World

ફરી બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું પાકિસ્તાન, બલૂચ આર્મીએ જાફર એક્સપ્રેસ કર્યો મોટો હુમલો

By GS TEAM
7 Oct 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને ફરી એકવાર આતંકવાદી હુમલાનો ભોગ બનવું પડ્યું છે. મંગળવારે (સાતમી ઓક્ટોબર) થયેલા એક શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને ટ્રેનના અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે (BRG) આ હુમલાની જવાબદારી સ્વીકારી છે, જે દર્શાવે છે કે બલૂચ આર્મીએ પાટા પર રિમોટ-કંટ્રોલ્ડ IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) બોમ્બ લગાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ફરી બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું પાકિસ્તાન, બલૂચ આર્મીએ જાફર એક્સપ્રેસ કર્યો મોટો હુમલો
Representative image

Pakistan Train Blast: પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને ફરી એકવાર આતંકવાદી હુમલાનો ભોગ બનવું પડ્યું છે. મંગળવારે (સાતમી ઓક્ટોબર) થયેલા એક શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને ટ્રેનના અનેક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે (BRG) આ હુમલાની જવાબદારી સ્વીકારી છે, જે દર્શાવે છે કે બલૂચ આર્મીએ પાટા પર રિમોટ-કંટ્રોલ્ડ IED (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) બોમ્બ લગાવ્યો હતો.

હુમલાની વિગતો

રાવલપિંડીથી ક્વેટા જઈ રહેલી જાફર એક્સપ્રેસ સુલતાન કોટ નજીક IED વિસ્ફોટનો ભોગ બની હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ટ્રેનના કેટલાક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ હુમલામાં ઘણા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બલૂચ આર્મીનો દાવો

હુમલાની જવાબદારી લેતા બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે દાવો કર્યો કે, "જ્યારે પાકિસ્તાની સૈનિકો ટ્રેનમાં હતા ત્યારે ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો. આ વિસ્ફોટમાં ઘણાં પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ઘણાં ઈજાગ્રસ્ત થયા." બલૂચ લિબરેશન આર્મીએ ભવિષ્યમાં પણ સ્વતંત્રતા માટે આવા વધુ ઓપરેશન હાથ ધરવાની ધમકી આપી છે.

આ પણ વાંચો:ઇઝરાયલ હમાસ યુદ્ધને બે વર્ષ પૂર્ણ... ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ પર હજુ કેમ છે આશંકા? જાણો તાજેતરની સ્થિતિ


આ વર્ષે જાફર એક્સપ્રેસ પર ત્રીજો મોટો હુમલો

જાફર એક્સપ્રેસ આ વર્ષે સતત ત્રીજી વખત આતંકવાદી હુમલાનું નિશાન બની છે.

માર્ચ 2025: 11મી માર્ચના રોજ થયેલા સૌથી મોટા હુમલામાં ટ્રેનને હાઈજેક કરવામાં આવી હતી, જેમાં સુરક્ષા કર્મચારીઓ સહિત 26 લોકો માર્યા ગયા હતા. જોકે, સુરક્ષા દળોએ બાદમાં 33 આતંકીઓને મારીને 354 બંધકોને બચાવ્યા હતા.

ઓગસ્ટ 2025: 10મી ઓગસ્ટના રોજ મસ્તુંગમાં એક IED બ્લાસ્ટ થયો હતો, જેનાથી છ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

જૂન 2025: સિંધના જેકોબાબાદ જિલ્લામાં થયેલા બીજા વિસ્ફોટમાં ટ્રેનના ચાર કોચ પાટા પરથી ઉતર્યા હતા, જોકે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. વારંવાર થઈ રહેલા આ હુમલાઓ બલૂચિસ્તાન ક્ષેત્રમાં પાકિસ્તાની સુરક્ષા દળો અને બલૂચ સંગઠનો વચ્ચે વધી રહેલા સંઘર્ષની ગંભીરતા દર્શાવે છે.