World

'ઓઇલ ક્રાઇસિસ' સુધરવાને હજી બે વર્ષ લાગશે 'આરામકો'ના ચીફે આપેલી ગંભીર ચેતવણી

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશનના સી.ઇ.ઓ. શેખ નવાફ અલ સબાહે જણાવ્યું કે, તેલ કટોકટી સુધારાને 2 વર્ષ લાગશે. ગલ્ફમાં અશાંતિને કારણે કુવૈતનું ક્રૂડ ઉત્પાદન 2.6 મિલિયન બેરલથી ઘટી 2 મિલિયન બેરલ થયું. કોનોકો ફિલીપ્સના ચેરમેન રીયાન લાન્સે 2029 સુધી કટોકટી ચાલુ રહેવાની અને ક્રૂડ ભાવ $65 થી $100 સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ઓઇલ ક્રાઇસિસ' સુધરવાને હજી બે વર્ષ લાગશે 'આરામકો'ના ચીફે આપેલી ગંભીર ચેતવણી
  • સંભવ તે પણ છે કે તેલ કટોકટી ૨૦૨૭ સુધી ચાલુ રહે
  • કુવૈતનું તેલ ઉત્પાદન રોજના ૨.૬મિલિયન બેરલથી ઘટી ૨ મિલિયન બેરલ થયું : બીજી તરફ રીફાઇનરીઓનો નાશ થવાથી પેટ્રોલ- ડીઝલની અછત થશે

કુવૈત : કુવૈત પેટ્રોલિયમ કોર્પોરેશનના સી.ઇ.ઓ. શેખ નવાફ અલ સબાહે ગંભીર ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે, ઓઇલ- ક્રાઇસિસ સુધરવાને હજી બે વર્ષ લાગશે. આ સાથે તેઓએ કહ્યુંહતું કે, કુવૈતનું રોજનું ક્રૂડ ઉત્પાદન ૨.૬ મિલિયન બેરલ ઘટીને ૨ મિલિયન બેરલ થઈ ગયું છે તેનું કારણ 'ગલ્ફ'માં વ્યાપી રહેલી 'અશાંતિ' છે.
'કોનોકો ફિલીપ્સ'ના ચેરમેન રીયાન લાન્સે પણ અલ સબાહે આપેલી ચેતવણીને પુષ્ટી આપતાં કહ્યું હતું કે, આ ક્રાઇસિસમાંથી રિકવરી થતા હજી વધુ વર્ષો લાગશે તેઓ તો માત્ર ૨૦૨૭ જ નહી પરંતુ ૨૦૨૯ સુધી આ તેલ કટોકટી ચાલુ રહેશે તેમ કહે છે.
રીયાન લાન્સે તેમ પણ જણાવ્યું છે કે, 'ડબલ્યુટીઆઇ ક્રૂડ જે અત્યારે આશરે બેરલદીઠ ૬૫ ડોલર છે તે વધીને ૭૦ ડોલર સુધી પહોંચી જશે.
વૈશ્વિક તેલ-માર્કેટમાં સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેથી અત્યારે બેરલદીઠ ૭૦ ડોલરે પહોંચેલા ક્રૂડના ભાવ સમય જતા બેરલદીઠ ૧૦૦ ડોલર જેટલા વધી જવાની શક્યતા છે.
ઓઇલ માર્કેટના નિષ્ણાતો આ ભાવવધારો કેમ રોકવો તે વિષે મથામણ કરી રહ્યા છે. પરંતુ હજીએ હોર્મુઝ સ્ટ્રેઇટની અસ્થિર હાલતને લીધે ત્યાંથી તેલવાહક જહાજોની સંખ્યા ઘટી રહી છે. તો બીજી તરફ સઉદી અરબસ્તાનના પૂર્વના બંદરોએથી બહાર જતા તેલવાહક જહાજો ઉપર હુથીના હુમલાનો ભય તોળાઈ જ રહ્યો છે.
ઓઇલ ક્રાઇસિસ વિશ્વમાં ઇકોનોમિક ક્રાઇસિસ ઉભી કરી રહી છે તે નિશ્ચિત છે.