પાકિસ્તાનના લશ્કરે બલુચિસ્તાનમાં તોપમારો કર્યો : ડઝનબંધ મૃત્યુ પામ્યા : 70 હજારથી વધુ વિસ્થાપિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સુધરેલા દેશમાં સેનાદેશના નાગરિકો પર હુમલો ન કરે
- બલુચિસ્તાનના માસ્તુંગ જિલ્લામાં ગુર્જિયાના સ્થિત માર્કેટ પણ લશ્કરે સળગાવી દીધું : લાખ્ખો રૂપિયાનું નુકસાન થયું
ક્વેટા : બલુચિસ્તાનના માસ્તુંગ જિલ્લામાં પાકિસ્તાનના લશ્કરે તોપમારો કરતા ડઝનબંધ લોકો માર્યા ગયા હતા. સેંકડોને ઇજાઓ થઈ હતી અને ૭૦ હજારથી વધુ વિસ્થાપિત થયા હતા.
આ માહિતી આપતા 'બલુચિસ્તાન પોસ્ટ' જણાવે છે કે, 'નેશનલ પાર્ટીના નેતા અબ્દુલ મલિક બલોચના નેતૃત્વ નીચેનું એક પ્રતિનિધિ મંડળ વર્તમાનપત્રની ઓફિસે પહોંચ્યુંહતું અને તેમણે આ હકીકત જણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ તોપમારાથી ૪ તહેસીલના લોકોને અસર પહોંચી હતી. તેઓને અમે ૨૪ કલાકમાં જ તે વિસ્તાર છોડી દેવા અનુરોધ કર્યો હતો. તેથી ૭૦ હજારથી વધુ લોકો પોતાના ઘરબાર છોડી દૂરના પ્રદેશોમાં આશ્રય લેવા ચાલ્યા ગયા છે.
ધ બલુચ પોસ્ટ (ટીબીપી) વધુમાં જણાવે છે કે, પાકિસ્તાનનના લશ્કરે ગુર્જિયાના સ્થિત કીલ્લી પસુંદખાન માર્કેટ પણ સળગાવી દીધી હતી તેથી લાખ્ખો રૂપિયાનું નુકસાન થયું છે. તેટલું જ નહીં પરંતુ લશ્કરે કૃષિ યોજનાની સહાય માટે રચેલા 'સોલાર પાવર સિસ્ટીમ્સ' પણ તોડી ફોડી નાખી હતી.
બલુચ નાગરિકોએ અબ્દુલ મલિક બલોચને હસ્તક્ષેપ કરી લોકોને બચાવવા માટે અનુરોધ કર્યો હતો. તેઓએ આ તોપમારાને સખત રીતે વખોડી કાઢ્યો હતો. સાથે કહ્યું હતું કે, કીલ્લી પસુંદ માર્કેટ સળગાવી દીધી તે તો અત્યંત હલકું કૃત્ય છે. વાસ્તવમાં સરકારે તો લોકોના જાનમાલનું રક્ષણ કરવું જોઈએ તેને બદલે તે આવા પગલા ભરે છે તે નિંદનીય છે.
ઉલ્લેખનીય તે છે કે, કોઈ પણ સુધરેલા દેશમાં સેના દેશના નાગરિકો સામે કાર્યવાહી કરે જ નહીં. ભારતમાં નકસલીઓ કે વીરપ્પન જેવા સામે પણ કાર્યવાહી કરવાનો ઇન્કાર કરતા લશ્કરના ટોચના અધિકારીએ કહ્યું હતું કે, વીરપ્પન ખુંખાર ડાકુ છે તે સ્વીકાર્ય છે પરંતુ તે ભારતનો નાગરિક છે. તેમજ નક્સલીઓ આતંકવાદીઓ છે પરંતુ તેઓ ભારતના નાગરિક છે અમે તેમની સામે બંદૂક ન ઉઠાવી શકીએ.
જમ્મુ અને કાશ્મીરમાં જ્યાં પાકિસ્તાની આતંકીઓ છે તેની સામે જ સેના લડે છે કોઈપણ સુધરેલા દેશમાં સેના કદી દેશના નાગરિકો ઉપર 'કાર્યવાહી' કરે જ નહીં
ભારતની સેનાના અધિકારીઓના કહેવા ઉપરથી, પાકિસ્તાન 'સુધરેલો' દેશ કહી શકાય ?




