- યુદ્ધ ફાટી નીકળવાની ભીતિ છે તેથી ભાવ વધશે
- ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેત્યાન્હુએ કહ્યું : 'ઇરાન યુદ્ધ પૂરું થયું જ નથી' : વિશ્વભરમાં તંગદિલી છવાઈ રહી
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે યુદ્ધ બંધ કરવાના ઇરાનના શાંતિ પ્રસ્તાવને ઠુકરાવતા ઇરાને ફરી હોર્મુઝ સ્ટ્રેઇટસ સજ્જડ બંધ કરતા દુનિયાભરમાં તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૪.૫ ટકાનો એક જ દિવસમાં વધારો થતાં તે બેરલદીઠ ડૉલર ૧૦૫.૮૦ પહોંચી ગયા છે. જ્યારે 'વેસ્ટ ટેક્ષાસ' ઇન્ટર મીડીયેટ ભાવ, બેરલદીઠ ડૉલર ૧૦૦થી ઉપર રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તેઓના 'ટ્રુથ સોશ્યલ' ઉરક કરેલા પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'ઇરાનની દરખાસ્તો સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય બની રહી છે.
ઉલ્લેખનીય છે કે બંને પક્ષે અત્યારે ગમે તેમ કરીને 'સીઝ ફાયર' ટકાવવા પ્રયત્નો કરે છે પરંતુ વચમાં વચમાં સામસામા ગોળીબારો પણ થતા રહે છે.
વાસ્તવમાં ફેબુ્રઆરી માસના અંતે યુદ્ધ શરૂ થયું ત્યારથી હોર્મુઝની સામુદ્રધુનિ લગભગ બંધ સમાન રહી છે. પરિણામે દુનિયામાં ક્રૂડ અને કુદરતી ગેસના ભાવ વધી રહ્યા છે.
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ કહ્યું છે કે, 'આ યુદ્ધે ઇતિહાસમાં હજી સુધીમાં થયેલો મોટો આંચકો આપ્યો છે.'
અમેરિકા- ઇરાન વચ્ચે સમજૂતી સધાઈ જશે તેવી આશા હવે ઓસરી રહી છે. પરિણામે ક્રૂડ- તેલના ભાવ સતત ઉંચકાતા જાય છે.
સિંગાપુર સ્થિત કોમોડિટીઝ સ્ટ્રેટેજી ફોર આઇએન.જી. ગુ્રપ એન.વી.'ના વડા વૉરેન પેટ્ટરસને જણાવ્યું હતું કે, યુદ્ધ ફરી ફાટી નીકળવાની ભીતિ રહેલી છે. તેથી ભાવો ઉંચા જતાં જશે.'
તહેરાને તેનું સમૃદ્ધ યુરેનિયમ ત્રીજા દેશમાં મોકલવા તો સંમત થયું હતું પરંતુ તેની ન્યુક્લિયર ફેસિલીટી છોડી નાખવાની શર્ત અસ્વીકાર્ય ગણી છે. આ માહિતી આપતા વૉલ-સ્ટ્રીટ જર્નલ જણાવે છે કે, ઇરાને તેની અર્ધ- સરકારી સમાચાર સંસ્થા દ્વારા સમજૂતી અંગેના રીપોર્ટ સામે જ વિરોધ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે, સમજૂતી સધાઈ જ નથી.'
દરમિયાન ઇરાનના એક ડ્રોન વિમાને ઇરાનના અખાતમાં આવેલા કતારના એક કાર્ગો શિપ ઉપર રવિવારે હુમલો કરતા ત કાર્ગોશિપમાં આગ લાગી હતી. એપ્રિલની શરૂઆતમાં યુદ્ધ વિરામ જાહેર થયા પછી થયેલો આ સૌથી પ્રચંડ ડ્રોન હુમલો હતો. બીજી તરફ યુ.એ.ઇ. અને કુવૈતે પણ જણાવ્યું હતું કે, તેમણે 'દુશ્મન'ના ડ્રોન વિમાનોને ઇન્ટરસેપ્ટ કર્યા હતા.
ટૂંકમાં મધ્ય-પૂર્વમાં શાંતિ- સ્થાપવાની વાત હવે અનિશ્ચિત બની ગઈ છે. તેલ ભડકે બળે છે. દુનિયાભરમાં તમામ ચીજોના ભાવ વધતા જાય છે.


