ઓપનએઆઈએ GPT-6ના નવા મોડલ Sol અને Luna લોન્ચ કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- GPT-6 એસ્ટ્રાની ટેકનોલોજીનો ઉપયોગ
- ક્લોડ ઓપસ-૫ જેવું જ કામ ૯૧ ટકા ઓછા ખર્ચે કરી શકે છે : ૪૭ વર્કફ્લો ટૂલ્સનું પરીક્ષણ કરાયું હતું
કેલિફોર્નિયા : ઓપનેઆઈએ જીપીટી-૬ ફેમિલીના બે નવા એઆઈ મોડલ જીપીટી-૬ Sol અને જીપીટી-૬ Luna લોન્ચ કર્યા છે. બંને મોડલ જીપીટી-૬ એસ્ટ્રામાં ઉપયોગમાં લેવાયેલી ન્યૂ એજ ટેકનોલોજી પર આધારિત છે. તેમને ઓછા ખર્ચે વધુ પ્રમાણમાં કામ કરાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, જીપીટી-૬ એસ્ટ્રા હજુ પણ ઓપનએઆઈનું સૌથી પાવરફૂલ મોડલ છે.
નવા મોડલમાં સૌથી વધુ ધ્યાન એઆઈ એજન્ટ્સ પર આપવામાં આવ્યું છે. એઆઈ માત્ર સવાલનો જવાબ આપવા બદલે વિવિધ ટૂલ્સ અને એપ્લિકેશનનો ઉપયોગ કરીને એક પછી એક સ્ટેપ્સ લઈ શકે છે.
ઓટોમેશન બેંચમાં સેલ્સ, માર્કેટિંગ, ઓપરેશન, કસ્ટમર સપોર્ટ, ફાઈનાન્સ અને એચઆર જેવા સેક્ટર્સના ૪૭ ટૂલ્સ આધારિત વર્કફ્લોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જીપીટી-૬ Sol ક્લોડ ઓપસ ૫ જેવું જ કામ ૯૧ ટકા ઓછા ખર્ચે કરી શકે છે. નવા મોડલ વધુ સ્પષ્ટ રીતે જવાબ આપશે.
બિનજરૂરી પ્રોસેસ ઓછી કરશે. ટેકનિકલ અને કોડિંગ વાતચીતમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. એપીઆઈમાં જીપીટી-૬ Sol અને Luna ટેક્સ્ટ તથા ઈમેજ ઇનપુટ સ્વીકારી શકે છે. તે ટેક્સ્ટ આઉટપુટ આપી શકે છે. એટલે ડેવલપર્સ બંને પ્રકારના ઇનપુટ સાથે એઆઈ આધારિત એપ્લિકેશન બનાવી શકશે.




