World

પેન્ટાગોનની માઈક્રોસોફ્ટ, એમેઝોન, ટેસ્લા, એનવીડિયા, આલ્ફાબેટ સાથે ડીલ

By GS Team
3 May 20261 min read
પેન્ટાગોનની માઈક્રોસોફ્ટ, એમેઝોન, ટેસ્લા, એનવીડિયા, આલ્ફાબેટ સાથે ડીલ

- અમેરિકી રક્ષા વિભાગ એઆઈનો ઉપયોગ વધારશે

- એઆઈ સિસ્ટમ્સ સુરક્ષિત અને ગુપ્ત નેટવકર્સ પર કામ કરશે : 13 લાખ કર્મચારીઓ ટૂલ્સના રેગ્યુલર યુઝર્સ 

વોશિંગ્ટન : અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટોગોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધારવા માટે વિશ્વની ટોપ ટેક કંપનીઓ સાથે મહત્વપૂર્ણ કરારો કર્યા છે. આ પગલાથી સેનામાં એઆઈ આધારિત ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ શરૂ થશે. આ કરારમાં માઈક્રોસોફ્ટ, એમેઝોન વેબ સર્વિસ, એનવીડિયા, અને ઓપનએઆઈ જેવી કંપનીઓ સામેલ છે.

 આ ઉપરાંત ગૂગલ, સ્પેસએક્સ, અને એઆઈ સ્ટાર્ટઅપ રિફ્લેક્શન પણ આ પહેલનો ભાગ છે. 

પેન્ટાગોનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કરારોનો હેતુ સેનામાં નિર્ણય લેવામાં ઝડપ લાવવી, માહિતીનું વિશ્લેેષણ વધુ સચોટ બનાવવું અને કામગીરી વધુ અસરકારક બનાવવી છે. આ એઆઈ સિસ્ટમ્સ સુરક્ષિત અને ગુપ્ત નેટવર્ક્સ પર કામ કરશે. જ્યાં, અત્યંત સંવેદનશીલ માહિતી સંભાળવામાં આવે છે.

પેન્ટાગોનમાં એઆઈ સિસ્ટમનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. તે લોન્ચ થયા બાદ થોડા જ સમયમાં જ લગભગ ૧૩ લાખથી વધુ કર્મચારીઓ આ ટૂલ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે.આ કરારોમાં એઆઈ કંપની એન્થ્રોપિકનો સમાવેશ નથી કરવામાં આવ્યો કારણ કે, સપ્લાય ચેન અને નીતિ સંબંધિત મુદ્દાઓને લઈને કંપની સાથે સહમતિ થઈ શકી નહોતી.