એન્થ્રોપિકના એઆઈ મોડલ સાથે સુનિયોજિત હુમલો
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડના ઓપરેશનમાં પણ એન્થ્રોપિક એઆઈનો ઉપયોગ થયો હતો
ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એન્થ્રોપિક કંપનીને સપ્લાય ચેઈન રિસ્ક ગણાવીને તમામ ફેડરલ એજન્સીઓને તેનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા આદેશ આપ્યો હતો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે એન્થ્રોપિકની સ્વાર્થી નીતિઓ અમેરિકી જવાનોના જીવ જોખમમાં મૂકી રહી છે. જોકે, પેન્ટાગોનને આ ટેકનોલોજી દૂર કરવા માટે ૬ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.
અહેવાલો મુજબ, ઈરાન પરના હુમલા દરમિયાન એઆઈએ ઇન્ટેલિજન્સ એસેસમેન્ટ અને સચોટ લક્ષ્યાંક ભેદવામાં મદદ કરી હતી. આ અગાઉ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડના ઓપરેશનમાં પણ આ જ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો હોવાનું કહેવાય છે.
બીજી તરફ, એન્થ્રોપિક કંપનીએ ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયને કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સર્વેલન્સ અને હથિયારો બનાવવા માટે તેમની ટેકનોલોજીનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપે. કંપનીએ જણાવ્યું કે ટ્રમ્પ સરકારનો આ નિર્ણય કાયદેસર રીતે નબળો છે અને તે અન્ય અમેરિકી કંપનીઓ માટે જોખમી સાબિત થશે.


