World

'પરમાણુ હથિયારોનો મોકો નહીં આપીએ...', નેતન્યાહૂએ ઈરાન પર હુમલાનું મુખ્ય કારણ જણાવ્યું

By GS TEAM
28 Feb 20262 mins read
TukuTouch Logo
ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતાં તેહરાન પર મોટા પ્રમાણમાં હુમલા શરુરુ કરી દીધા છે. ઈરાનની અનેક જગ્યાઓને નિશાન બનાવાઈ છે. ત્યારે હવે ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપતાં કહ્યું કે, 'ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે. ઈરાને હથિયાર મૂકવા જ પડશે.'

Summarized by AI; it may make mistakes. Check important info

'પરમાણુ હથિયારોનો મોકો નહીં આપીએ...', નેતન્યાહૂએ ઈરાન પર હુમલાનું મુખ્ય કારણ જણાવ્યું
(IMAGE - IANS)

Israel Iran Tention: ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત કાર્યવાહી કરતાં તેહરાન પર મોટા પ્રમાણમાં હુમલા શરુરુ કરી દીધા છે. ઈરાનની અનેક જગ્યાઓને નિશાન બનાવાઈ છે. ત્યારે હવે ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ ચેતવણી આપતાં કહ્યું કે, 'ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે. ઈરાને હથિયાર મૂકવા જ પડશે.'

નેતન્યાહૂનું રાષ્ટ્રજોગ સંબોધન

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરી છે કે, ઈઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઈરાનના આતંકવાદી શાસન દ્વારા પેદા થયેલા અસ્તિત્વના જોખમને દૂર કરવા માટે એક મોટા સૈન્ય ઓપરેશનની શરુઆત કરવામાં આવી છે. આ ઐતિહાસિક નેતૃત્વ માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે, 'છેલ્લા 47 વર્ષોથી આયતોલ્લા શાસન 'ડેથ ઑફ ઈઝરાયલ' અને 'ડેથ ઑફ અમેરિકા'ના નારા લગાવીને નિર્દોષોનું લોહી વહાવતું આવ્યું છે. આ ખૂની અને આતંકવાદી શાસનને એવા પરમાણુ હથિયારોથી સજ્જ થવા દેવામાં આવશે નહીં જે સમગ્ર માનવજાત માટે ખતરો બની શકે.' 

આ પણ વાંચો: યુદ્ધનો સમગ્ર ઘટનાક્રમ: અમેરિકા-ઈઝરાયલનો ઈરાન પર હુમલો, ટ્રમ્પ-નેતન્યાહૂની ધમકી અને તેહરાનનો વળતો પ્રહાર

સુરક્ષાના કડક આદેશ સાથે ઈઝરાયલ યુદ્ધના મેદાને

આ 'ઓપરેશન લાયન્સ રોર' દ્વારા ઈરાનના પર્સિયન, કુર્દ, અઝેરી, બલોચ અને અહવાઝી જેવા તમામ સમુદાયોને અત્યાચારી શાસનની ઝંઝાળમાંથી મુક્ત કરી, ઈરાનમાં શાંતિ અને સ્વતંત્રતાના મૂલ્યો લાવવાની તક મળશે. વડાપ્રધાને ઈઝરાયલના નાગરિકોને આગામી દિવસોમાં ધૈર્ય રાખવા અને હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે, સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આપણે સાથે મળીને લડીશું અને ઈઝરાયલની અખંડિતતા સુનિશ્ચિત કરીશું.