World

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 15 ટકા ઘટાડો નોંધાયો

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટન: ટ્રમ્પ તંત્રના કડક ઇમિગ્રેશન નિયમોને કારણે અમેરિકન કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશમાં 2025-26માં 15% ઘટાડો નોંધાયો છે. 3.63 લાખ ભારતીય વિદ્યાર્થીઓએ સ્થાનિક અર્થતંત્રમાં $41.77 અબજનું યોગદાન આપ્યું હતું, જે હવે $3 અબજ ઘટવાની ધારણા છે. 2026માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.1 લાખનો ઘટાડો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 15 ટકા ઘટાડો નોંધાયો
  • ૨૦૨૫-૨૬માં ૩.૬૩ લાખ ભારતીય વિદ્યાર્થી અમેરિકામાં હતા
  • ભારતીય વિદ્યાર્થીઓએ ગયા વર્ષે સ્થાનિક અર્થતંત્રમાં ૪૧.૭૭ અબજ ડોલરનું આપેલું પ્રદાન ત્રણ અબજ ડોલર ઘટશે
  • ૨૦૨૬માં અમેરિકન યુનિ.માં ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ૧.૧ લાખનો ઘટાડો નોંધાયો

વોશિંગ્ટન : ટ્રમ્પ તંત્રએ ઇમિગ્રેશનના નિયમો વધુ આકરા બનાવતા અમેરિકન કોલેજોમાં એડમિશન લેતા ભારતીયોની સંખ્યા ૨૦૨૫-૨૬માં અગાઉના વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૧૫ ટકા ઘટી છે, એમ અહેવાલમાં જણાવાયું છે. ૧,૧૦૦થી પણ વધુ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતાં કોમન એપના અહેવાલમાં દર્શાવાયું છે કે ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વર્ષમાં એડમિશન્સમાં વૃદ્ધ થઈ, પરંતુ માર્ચથી કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં દસ ટકા સુધીનો ઘટાડો થયો છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે.
સ્વૈચ્છિક સંગઠનના અહેવાલ મુજબ ભારતમાંથી થતી અરજીમાં ૧૫ ટકા ઘટાડો નોંધાયો છે, જે અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સૌથી મોટો સોર્સ માનવામાં આવે છે. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ૩.૬૩ લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમમાં અભ્યાસ કરી રહ્યા હતા.
અહેવાલ મુજબ ભારતીય વિદ્યાર્થીઓએ ૨૦૨૫-૨૬ના વસંતમાં સ્થાનિક અર્થતંત્રમાં ૪૧.૭૭ અબજ ડોલરનું પ્રદાન આપ્યું હતું. આ આંકડો ઘટીને ૨૦૨૬-૨૭માં ૩૮.૩૭ અબજ ડોલર થઈ જાય તેમ માનવામાં આવે છે. આ પહેલા શિક્ષણવિદોના સંગઠનના અહેવાલમાં જણાવાયું હતું કે આકરા વિઝા નિયમો અને અનિશ્ચિત નીતિના લીધે અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીઓમાં ૨૦૨૬ની યુનિવર્સિટીઓમાં ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ૧.૧ લાખનો ઘટાડો નોંધાયો હતો.
નાફસા એસોસિયેશન ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેટર્સ એન્ડ રિસર્ચ ફર્મ જેબી ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ ૨૦૨૫-૨૬ના વસંતમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ૧૧.૬૯ લાખ હતુ અને તે આ વર્ષે ઘટીને ૧૦.૫૭ લાખ થાય તેમ માનવામાં આવે છે. જુલાઈમાં અમેરિકન સરકારે સ્ટુડન્ટ અને વિઝિટર વિઝાના સ્ટેટસના સમયગાળાની પરંપરાને જ ખતમ કરતા નવા નિયમ લાવી હતી અને તેની સાથે સ્ટુડન્ટ વિઝા પર ચાર વર્ષની ટોચમર્યાદા મૂકી દીધી હતી જે અભ્યાસક્રમ પૂરો થવાનો સામાન્ય સમયગાળો મનાય છે.
આ ઉપરાંત અમેરિકા હવે અમેરિકામાં સ્નાતક થયા પછી ઓપ્ટિકલ પ્રેક્ટિલલ ટ્રેનિંગ (ઓપીટી) પ્રોગ્રામ હેઠળ ભણવા માંગનારાઓ પર એક લાખ ડોલરની ફી લાદવા વિચારી રહ્યુ છે. ઓપીટી વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર પ્રવેશીને ૧૨ મહિના સુધી અને કેટલાક કિસ્સામાં ૨૪ મહિના સુધી કામ કરવાની છૂટ આપે છે. આ ઉપરાંત તે વિદ્યાર્થીઓને કંપનીઓ દ્વારા પ્રાયોજિત એચ-૧બી વિઝા તરફ વળવાની તક પણ પૂરી પાડે છે.