World

અમેરિકામાં શિક્ષણ બાદ નહીં મળે નોકરી? OPT બંધ કરવાની તૈયારી, લાખો ભારતીયોનું વધશે ટેન્શન

By GS TEAM
26 Aug 20253 mins read
TukuTouch Logo
હાલમાં જ અમેરિકામાં H.R 2315 નામનું એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, OPT(Optional Practical Training)ને ખતમ કરી દેવામાં આવશે, જેથી નોકરીઓ વિદેશી નહીં પરંતુ અમેરિકન વિદ્યાર્થીઓને જ મળે. જો OPT પર રોક લગાવવામાં આવશે તો સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓ પર થશે. દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ માટે જાય છે. જોકે, તેમની સૌથી મોટી આશા હોય છે કે, અભ્યાસ બાદ તેમને થોડો સમય ત્યાં કામ કરવાનો અનુભવ મળે અને કમાણી કરી શકે. જો OPT પર પ્રતિબંધ લાદવામાં આવશે તો અભ્યાસ પૂરો થતાંની સાથે જ તેમને પરત ફરવું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં શિક્ષણ બાદ નહીં મળે નોકરી? OPT બંધ કરવાની તૈયારી, લાખો ભારતીયોનું વધશે ટેન્શન

OPT program USA: હાલમાં જ અમેરિકામાં H.R 2315 નામનું એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, OPT(Optional Practical Training)ને ખતમ કરી દેવામાં આવશે, જેથી નોકરીઓ વિદેશી નહીં પરંતુ અમેરિકન વિદ્યાર્થીઓને જ મળે. જો OPT પર રોક લગાવવામાં આવશે તો સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓ પર થશે. દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ માટે જાય છે. જોકે, તેમની સૌથી મોટી આશા હોય છે કે, અભ્યાસ બાદ તેમને થોડો સમય ત્યાં કામ કરવાનો અનુભવ મળે અને કમાણી કરી શકે. જો OPT પર પ્રતિબંધ લાદવામાં આવશે તો અભ્યાસ પૂરો થતાંની સાથે જ તેમને પરત ફરવું પડશે. 

શું છે OPT?

OPT એક પ્રોગ્રામ છે, જે અમેરિકન સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS) દ્વારા કરવામાં આવે છે. જે હેઠળ અમેરિકામાં અભ્યાસ કરનાર વિદેશી વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ બાદ 1થી 3 વર્ષ સુધી અમેરિકામાં નોકરી કરી શકે છે. મોટાભાગના એન્જિનિયર, આઇટી અને મેનેજમેન્ટનો અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓ તેનો લાભ ઉઠાવે છે. 

આ પણ વાંચોઃ ગંભીર પરિણામ માટે તૈયાર રહેજો', યુદ્ધ અટકાવવા મુદ્દે ટ્રમ્પની પુતિન અને ઝેલેન્સ્કીને ચેતવણી

ફક્ત અમેરિકન યુવાઓને મળશે નોકરી

આ બિલ OPTને ખતમ કરવાનો પ્રયાસ કરે છે અને તેનો હેતુ અમેરિકન વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવાનો છે. આ બિલ અનુસાર, OPT ખતમ કરીને નોકરીના રસ્તા ફક્ત અમેરિકન યુવાઓ માટે ખુલ્લા રહે. અમુક અમેરિકન નેતા અને સંગઠનનું એવું માનવું છે કે, OPTના કારણે અમેરિકન યુવાઓની નોકરીઓ છીનવાઈ રહી છે. 

શું ખરેખ લાગશે પ્રતિબંધ?

નોંધનીય છે કે, અમેરિકામાં હજુ ફક્ત બિલ જ રજૂ કરવામાં આવ્યું છે, તેને પાસ કરવામાં નથી આવ્યું. OPTને સંપૂર્ણ રીતે ખતમ કરવું સરળ નથી, કારણ કે આજના સમયે લાખો વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરે છે અને તેમની ફીથી યુનિવર્સિટીઓ ચાલે છે. મોટી ટેક કંપની (જેમ કે, Google, Microsoft) પણ OPT વિદ્યાર્થીઓને નોકરી આપે છે. જો OPT ખતમ થયું તો અમેરિકા આવતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી શકે છે. 

આ પણ વાંચોઃ અમેરિકા સાથે ટેરિફ વોર વચ્ચે રશિયાની ભારતને વધુ એક ભેટ, વિદેશ જવા માંગતા યુવાનોને લાભ

ભારત પર શું અસર થશે? 

દર વર્ષે ભારતમાંથી લાખો વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીના ગ્રોથ માટે અમેરિકા અભ્યાસ માટે જાય છે. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓની નોકરી OPT દ્વારા લાગે છે. જો OPT પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે તો ભારતીય વિદ્યાર્થીઓને નોકરી મળવામાં અનેક મુશ્કેલી પડશે અને બની શકે કે તેમને ભારત પરત આવવું પડે. 

શું છે SPT?

SPTનો અર્થે છે Substantial Presence Test. આ એક ટેક્સ સંબંધિત નિયમ છે, જે નક્કી કરે છે કે કોઈ વ્યક્તિ અમેરિકામાં કેટલા દિવસો સુધી છે. આ આધારે નક્કી થાય છે કે, તે કરદાતા છે કે નહીં. F-1, J-1 વિદ્યાર્થીઓને 5 વર્ષ સુધી તેની કોઈ અસર નથી થતી. SPT ફક્ત ટેક્સ માટે જ હોય છે, તેનો OPT સાથે કોઈ સંબંધ નથી. 

OPTના લાભ

  • જો OPT હોય તો વિદેશી વિદ્યાર્થી અભ્યાસ બાદ 1-3 વર્ષ નોકરી કરી શકે છે.
  • અમેરિકન કંપનીઓને સરળતાથી ટેલેન્ટ મળશે. 
  • ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા અમેરિકામાં જળવાયેલી રહેશે.
  • અમેરિકાની યુનિવર્સિટીને વધુ ફી અને ફન્ડિંગ મળશે.

જો OPT પર પ્રતિબંધ લાગી ગયો તો? 

  • અભ્યાસ પૂરો કરતાની સાથે જ વિદ્યાર્થીઓને પરત ફરવું પડશે.
  • અમેરિકન ટેક કંપનીને ટેલેન્ટની કમી થશે.
  • ભારતીય વિદ્યાર્થીઓનો અમેરિકા જવાનો ટ્રેન્ડ ઘટશે.
  • યુનિવર્સિટીને વિદેશી વિદ્યાર્થીઓનો ફી મળશે.