પાકિસ્તાને ફરી ઝેર ઓક્યું, 21 વિદ્રોહીઓને ઠાર માર્યા બાદ ભારત પર ગંભીર આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Propaganda ISPR Claims 21 Rebels Killed: પાકિસ્તાની સેનાએ ખૈબર પખ્તુનખ્વામાં હાથ ધરેલા એક સૈન્ય ઓપરેશન દરમિયાન 21 બળવાખોરોને ઠાર કરવાનો દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ 'ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ' (ISPR) એ આ અંગે માહિતી આપી હતી. હંમેશાની જેમ પાકિસ્તાને પોતાની આંતરિક સુરક્ષા નિષ્ફળતાઓનો દોષ ભારત પર ઢોળવાનો પ્રયાસ કરતા, માર્યા ગયેલા બળવાખોરોનો સંબંધ ભારત અને અફઘાનિસ્તાન સાથે જોડવાની કોશિશ કરી છે.
ઉત્તરી વઝીરિસ્તાન અને અન્ય વિસ્તારોમાં એન્કાઉન્ટર
ISPR દ્વારા વિગતો જાહેર કરવામાં આવી છે જેમાં એન્જાકાઉન્હેટર કઈ કઈ સરહદો પાસે થયા અને ક્યાં અભિયાન ચલાવવામાં આવ્યુ તે અંગેની માહિતીનો પણ દાવો કરાયો છે.
ઓપરેશન અને નાપાક દાવો: પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ નજીક ઉત્તરી વઝીરિસ્તાન, કોહાટ અને ડેરા ઇસ્માઇલ ખાનમાં અલગ-અલગ સૈન્ય અભિયાન ચલાવવામાં આવ્યા હતા. સેનાએ દાવો કર્યો હતો કે 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરની રાત્રે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા કુલ 25 જેટલા બળવાખોરોને અત્યાર સુધીમાં ઠાર કરવામાં આવ્યા છે.
ભારત પર ખોટા આરોપો: પોતાની નાકામી છુપાવવા ISPR એ આરોપ લગાવ્યો હતો કે, પાકિસ્તાની સીમા પર સક્રિય આતંકવાદી જૂથોને 'ભારતીય સમર્થન' મળી રહ્યું છે. આ સૈન્ય કામગીરી તેમના 'અઝમ-એ-ઇસ્તેહકામ' (Azm-e-Istehkam) માળખા હેઠળ ચલાવવામાં આવી રહી છે.
અફઘાન તાલિબાન સરકાર પર પણ ભડક્યું પાકિસ્તાન
પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા. ISPR એ જણાવ્યું હતું કે, અફઘાન તાલિબાન સરકાર પોતાની સરહદોનું યોગ્ય સંચાલન કરવામાં અને પોતાની ધરતીનો ઉપયોગ પાકિસ્તાન વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થતો અટકાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.




