અફઘાનિસ્તાનમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ, જમ્મુ કાશ્મીર સુધી આંચકા અનુભવાયા

Earthquake in Afghanistan : અફઘાનિસ્તાનમાં આજે શુક્રવારે (17 ઓક્ટોબર) ભૂકંપના આંચકા અનુભવાયા છે. રેક્ટર સ્કેલમાં ભૂકંપની તીવ્રતા 5.6 આંકવામાં આવી છે. જેમાં અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન બોર્ડર સહિત જમ્મુ-કાશ્મીર સુધી ભૂકંપના આંચક અનુભવાયા.
આ પણ વાંચો: પાકિસ્તાની સૈન્યની છાવણીમાં વિસ્ફોટક ભરેલું વાહન લઈને ઘૂસ્યો આતંકી, 7 સૈનિકોના મોત
ગત મહિને 6ની તીવ્રતાનો ભૂકંપ આવેલો
તમને જણાવી દઈએ કે, અગાઉ ગત સપ્ટેમ્બરમાં પૂર્વીય અફઘાનિસ્તાનના નાંગરહર વિસ્તારમાં 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 800 લોકોના મોત નીપજ્યા હતો. જ્યારે 2500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નાંગરહાર અને કુનાર જેવા પૂર્વીય ક્ષેત્ર પાકિસ્તાન બોર્ડર પર આવેલા છે, જ્યાં ફોલ્ટ લાઇન સક્રિય છે.