છે.
પ્રોફેસરે વધુમાં જણાવ્યું કે 'ઓપરેશન સિંદૂર' સમયે તૂર્કીએ પાકિસ્તાનને ડ્રોન વિમાનો આપ્યા હતા તેમજ કેટલાક સૈનિકો પણ મોકલ્યા હતા પરંતુ સઉદી અરબ તો ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદવા માગે છે. વળી જ્યારે જ્યારે પાકિસ્તાન સાથે ભારતને યુદ્ધ થયું ત્યારે ત્યારે તેણે બંને વચ્ચે સમાન અંતર રાખ્યું હતું.
તજજ્ઞાએ તેમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાનની સ્થિતિ કમજોર છે. તૂર્કી અને સઉદીને આપવા માટે તેની પાસે કશું છે જ નહીં. તે તો તે દેશો પાસેથી કૈં ને કૈં લઈ રહ્યું છે. લેવા માગે પણ છે વાસ્તવમાં પોતે પણ પરમાણુ શસ્ત્ર ધરાવતું હોવાથી તે આ ગઠબંધન કરાવી શક્યું છે.
પાકિસ્તાને હંમેશા ન્યુક્લિયર બૉમ્બ ધરાવતું હોવાના નામે પોતાને આગળ કરી રહ્યું છે. તે સિવાય તેની પાસે આપવા જેવું કંઈ છે જ નહીં.આ પછી પ્રોફેસર અમિત સિંહને પત્રકારોએ પૂછ્યું કે, 'ઇરાન માટે આ ગઠબંધન ચિંતાની વાત છે ?' ત્યારે તઓએ કહ્યું કે, તેવું નથી ઇરાન તો પહેલેથી જ આ દેશો સાથે સંઘર્ષમાં છે અને એકલું જ મુકાબલો કરે છે.