World

PIA નાં ખાનગીકરણ માટે પાકે ટેલિવિઝન પર હરાજી મુકી

By GS TEAM
23 Dec 20252 mins read
PIA નાં ખાનગીકરણ માટે પાકે ટેલિવિઝન પર હરાજી મુકી

- આઈ.એમ.એફ.નાં દબાણ નીચે પાકિસ્તાનને મોડે મોડેથી પણ આર્થિક સુધારા હાથ ધરવા જ પડે તેમ છે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે તેની રાષ્ટ્રીય એરલાઈન્સ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સ વેચવી જ પડે તેમ છે અને તે માટે તેણે ટેલીવિઝન ઉપર હરાજી મુકી છે.

વાસ્તવમાં પાકિસ્તાનનું અર્થતંત્ર લગભગ પડી જ ભાંગ્યું છે. તેને તેના પાલક દેશ ચીન તરફથી પણ હવે વધુ મદદ મળે તેમ નથી કે સાઉદી અરબસ્તાન પણ વધુ સહાય આપે તેમ નથી. આખરે પાકિસ્તાને અમેરિકાને વિશ્વ, આઈ.એમ.એફ. પાસેથી જબ્બર લોન મેળવવા પ્રયત્ન કર્યા. આઈ.એમ.એફે કેટલીયે કઠોર શરતો સાથે લોન મંજૂર તો કરી તેના ભાગરૂપે સતત ખોટ ખાતી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરવેઝ (પીઆઈએ) વેચી દેવા હુકમ કર્યો હતો. તેથી ગત વર્ષે જ પાકિસ્તાને તે વેચી દેવા પ્રયત્ન કર્યો. પરંતુ, તે નિષ્ફળ રહ્યો. ત્યારે માત્ર એક જ કંપનીએ બીડ બોલી હતી. પરંતુ તે કિંમત ઘણીં જ ઓછી હતી.

આથી પાકિસ્તાને આજે ટેલીવિઝન પર તે હરાજી વહેતી મુકી છે. તેમાં મિલીટરી સાથે સંલગ્ન તેવી ફોજી-ફર્ટિલાઈઝર તો રેસમાંથી ખસી ગઈ છે. તેમ ખાનગીકરણ મંત્રી, મુહમ્મદ સલીમે ન્યુક્તા મીડીયા આઉટલેટને જણાવ્યું હતું.

પાકિસ્તાને પીઆઈએમાં સોએ સો ટકા સ્ટેક વેચી દેવા તૈયાર છે. જો કોઈ બિડર ૭૫% થી વધુ સ્ટેક સુધી પણ બીડ બોલે તો તેને ૧૫% પ્રીમીયમ આપવા સરકાર તૈયાર છે. તેમ પણ સ્થાનિક મીડીયાએ જણાવ્યું હતું. એટલે કે પાકિસ્તાન સરકાર ૮૫% જેટલી રકમ મળે તો પણ પીઆઈએ વેચી દેવા તૈયાર છે. ૧૫%ની ગ્રેસ આપવા પણ તૈયાર છે.

આ અંગે કોઈએ જોક કરી હતી કે પરીક્ષામાં ૩૩ ટકા માર્ક મળે તો જેમ બે ટકાનો ગ્રેસ આપી પાસ કરી દેવાય છે તેવો આ ધાટ થયો છે. પરંતુ પાકિસ્તાનને છૂટકો નથી. આઈએમએફે ડંડો ઉઠાવ્યો છે.