PM મોદીને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન, UPIથી લઈને ક્રિટિકલ મિનરલ્સ સુધી 3 મહત્ત્વપૂર્ણ કરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Indonesia Visit 2026: ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોના અંગત આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (7 July, 2026) ત્રણ દેશોના પોતાના રાજદ્વારી પ્રવાસના ભાગરૂપે ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીની આ ચોથી ઇન્ડોનેશિયા યાત્રા છે. જ્યાં તેમનું અત્યંત ભવ્ય અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ફાઇટર જેટ્સ દ્વારા એસ્કોર્ટ અને ભવ્ય સ્વાગત
વડાપ્રધાન મોદીનું વિમાન જેવું ઇન્ડોનેશિયાની હવાઈ સરહદમાં પ્રવેશ્યું કે તરત જ ત્યાંના લશ્કરી ફાઇટર જેટ્સે તેમના વિમાનને ગાર્ડ ઓફ ઓનર તરીકે એસ્કોર્ટ કર્યું હતું. એરપોર્ટ પર રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ પોતે તેમનું ઔપચારિક સ્વાગત કર્યું અને પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય દ્વારા પીએમ મોદીને આવકારવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપ્રમુખ સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. જેમાં તેમની સાથે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સર્વોચ્ચ નાગરિક સન્માન ‘બિન્તાંગ આદિપૂર્ણ’ એવોર્ડ
આ ઐતિહાસિક પ્રવાસ દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન ‘બિન્તાંગ આદિપૂર્ણ ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા’ (Bintang Adipurna) મેડલ એનાયત કરવાની જાહેરાત કરી હતી. આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, "વર્ષ 2018 માં સ્થપાયેલી આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (Comprehensive Strategic Partnership) હવે નવી ઊંચાઈઓ સર કરી રહી છે."
મહત્વના કરારો અને યુપીઆઈ (UPI) ની એન્ટ્રી
સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચે થયેલા મહત્વના કરારોની જાહેરાત કરી હતી.
ડિજિટલ પેમેન્ટ: ભારતનું UPI હવે ઇન્ડોનેશિયાની પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવામાં આવશે.
સપ્લાય ચેઈન મજબૂત કરવી: બંને દેશો ક્રિટિકલ મિનરલ્સ (મહત્વપૂર્ણ ખનિજો) અને સ્ટીલ ક્ષેત્રમાં સપ્લાય ચેઈનને વધુ મજબૂત કરવા માટે સહમત થયા છે.
સંરક્ષણ અને દરિયાઈ સહયોગ: ઇન્ડોનેશિયા દ્વારા ભારતના બ્રહ્મોસ (BrahMos) સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ખરીદવાના સીમાચિહ્નરૂપ સોદા બાદ બંને દેશો વચ્ચે સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા સમન્વયને ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવી છે.
પીએમ મોદીએ ઉમેર્યું કે, "આપણી સંસ્કૃતિ, વર્તમાનનો ભરોસો અને ભવિષ્યની સમૃદ્ધિ સમાન છે. મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને 'ઇન્ડોનેશિયા ઇમાસ' (ગોલ્ડન ઇન્ડોનેશિયા) અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરીશું."
પેલેસ્ટાઈન મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ: 'ટુ-સ્ટેટ સોલ્યુશન'
વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલ અંગે વાત કરતા વડાપ્રધાન મોદીએ પેલેસ્ટાઈન મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, "આવા વૈશ્વિક તણાવના સમયમાં સંવાદ અને ડિપ્લોમેસી (રાજદ્વારી વાટાઘાટો) ની ભૂમિકા પહેલા કરતાં વધુ મહત્વની બની ગઈ છે. પેલેસ્ટાઈનના મુદ્દા પર ભારત 'ટુ-સ્ટેટ સોલ્યુશન' (Two-State Solution) અને લાંબા ગાળાની શાંતિનું સમર્થન કરે છે."









