Get The App

સોમાલિયામાં 50 યાત્રીઓ, 5 ક્રૂ મેમ્બર્સ સાથેનું વિમાન રનવે ઉપરથી સમુદ્ર તટે છીછરા પાણીમાં પહોંચ્યું

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
સોમાલિયામાં 50 યાત્રીઓ, 5 ક્રૂ મેમ્બર્સ સાથેનું વિમાન રનવે ઉપરથી સમુદ્ર તટે છીછરા પાણીમાં પહોંચ્યું 1 - image

- વિમાનના ટુકડા થઈ ગયા પરંતુ યાત્રીઓ અને ક્રૂનો આબાદ બચાવ થયો : ટેઇક ઓફ પછી તુર્ત જ મશીનમાં ખામી જણાતાં તેને પાછું ફેરવવામાં આવ્યું

મગાદીશુ : અહીંના વિમાન ગૃહેથી ઉપડેલું સ્ટાર-સ્કાયનું ૫૦ પ્રવાસીઓ અને પાંચ ક્રૂ મેમ્બર્સ સાથેનું વિમાન રનવે ઉપરથી સીધુ સમુદ્ર તટે છીછરા પાણી સુધી પહોંચી ગયું અને ભાંગી પણ પડયું હતું. જો કે વિમાનમાં આગ લાગી ન હતી. તેથી વિમાનમાં રહેલા તમામ પચાસે પચાસ યાત્રીઓ અને પાંચ ક્રૂ મેમ્બર્સ સહી સલામત રહ્યા હતા. આ ઘટના પછી તુર્ત જ એમ્બ્યુલન્સ અને રાહત ટુકડીઓ પહોંચી ગઈ હતી. અને બહારથી બારણું ઉઘાડી પેસેન્જર્સ તથા ક્રૂને સહિસલામત કાઢ્યા હતા.

આ પ્લેન પાટનગર મગાદીસુના મેડન-અબ્દુલ્લે ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉત્તરના ગાલ-કાચીયો જવા રવાના થયું ત્યાં પંદર મિનિટમાં જ તેના એન્જિનમાં ખામી ઊભી થતાં વિમાન પાછુ વાળવું પડયું અને ફરી મગાદીશુ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડીંગ કર્યું પરંતુ રનવે ઉપરથી સીધુ સમુદ્ર-તટે પહોંચી ગયું અને છીછરા પાણીમાં અટકીને ઊભુ રહ્યું પરંતુ તેની પાંખો તૂટી ગઈ હતી. એરપોર્ટ ઉપરથી તુર્ત જ અગ્નિશામકો તથા એમ્બ્યુલન્સીઝ પહોંચી ગયા હતા. સદ્ભાગ્યે વિમાનમાં આગ લાગી ન હતી, તેથી તમામ પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સો સહી સલામત બહાર કાઢી શકાયા હતા. કોઇને કશી ઇજા પણ થઈ ન હતી.

સત્તાવાળાઓએ આ દુર્ઘટના અને સવિસ્તર તપાસ હાથ ધરતા આદેશ આપી દીધો છે.