Get The App

એનવિડીયાની માર્કેટ કેપ ફરી પાછી 5.12 લાખ કરોડ ડોલરે પહોંચી

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
એનવિડીયાની માર્કેટ કેપ ફરી પાછી 5.12 લાખ કરોડ ડોલરે પહોંચી 1 - image

- ઇન્ટેલના પરિણામ પછી ચિપ્સ ઉત્પાદક કંપનીના શેરો લાલચોળ

- સેમી કંડક્ટર શેરોમાં આવેલી તેજી એનવિડીયાને ફળી બીજા નંબરે આવતી ગૂગલ 1 લાખ કરોડ ડોલર પાછળ

વોશિંગ્ટન : એનવિડીયએ પાછો પાંચ લાખ કરોડ ડોલર માર્કેટકેપના સ્તરને પાછું મેળવ્યું હોવાનું યાહુ ફાઇનાન્સ ડેટામાં જણાવાયું હતું. ઇન્ટેલના પરિણામોના પગલે અને ઓકલોના પરમાણુ ઉર્જા અંગેના ડીલના પગલે ચિપ્સ ઉત્પાદક કંપનીઓમા આવેલી તેજીના પગલે તેનો શેર પણ ૪.૨ ટકા વધતા તેના બજારમૂલ્યમાં ૨૦૦ અબજ ડોલરનું મૂલ્ય ઉમેરાતા તેનું બજારમૂલ્ય ૫.૧૨ લાખ કરોડ ડોલર થયું હતું. 

એનવિડીયા બીજા નંબરે આવતી કંપની આલ્ફાબેટ એટલે કે ગૂગલની માલિક કરતાં એક લાખ કરોડ ડોલર મૂલ્ય વધારે ધરાવે છે. એનવિડીયાનો શેર ઊંચા સ્તરે પ્રતિ શેર રૂ.૨૦૮ પર બંધ આવ્યો હતો. તેણે ૨૯ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ૨૧૨.૧૯ ડોલરની ઊંચી સપાટી નોંધાવી હતી. 

એનવિડીયા માટે આ વર્ષનો પ્રારંભ સારો રહ્યો નથી. ત્રણ મહિનામાં તેનો શેર ૬.૪ ટકા ઘટયો છે. પણ એપ્રિલમાં કંપનીના શેરે પુનરાગમન કર્યુ છે. છેલ્લા મહિનામાં તેનો શેર લગભગ ૨૦ ટકા વધ્યો છે. સેમીકંડક્ટર શેરોમાં આવેલી વ્યાપક રેલીને ફાયદો તેને મળ્યો છે.

ઇન્ટેલનો શેર શુક્રવારે ટેક બબલ દરમિયાન તેના ટોચના સ્તરે પહોં ગયો હતો યાહૂ ફાઇનાન્સના જણાવ્યા મુજબ ફિલાડેલ્ફિયા સેમીકંડક્ટર ઇન્ડેક્સ જે એસઓએક્સ તરીકે જાણીતો છે તેણે લગભગ ૧૮ દિવસ સુધી સતત વધારો નોંધાવ્યો હતો. ંતેના કારણે બ્રોડકોમ, તાઇવાન સેમીકંડક્ટર, માઇક્રોન, એએમડી, ઇન્ટેલ એન ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સના શેરના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.