Get The App

4 દિવસ કામ, વર્ક ફ્રોમ હોમ.... ઓઈલ સંકટ વચ્ચે પાકિસ્તાનમાં સરકારે કોરોના કાળ જેવા નિર્ણય લીધા!

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
4 દિવસ કામ, વર્ક ફ્રોમ હોમ.... ઓઈલ સંકટ વચ્ચે પાકિસ્તાનમાં સરકારે કોરોના કાળ જેવા નિર્ણય લીધા! 1 - image


4 દિવસ કામ, વર્ક ફ્રોમ હોમ.... ઓઈલ સંકટ વચ્ચે પાકિસ્તાનમાં સરકારે કોરોના કાળ જેવા નિર્ણય લીધા! 2 - image

Pakistan Fuel Crisis: મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સૌથી માઠી અસર પાકિસ્તાન પર જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં ઈંધણનું મોટું સંકટ પેદા થતાં શહેબાઝ શરીફ સરકારે જનતાને પેટ્રોલ-ડીઝલનો વપરાશ મર્યાદિત કરવા કડક સૂચના આપી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે, પાકિસ્તાનને પોતાનો રિઝર્વ સ્ટોક ખાલી થવાના આરે છે. 

સરકારી ઓફિસોમાં 4 દિવસનું કામ

વડાપ્રધાન શહેબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. તમામ સરકારી કચેરીઓમાં હવે સપ્તાહમાં માત્ર 4 દિવસ જ કામ થશે. જે વિભાગોમાં શક્ય હોય ત્યાં 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ (WFH) કરવા આદેશ અપાયો છે. સરકારી અધિકારીઓના પેટ્રોલ ખર્ચમાં 50 ટકાનો સીધો કાપ મૂકવામાં આવ્યો છે.

કોરોના કાળ જેવી સ્થિતિ

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશમાં અત્યારે કોરોના મહામારી જેવા પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે. સરકારને ડર છે કે જો ઈરાન યુદ્ધ લાંબુ ચાલશે તો તેલની આયાત સંપૂર્ણ ખોરવાઈ શકે છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને 'કાર પૂલિંગ' કરવા સલાહ આપવામાં આવી છે. પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ને સમગ્ર દેશની સ્થિતિ પર નજર રાખવા અને દરરોજ રિપોર્ટ સોંપવા જણાવાયું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં 40 કિમી/પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન, 16 વૃક્ષો ધરાશાયી, વાતાવરણમાં પ્રસરી ઠંડક

આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ભડકે બળ્યા

28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં 60 ટકાનો તોતિંગ વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને 118 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત સાઉદી અરેબિયાની યાન્બુ રિફાઇનરી અને કુવૈતની બે તેલ રિફાઇનરીઓ પર થયેલા ડ્રોન હુમલાએ પુરવઠા સાંકળને વધુ નબળી પાડી છે.

સમગ્ર વિસ્તારને ઉડાવી દઈશું

ઈરાને ઈઝરાયલી હુમલાનો બદલો લેવા કતાર અને સાઉદી અરેબિયા પર હુમલા વધાર્યા છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઈરાન ફરીથી કતાર પર હુમલો કરશે, તો અમેરિકા જવાબી કાર્યવાહીમાં 'સમગ્ર વિસ્તારને ઉડાવી દેશે'.