Get The App

હોર્મુઝ નાકાબંધી વચ્ચે ઓઈલનો ખેલ: ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો, અમેરિકા જોતું રહી ગયું

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
Strait of Hormuz blockade

Strait of Hormuz blockade: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં સંપૂર્ણ નાકાબંધી જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા દ્વારા આ દરિયાઈ માર્ગ પર સખત નજર રાખવામાં આવી રહી હોવાથી મિડલ ઈસ્ટના દેશોમાંથી આવતા ઓઇલના ટેન્કરો માટે આ રસ્તો બંધ થઈ ગયો છે. જોકે, આ ગંભીર કટોકટી વચ્ચે એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. 

રિપોર્ટ અનુસાર, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અને ગેસ સપ્લાય કરતાં વિશાળ જહાજો તદ્દન ગુપ્ત રીતે આ ખતરનાક માર્ગ પાર કરી રહ્યા છે. આ જહાજો પકડાઈ ન જાય તે માટે તેઓ પોતાના લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ અને સર્વેલન્સ રડાર સંપૂર્ણપણે બંધ કરી દે છે, જે સમુદ્રી સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત જોખમી માનવામાં આવે છે.

રડાર બંધ કરીને 'ડાર્ક મોડ'માં ઓઇલ ટેન્કરોની અવરજવર

શિપિંગ ડેટાના વિશ્લેષણ દ્વારા સામે આવ્યું છે કે હોર્મુઝ જળમાર્ગ અથવા પર્શિયન ગલ્ફમાંથી પસાર થતી વખતે મોટાભાગના ઓઇલ ટેન્કરો હવે 'ડાર્ક મોડ'માં કામ કરી રહ્યા છે. આ જહાજો ખાડી દેશોમાં પ્રવેશીને ઓઇલ લોડ કરતી વખતે કે સરહદ પાર કરતી વખતે પોતાના ટ્રાન્સપોન્ડર એટલે કે AIS(ઑટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ)ને બંધ કરી દે છે. 

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અગાઉ માત્ર ઈરાન સાથે જોડાયેલા જહાજો જ અમેરિકન પ્રતિબંધોથી બચવા માટે આ યુક્તિ અપનાવતા હતા, પરંતુ હવે સામાન્ય કોમર્શિયલ જહાજો પણ આ પદ્ધતિનો ઉપયોગ કરવા લાગ્યા છે. એક મેરીટાઇમ ઇન્ટેલિજન્સ ફર્મના આંકડા મુજબ, આ વિસ્તારમાંથી પસાર થતા આશરે 57% જહાજોએ પોતાના ટ્રાન્સપોન્ડર બંધ રાખ્યા હતા, જે મે મહિનામાં વધીને 65.2%ની રૅકોર્ડ સપાટીએ પહોંચી ગયા છે.

વૈશ્વિક સ્તરે ઓઇલના શિપમેન્ટને ટ્રેક કરવું બન્યું અશક્ય

મેરીટાઇમ નિષ્ણાતોના મતે, યુદ્ધના વાતાવરણમાં માત્ર પ્રતિબંધોથી બચવા માટે જ નહીં, પરંતુ ઓપરેશનલ અનિશ્ચિતતા અને ખાડી દેશોમાંથી પોતાના માલને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે જહાજો દ્વારા આ વ્યાપક કમર્શિયલ વ્યૂહનીતિ અપનાવવામાં આવી રહી છે. ટ્રાન્સપોન્ડર અને રડાર સિસ્ટમ બંધ હોવાના કારણે કયા ખરીદદાર દેશ સુધી કેટલી ઊર્જાનો પુરવઠો પહોંચી રહ્યો છે, તેનો સચોટ અંદાજ લગાવવો મુશ્કેલ બન્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રિયલ ટાઇમમાં ઓઇલ સિસ્ટમ અને શિપમેન્ટને ટ્રેક કરવાનું કામ હવે તપાસ એજન્સીઓ માટે એક મોટો પડકાર બની ગયું છે.

આ પણ વાંચો: રશિયાથી મિત્રતા ભારે પડશે! ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની યુરોપિયન યુનિયનની તૈયારી

ભારત અને ચીન સહિતના દેશોને ગુપ્ત માર્ગે ઓઇલ સપ્લાય

અમેરિકા અને ઈરાન વચ્ચેના ભીષણ તણાવ વચ્ચે હોર્મુઝ હાઇવે બ્લોક હોવા છતાં, એશિયાના મોટા ખરીદદાર દેશોને મિડલ ઈસ્ટમાંથી ઓઇલનો પુરવઠો મળી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, આ મહાસંકટના સમયમાં ભારત, ચીન અને પાકિસ્તાન જેવા દેશોને ગુપ્ત રસ્તાઓ દ્વારા ક્રૂડ ઓઇલની ડિલિવરી મોકલવામાં આવી રહી છે. આ વૈશ્વિક સપ્લાય ચેઇનને ચાલુ રાખવા માટે ઈરાન દ્વારા સૂચવવામાં આવેલા ખાસ રૂટ અને કોરિડોરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ભૌગોલિક વિસ્તારો પર ઈરાનનો સંપૂર્ણ કંટ્રોલ હોવાના કારણે આંતરરાષ્ટ્રીય જહાજો ત્યાંથી સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના નિર્ધારિત દેશો સુધી પહોંચી રહ્યા છે.