યુદ્ધવિરામ સમાપ્ત થતાં જ પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, અફઘાનિસ્તાનમાં કર્યા હવાઈ હુમલા

Afghanistan-Pakistan Conflict: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જાહેર કરાયેલું 48 કલાકનું અસ્થાયી યુદ્ધવિરામ સમાપ્ત થતાં જ પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકત બતાવી છે. શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, પાકિસ્તાને ડૂરંડ લાઇનને અડીને આવેલા પક્તિકા પ્રાંતના અનેક જિલ્લાઓમાં એરસ્ટ્રાઇક કરી છે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ કાશ્મીર સુધી આંચકા અનુભવાયા
ટોલો ન્યૂઝના અહેવાલ મુજબ, સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે પાકિસ્તાન તરફથી શુક્રવારની રાત્રે પક્તિકા પ્રાંતના અર્ઘોન અને બરમલ જિલ્લાઓમાં ફરીથી હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલાઓમાં રહેણાંક મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે તાજેતરમાં જ દોહા વાટાઘાટોના સમાપન સુધી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના અસ્થાયી યુદ્ધવિરામને લંબાવવામાં આવ્યો હતો. યુદ્ધવિરામ સમાપ્ત થતાંની સાથે જ પાકિસ્તાને આ હવાઈ હુમલા કરીને પરિસ્થિતિને ફરી તંગ બનાવી છે.
આ પણ વાંચો: ઝેલેન્સ્કીની વ્હાઈટ હાઉસ મુલાકાત પૂર્વેના એક દિવસે પુતિન સાથે ટ્રમ્પની ફોન પર વાત