World

આપણા નખ અને તેનો ઉપયોગ

By GS Team
9 Oct 20261 min read
TukuTouch Logo
આપણા નખ કેરાટીનથી બનેલા હોય છે, જે ટેરવાને રક્ષણ આપે છે. નખના મૂળમાં લુનુલા નામનો જીવંત ભાગ હોય છે, જ્યાંથી નખનો વિકાસ થાય છે. ઇ.સ. પૂર્વે 3000 થી નખને રંગવાની પરંપરા છે. ચીની સાધુએ 57.79 સેમી નખ વધારી વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. જ્યારે 1998માં શ્રીધર પિલ્લાઈએ ડાબા હાથના નખ 615.32 સેમી સુધી જાળવી વિક્રમ સર્જ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

આપણા નખ અને તેનો ઉપયોગ

આપણી આંગળી અને અંગુઠા ઉપરના નખ ટેરવાને રક્ષણ આપે છે. નખ કેરાટીન નામના સખત પદાર્થના બનેલા છે. નખ ચામડીના ઉપલા આવરણમાંથી મૃત કોશોમાંથી બને છે. નખનું નિરીક્ષણ કરશો તો તેના મૂળમાં ચંદ્રાકાર ભાગ દેખાય છે તેને લુનુલા કહે છે તે નખનું મૂળ છે અને સજીવ કોષોનું બનેલું છે. તેમાં કેરાટીન એકઠું થઈને નખનો વિકાસ થાય છે. નવા કોષો ઉમેરાય તેમ જૂના કોષો આગળ વધીને નખનો વિકાસ થાય છે. નખ ટેરવાની ચામડી સાથે જ્ઞાાનતંતુઓથી જોડાયેલ છે. ટેરવાની બહાર વધેલા નખ નિર્જીવ હોય છે તે કાપવાથી પીડા થતી નથી.
ઈ.સ. પૂર્વે ૩૦૦૦ના સમયમાં પણ નખ રંગવાની પરંપરા હતી. રંગવા સાથે નખ વધારવાની પણ ફેશન છે. એક ચીની સાધુએ પોતાના નખ ૫૭.૭૯ સેન્ટીમીટર સુધી વધારીને વિશ્વવિક્રમ સ્થાપેલો. ૧૯૯૮માં શ્રીધર પિલ્લાઈ નામના યુવાને ડાબા હાથની આંગળીના નખ ૬૧૫.૩૨ સેન્ટીમીટર સુધી જાળવી વિક્રમ સર્જેલો.